Breaking News

લુંટેરી દુલ્હને લગ્નના થોડા દિવસમાં પતિના અઢી લાખ રોકડ-દાગીના લુંટીને ભાગી, પતિને માથે હાથ મુકીને રોવાનો આવ્યો વારો..!!

આજકાલ છેતરપિંડીની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. લોકો બીજા લોકોને ફસાવીને તેમના પૈસા લૂંટી રહ્યા છે. આવી ઘટનાઓ બનતા ઘણા બધા લોકો લૂંટાઈ રહ્યા હતા. હાલમાં લુંટેરી દુલ્હનની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. જેમાં આ એક વધુ ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના સુરત શહેરમાં બની હતી.

સુરત શહેરમાં રહેતા એક યુવકના લગ્ન ન થતાં દલાલ દ્વારા યુવકના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ યુવક સાથે મોટી છેતરપિંડી થઈ હતી. સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની હતી. યુવક વરાછામાં લાભેશ્વર વિસ્તારમાં ફરસાણની દુકાન ચલાવતા હતા. તેઓ ઘણા સમયથી ફરસાણાની દુકાન ચલાવતા હતા.

ફરસાણની દુકાન ચલાવીને તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. યુવકનું નામ ગૌતમ ભાઈ હતું. ગૌતમભાઈ ઘણા સમયથી એક યુવતીની શોધમાં હતા. તે સમયે ગૌતમભાઈના પિતાને એક દલાલે એક યુવતી હોવાનું જણાવ્યું હતું. સુશીલ યુવતી ધ્યાનમાં હોવાનું દલાલે ગૌતમભાઈના પિતાને કહ્યું હતું.

જેને કારણે આ યુવતી સાથે સંપર્ક કરીને યુવતીને જોવા માટે ગૌતમભાઈ અને તેના પરિવારના લોકો વલસાડ ગયા હતા. યુવતી વલસાડની હતી. વલસાડમાં ભીવંડી વિસ્તારમાં રહેતી હતી. પોતાના પરિવાર સાથે રહેતી હતી. યુવતીનું નામ સપના હતું. સપના અને ગૌતમના પરિવારજનોને એકબીજાના પસંદ આવતા તેઓએ લગ્ન નક્કી કર્યા હતા.

લગ્ન વખતે અઢી લાખ રૂપિયા રોકડા આપવાનું કહ્યું હતું. જેને કારણે ગૌતમભાઈ અઢી લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ લગ્ન નક્કી કરાયા હતા. લગ્નમાં 40 જોડી કપડા અને દાગીના માંગ્યા હતા. જેને કારણે ગૌતમભાઈ 40 જોડી કપડા અને દાગીના સપનાને આપ્યા હતા. તે સમયે ગૌતમભાઈ સપનાને લઈને સુરત શહેરમાં પોતાના ઘરે આવ્યા હતા.

લગ્ન બાદ બંનેએ પોતાનો પારિવારિક જીવન ખૂબ જ સારી રીતે જીવી રહ્યા હતા પરંતુ એક દિવસ યુવતીની માતા ઘરે આવી હતી. યુવતીને થોડા દિવસ રહેવા માટે પિયર લઈ ગયા હતા. સપનાને પોતાના પિયર રહેવા માટે જવા દેવામાં આવી હતી પરંતુ થોડા દિવસ રોકાયા બાદ તે પરત ન આવતા ગૌતમભાઈએ તેને વારંવાર ફોન કર્યા હતા.

સપના ફોન ઉપાડી રહી ન હતી. ગૌતમભાઈ તેના પરિવાર પાસે વલસાડ ગયા હતા. તે સમયે તેને જાણવા મળ્યું હતું કે આ પરિવારે ઘણા બધા લોકોને આવી રીતે ફસાવ્યા હતા. સપના રોકડા પૈસા તેમજ દાગીના લઈને જતી રહી હતી. ત્યારબાદ ગૌતમભાઈ દલાલને આ ઘટનાની જાણ કરી હતી. તે સમયે દલાલે પણ તેમને સરખો જવાબ ન આપ્યો હતો.

તે માટે ગૌતમભાઈ તેની સાથે છેતરપિંડી થયાની ઘટના પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ફરિયાદને ધ્યાનમાં લઈને તપાસ કરતા બે યુવકોને પકડી પાડ્યા હતા. આ બંને યુવકોના નામ રસિકભાઈ કાપડિયા અને દિનેશભાઈ કથડભાઈ કાછડને પૂછપરછ કરી રહ્યા હતા. સપનાની પણ તપાસ થઇ ગઈ હતી. એક સુરતના યુવાનને લૂંટેલી દુલ્હને લૂંટી લીધો હતો. તે ફરાર થઈ ગઈ હતી. પોલીસ સપનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *