Breaking News

માં અંબેના દર્શને પગપાળા જતા 3 યાત્રીઓને કાર ચાલકે કુચડી નાખ્યા, પરિવારમાં માતમ છવાયો.. વાંચો..!

ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ચોમાસાના વરસાદના કારણે રસ્તાઓ ખરાબ હોય છે. જેથી અકસ્માતોની સંખ્યા બમણી થઈ ગઈ છે. ગુજરાતમાં દરેક જગ્યાએ અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે આજે સવારે એક ઘટના એવી બની છે જે સાંભળીને ઘડીક તો તમે પણ વિચારમાં પડી જશો ભગવાન ના કામે જતા હતા અને ભગવાને તેમને ઉપર બોલાવી લીધા.

આજે સવારે અંબાજીના દર્શન માટે યાત્રીઓ પગપાળા જોતા હતા ત્યારે એક અજાણ્યા વાહને તેઓને ટક્કર મારી દીધી હતી જેથી અમુક યાત્રીઓ ઘાયલ થયા છે જ્યારે અમુક યાત્રીઓ મોતને ભેટયા છે. બનાસકાંઠા અંબાજી મંદિરમાં દર્શન માટે લાખો ભક્તો દર વર્ષે પગપાળા યાત્રા કરીને જાય છે.

ખાસ કરીને ભાદરવી પૂનમના દિવસે તો વધારે સંખ્યામાં ભક્તો જોવા મળે છે. ગુજરાતમાં ભાદરવી પૂનમ નું મહત્વ ખૂબ જ વધારે છે. તેથી એ દિવસે મા અંબાના દર્શન કરવા માટે લોકો પહોંચી જતા હોય છે. માં અંબેમાં શ્રદ્ધા અને માં અંબે ના ભજન ગાતા ગાતા ભક્તો પગપાળા ચાલીને આવતા હોય છે. પરંતુ એમણે પણ એવું નહીં ધાર્યું કે મારી સાથે આવો બનાવ બનશે.

આજે સવારે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુ અને એક વખત મળ્યો છે. જેમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ કરણ મોત થયા છે જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. એક સ્વીકાર દ્વારા શ્રદ્ધાળુઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પંચમહાલ શહેરના લાભી પાટીયા પાસે યાત્રીઓ જઈ રહ્યા હતા.

તે દરમિયાન નજીક અકસ્માત સર્જાયો હતો. આ યાત્રીઓ દેવગઢ બારિયા તાલુકાના ભુતપગલા અને સિંગવડ તાલુકાના બારિયા ગામના હતા. અંબાજી પગપાળા જઈ રહેલા એક સમયમાં જ બે વ્યક્તિઓ હતા. આ સંઘ જ્યારે લુણાવાડા હાઇવે પર પહોંચ્યો હતો. ત્યારે swift કાર દ્વારા ત્રણ યાત્રીઓને અડફેટે લઈ લીધા હતા.

જેમાં બે મૃતક દેવગઢ બારીયાના અને એક રણધીકપુર તાલુકાના હતા. મૃતક યાત્રીઓના નામ શૈલેષકુમાર પટેલ કે જેઓ 25 વર્ષના હતા. જ્યારે બીજા યાત્રી અશ્વિનભાઈ બારીયા અને ત્રીજા કમલેશભાઈ પટેલ જેમની ઉંમર ફક્ત ૧૮ વર્ષ હતી.

ગુજરાતમાં દર વર્ષે ભાદરવી પૂનમ નજીક આવતા શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરવાનું ચાલુ કરી દે છે. અને ભાદરવી પૂનમના દિવસે માં અંબા ના દર્શન કરવા અંબાજી ખાતે પહોંચી જતા હોય છે. આવા કિસ્સાઓમાં તેઓને રાત અને દિવસ બંને ચાલવું પડે છે. પરંતુ આડેધડ અને બેફામ વાહન ચલાવનાર લોકોના કારણે તેઓ જીવ જોખમમાં મુકાઈ જાય છે.

આ અકસ્માત બન્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે આવીને તમામ તપાસ હાથ ધરી છે. તેમજ આરોપીની શોધખોળ ચાલુ કરી દીધી છે. પોલીસે કહ્યું છે કે આરોપીને ટૂંક જ સમયમાં પકડી લેવામાં આવશે અને તેને યોગ્ય સજા કરવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *