Breaking News

અંબાલાલ પટેલે આપી મોટી આગાહી, આ તારીખથી તાપમાન 45 ડીગ્રીને પાર થશે, લૂ ફૂંકાવાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી..!

ગુજરાતમાં શિયાળાએ વિધીગત રીતે વિદાય લઈ લીધી છે. અને હવે ઉનાળો કાળઝાળ ગરમી વસાવવા માટે રેડી થઈ ગયો હોય તેવું લાગે છે. કારણ કે છેલ્લા દોઢ મહિનાથી ગુજરાતમાં પવનની દિશા રોજ બદલાતી રહે છે. તેમજ ઉત્તરથી પૂર્વ તરફ પવન શરૂ થઇ જતા મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ગરમીનો પારો ૩૮ ડિગ્રીને પાર થઈ ગયો છે.

આ વરસના ઉનાળામાં ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ ગયા વર્ષ કરતાં વધારે ગરમી પડવાની ભરપૂર માત્રામાં શક્યતાઓ સેવાઇ રહી છે. જેના ગરમી તાપમાનના દરેક રેકોર્ડને તોડી નાખશે. ભારતના વેધર વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી બે મહિનામાં તાપમાન 45 ડિગ્રીને પાર કરી જશે.

તેમજ મધ્ય ભારતના અમુક વિસ્તારોમાં તો તાપમાન 48 થી 50 ડીગ્રી સુધી પહોંચવાની પણ શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત ગુજરાતના હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલ ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. છતાં પણ રાત્રે તેમજ વહેલી સવારે ભેજવાળા ઠંડા પવનો ફુંકાવા ને કારણે થોડી ઘણી ઠંડીનું પ્રમાણ દેખાઈ આવ્યું છે..

રાજ્યમાં માર્ચ મહિનાની અધવચ્ચે તડકો ઝડપ પકડી લેશે. રોજ અતિશય માત્રામાં ગરમી પડવાને કારણે રાહદારીઓ તેમજ મુસાફરો બિનજરૂરી પરિવહન કરવાનું ટાળશે. તેમજ સૌ કોઈ લોકોને એસી અને કુલર જેવા સંસાધનો ની મદદ લેવી પડશે. તેમજ ઠંડા પીણાનો પણ સહારો લેવો પડશે.

ભારતના હવામાન વિભાગે જણાવ્યું છે કે છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ ગુજરાતમાં ઉનાળામાં બળબળતો તાપ પડશે.. આ વિસ્તારો સમતલ સપાટી હોવાથી ગરમીનું પ્રમાણ વધારે રહેશે. તેમજ આ વર્ષની ગરમી પાછળના બધા વર્ષો કરતાં પણ વધારે પડવાથી નવા રેકોર્ડ પણ બની જશે.

તો બીજી બાજુ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું છે કે, ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લુ ફેંકવાનું શરૂ થઈ જશે. આ સાથે સાથે બંગાળની ખાડી અને લક્ષદ્વીપની સાગર પાસે હવાના હળવા દબાણના સર્જવા જઈ રહ્યા છે..

જેના પગલે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થશે. અને દરિયા કિનારાના વિસ્તારો ઉપર કમોસમી વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. દરિયામાં પવનના વંટોળ દેખાશે. જેના પગલે દક્ષીણ ગુજરાતના દરિયા કિનારે ભારે ઊંચા મોજાઓ ઊછળશે. તેમજ કચ્છના અખાત અને ખંભાતના અખાતમાં પણ આ અસર દેખાશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *