મોટાભાગના લોકો જેટલી કમાણી કરે છે. તેમાંથી અમુક રકમ આવનારા જીવનમાં આવતી મુશ્કેલીઓના ભાગરૂપે બચત કરીને સાચવતા હોય છે. તેમજ કેટલાક લોકો કોઈ સારી જગ્યા પર આ પૈસાનું રોકાણ કરે છે. જ્યારે અમુક લોકો જીવન વીમા, અકસ્માત વીમા સહિતના વીમાઓ ઉતરાવીને જીવન રક્ષણની રકમ માટે પ્રીમિયમ ભરે છે..
પરંતુ જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય ત્યારબાદ જે વિમાની પોલિસીના રકમ આવે તે રૂપિયાને કઢાવવા ખૂબ જ મુશ્કેલ ભર્યા હોય છે. કેટલાય લોકોને માટે અનુભવ પણ થઈ ચૂક્યા છે કે, વ્યક્તિના મૃત્યુ બાદ વીમાની રકમ પરત લેવી માથાના દુખાવા સમાન સાબિત થાય છે. અમદાવાદના કુબેર નગરમાં ઉમાબેન રાઠોડ રહે છે..
જેમની ઉંમર 61 વર્ષની છે. આજથી પાંચ વર્ષ પહેલા તેમના પતિ મહેશભાઈ રાઠોડનું અવસાન થઈ ગયું હતું. મહેશભાઈ રાઠોડને 4 દીકરાઓ છે. જેમાં મિથુન નામના એક પુત્રનું અવસાન 2014 માં થયું હતું. આ મીથુનને 2012માં ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી એક પોલીસી ખરીદી હતી. આ પોલીસીનું પ્રીમિયમ તે દર મહિને 2899 રૂપિયા નિયમિત રીતે ભરતો હતો..
આ ઉપરાંત તેણે આ પોલિસીની નોમીની માં તેમની માતા ઉમાબેનનું નામ નોંધાવ્યું હતું. એટલા માટે મિત્રોને ભાઈના પરિવારની તમામ જવાબદારીઓ ઉમાબેન ઉપર આવેલી હતી. મિથુન ભાઈના મૃત્યુ બાદ આ વીમા પોલિસી અંગે કોઈપણ વ્યક્તિ વાતચીત કરવાનો ભૂલી ગયા હતા. પરંતુ એક દિવસે અચાનક આ પોલીસ અંગે તેમને યાદ આવતા તેઓએ નવરંગપુરા ખાતે આવેલી આ વીમાની ઓફિસ ઉપર તપાસ કરી હતી..
અને જાણ્યું કે, તેમના દીકરાને વિમાની પોલિસી ઉતરાવી હતી. એ પોલીસીના પૈસા કુલ 12 લાખ રૂપિયા મળવાપાત્ર હતા. પરંતુ ત્યાં ઓફિસ પર જઈને જાણકારી મેળવતા માહિતી મળી કે, આ બાર લાખ રૂપિયાની રકમ કોઈ યુવક યુવતીએ ક્લેમ કરી લીધી છે. એટલે કે જ્યારે મિથુનભાઈનું અવસાન થયું એ બાદ યુવક અને યુવતીએ આ રકમ લઈ લીધી છે.
તેમજ વીમા પોલિસી કંપનીએ આ રકમ યુનિયન ઓપરેટિવ બેન્ક ખાતામાં જમા કરાવી છે. જ્યારે આ બેંક પર જઈને તપાસ મેળવવાની કોશિશ કરી ત્યારે ઉમાબેનને જાણ થઈ કે, તેમના ઓળખ પત્ર અને અન્ય દસ્તાવેજનો ઉપયોગ કરીને એક મહિલા અને એક યુવકે બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું અને ત્યારબાદ તેમાં 12 લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા..
જેમાંથી પાંચ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. જ્યારે બેંકના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી ત્યારે દેખાયું કે, એક યુવક અને એક યુવતી બેંકમાંથી આ પૈસાની રકમ ઉપાડતા નજરે ચડે છે. જ્યારે ઉમાબેનને જાણ થઈ કે તેમની સાથે ખૂબ જ ખોટું થયું છે. અને તેમના દીકરાની મૃત્યુના પોલિસીના રૂપિયા કે જેની કિંમત કુલ બાર લાખ રૂપિયા હતી..
આ તમામ પૈસાને આ યુવક યુવતીએ છેતરપિંડી કરીને લૂંટી લીધા છે. ત્યારે તેઓએ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવી છે પોલીસે પણ ગુનો નોંધીને આ તપાસ હાથ ધરી છે. આવા ચોર યુવક યુવતીને કારણે મર્યા પછી પણ પરિવાર જનોને સુખ મળતું નથી. મોત બાદ આ લોકો ક્યાંકથી જાણકારી મેળવીને જુદી જુદી રીતે છેતરપીંડીઓ કરવા લાગે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]