Breaking News

લોકો મોટેથી બુમાબુમ કરવા લાગ્યા કે “એ વાવાઝોડું આવ્યું..” અને પછી તો…. વાંચો..!

રાજકોટના જેતપુર તાલુકામાં ગઈ કાલે સાંજના સમયે એક અજીબ ઘટના બની હતી. ગુલાબ વાવઝોડાની અસર સમગ્ર રાજ્યમાં ચાલતી હતી ત્યારે વાવાઝોડાના વંટોળએ ઘણા લોકોને અડફેટે લઈ લીધા છે. જેતપુરના રબારીકા રોડ પાસે ગુલાબ વાવઝોડાએ તબાહી મચાવી છે.

રબારીકા રોડ પાસે ઠેર ઠેર કારખાનાઓ આવેલા છે. ગુલાબ વાવાઝોડાનું વંટોળ અચાનક જ આ કારખાનાઓ આવી પહોચ્યું હતું. વંટોળની ઝડપ અને ઉંચાઈ એટલી બધી વધારે હતી કે તેના ચપેટમાં જે પણ આવે તેને ઉડાડી મુકે. કારખાના મુખ્યત્વે ડોમ બનાવીને બનાવામાં આવ્યા હતા.

આ ડોમના પતરાનું ફીટીંગ પણ સરસ હતું.પરતું વંટોળ એટલો મોટો અને વેગ પૂર્વક આવ્યો હતો કે આ પતરાને તો કાગળની જેમ ઉડાડી નાખ્યા. લોકો મોટેથી બુમાબુમ કરતા રહ્યા કે ભાગો વાવાઝોડું આવ્યું… વાવાઝોડું આવ્યું.. પરતું ભાગવાનો વેત પણ ન રહ્યો અને વાવાઝોડાએ સૌ કોઈને ચપેટમાં લઈ લીધા.

અંદાજે 30 થી 40 કારખાનાના પતરા કાગળની મારફતે હવામાં ઉડી ગયા હતા. પતરા ઉડીને ગમે ત્યાં નીચે પડતા હતા. જેમાં 3 કારીગરોને ઈજા પણ પહોચી છે.  પતારા ઉડીને નીચે પડતા ત્રણ કારીગરોને માથાના ભાગે ઇજા પણ પહોંચી હતી.

કારખાનાઓના પતરા ઉડી જતાં કારખાનાઓ ખુલ્લા થઈ ગયા અને સાથે વરસાદ પણ વરસતા કારખાનાઓનો ઘણો મુદ્દામાલ પલળી ગયો હતો. જ્યારે પાદરીયા ઉદ્યોગ નગરમાં આવેલ શગુન ડાઈંગ નામના કારખાનાની છત પર વીજળી પડતા છત ધરાશયી થઈ ગઈ હતી.

ગુલાબ વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે.ભારે વરસાદની શહેરના નદી કાંઠાના વિસ્તાર ફ્કીર વાડો, ગોંદરો અને ગોંડલ દરવાજા વિસ્તારના ઘરોમાં પાણી ઘુસી ગયા હતાં. હવામન વિભાગે ગુલાબ વાવાઝોડાની સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે તેવી આગાહી કરી હતી.

તેમાં આજે રાજકોટ શહેરના રબારીકા રોડ પર ચક્રવાત એટલે કે વંટોળીયો સર્જાયો હતો. જેના કારણે આ વિસ્તારમાં આવેલ આવેલ પાદરીયા, આતા અને સોમનાથ ઉદ્યોગ નગરમાં ત્રીસથી ચાલીસ જેટલા કારખાનાઓની છતના પતારા હવામાં કાગળ ઉડતા હોય તે રીતે આકાશમાં ઉડયા હતાં.

30 થી 40 કારખાનામાં મોટું નુકસાન : સાડીના કારખાનાઓમાં ભારે પવનના કારણે પતરા ઉડી ગયા હતા, જેથી કારખાનાની ઉપરની છત ખુલી પડી ગઈ હતી. અને તે વંટોળ ચાલ્યા ગયા બાદ ત્યાં ભારે વરસાદ પણ આવ્યો હતો. છત ખુલી હોવાના કારણે બધો વરસાદ કારખાનામાં આવતો હતો અને કારખાનામાં પડેલો માલસમાન પલળી ગયો હતો.

તેમાં મુખ્યત્વે સાડીના કારખાના હતા. તેથી મોટી રકમન મુદ્દામાલ પલળી જતા મોટું નુકસાન થયું છે. ફેક્ટરીના માલિકે જણાવ્યું છે કે આવો પવન તો તાઉ તે વાવાઝોડા વખતે પણ નોહ્તો ફૂંકાયો. આ પવનના લીધે અમારી ફેક્ટરી કારખાનાને મોટા પ્રામાણમાં નુકસાન થયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *