Breaking News

લોકો કહેતા કે, ‘ગામના પાદરે ભૂત થાય છે’ લોકોનો ડર કાઢવા સરપંચ એકલા અડધી રાત્રે જોવા ગયા અને જોઈ લીધું એવું કે મગજમાં તાવ ચડી ગયો..!

ગામડાની અંદર જીવન જીવતા લોકો એકદમ સુખ અને શાંતિ તેમજ રાજીખુશીથી જીવન જીવે છે, પરંતુ ગામના કેટલાક લોકો નાની નાની વાતોને પણ એટલી બધી મોટી બનાવી નાખે કે, જેનાથી અન્ય લોકોમાં પણ ફફડાટનો માહોલ સર્જાઈ જતો હોય છે. અત્યારે એક ગામમાં જ્યાં જુઓ ત્યાં ડરનો માહોલ જોવા મળ્યો હતો..

આ ઘટના દેહરા ગામની છે, જ્યાં રાત્રિના સમયે 11 વાગ્યા પછી લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી નાખતા હતા કારણ કે, ગામની અંદર એવી વાત ફેલાઈ હતી કે ગામના પાદરે ભૂત થાય છે અને જો રાત્રિના સમયે ગામની બહાર નીકળવામાં આવે તો આ ભુત તેને જકડી લે છે, જે વ્યક્તિ રાત્રે બહાર નીકળ્યું છે તે ફરી પાછું ઘરે આવ્યું નથી..

વગેરે જેવી બાબતો લોકોના મોઢેથી સાંભળવામાં આવી હતી, ગામના સરપંચ હોશ ગુમાવી બેઠા હતા કે, આખરે આ ગામની અંદર એવું તો શું થયું છે કે લોકોના મનમાં ડરનો માહોલ સર્જાઈ ગયો છે, એક દિવસ તેઓએ જીગર નાખીને અડધી રાત્રે ગામના પાદરે જોવા માટે ગયા કે, અહીં હકીકતમાં શું ચાલી રહ્યું છે..

ત્યારે ત્યાં તેઓ એવું દ્રશ્ય જોઈ લીધું કે, તેમને મગજમાં તાવ ચડી ગયો હતો. ગામના સરપંચ ઓધવજીભાઈએ અન્ય વ્યક્તિઓને જણાવ્યું કે આ ગામની અંદર કોઈપણ બહારના વ્યક્તિનો અધિકાર નથી આપણે બિન્દાસ અને રાજી ખુશીથી જીવન જીવવું જોઈએ. એના બદલે આપણે ડરી ડરીને જીવન જીવવાનો વારો આવ્યો છે..

આખરે આ ગામની અંદર એવું તો શું થયું છે, તેની આપણે તપાસ ચલાવી જોઈએ અને આ તપાસ કરવા માટે તેઓએ કેટલાક વ્યક્તિને તેમની સાથે આવવા માટે જણાવ્યું પરંતુ કોઈ વ્યક્તિએ તેમનો સાથ સહકાર આપ્યો નહીં. એટલા માટે અંતે ગામને બચાવવા માટે ઓધવજીભાઈ ખુદ અડધી રાત્રે ગામના પાદરે જોવા માટે ગયા હતા કે, શું આ ભૂતની વાત હકીકતમાં સત્ય છે કે નહીં..?

તેઓ જ્યારે પાદરે પહોંચ્યા ત્યારે પાણીની ટાંકીની પાછળના ભાગે થી સફેદ કલરના કપડાની અંદર લાંબા વાળ વાળી એક વ્યક્તિ ઊંધું માથું કરીને ઉભી હોય તેવી જોઈ લીધી હતી. આ જોતા જ તેમના હોશ ઉડી ગયા તેઓને ખૂબ જ ડર લાગ્યો છતાં પણ તે ઓ પોતાના ઘરે પરત ચાલી જવાને બદલે થોડીવાર ત્યાં ઉભા રહ્યા હતા..

એવામાં તો ત્યાં કોઈનો રડવાનો અવાજ પણ સંભળાવવા લાગ્યો હતો અને ધીમે ધીમે સફેદ કપડાવાળા આ વ્યક્તિ તેમની પાસે આવવા લાગી હતી એ વખતે અચાનક જ સરપંચમાં હિંમત આવી ગઈ અને તેઓ લાકડી લઈને સફેદ કપડા વાળી આ વ્યક્તિ ઉપર તૂટી પડ્યા હતા અને જોયું તો આ કોઈ ભૂત હતું નહી..

પરંતુ તેમના જ ગામમાં પાદર પાસે રહેતો એક યુવક હતો, તેની આ કાળી કરતુતો ખુલ્લી પડતાની સાથે સરપંચે તેને ગામના સૌ કોઈ લોકોની વચ્ચે અડધી રાત્રે રજૂ કર્યો અને કહ્યું કે, તમે જે લોકો ડરી રહ્યા હતા તે અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ તેમના જ ગામનો યુવક છે. અને તે શા માટે લોકોને ડરાવી રહ્યો હતો તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને જણાવ્યું કે..

ગામના પાદર પાસે રહેલી સરકારી જમીનને તે હડપવા માંગતો હતો, પરંતુ ગામના લોકો ક્યારેય પણ તેને આ બાબતમાં સાથ સહકાર આપવાના હતા નહીં, એટલા માટે તેને નક્કી કર્યું કે, ગામના લોકોને તે અહીંથી ડરાવીને અન્ય કોઈ જગ્યાએ રહેવા માટે મજબૂર કરી દેશે અને ત્યારબાદ ખાલી પડેલી આ ડરામણી જમીન ઉપર કબજો જમાવીને તે રાજી ખુશીથી જીવન જીવશે..

પરંતુ ગામના સરપંચે આ યુવકની પોલ ખુલ્લી પાડી હતી, આ ઉપરાંત ગામના ડરી ગયેલા લોકોએ તરત જ પોલીસ સ્ટેશનને પણ ફોન કરીને જણાવ્યું કે, આ યુવકે ગામના દરેક લોકોને ડરાવવાની કોશિશ કરી છે. તેની સામે ઘણા બધા લોકોએ ગુનો નોંધાવ્યો હતો. એટલો બધો આગળ વધી ગયો કે, ચારેકોર આ વાતની ચર્ચાઓ થવા લાગી હતી..

શરૂઆતમાં તો સૌ કોઈ લોકો ખૂબ જ ડરી ગયા હતા, પરંતુ જ્યારે હકીકત સામે આવે ત્યારે લોકો એકબીજાની સામું જોઈને હસવા લાગ્યા હતા. આ યુવક ગામના લોકોને ડરાવવા માટે લાઉડ સ્પીકર પણ ગોઠવ્યા હતા જેમાં કોઈ ડરામણી મહિલાની ચીખો અને રડવાનો અવાજ આવતો હતો. આ સાથે જ તે સફેદ કપડા પહેરીને લોકોને ડરાવતો અને લોકો ડરી જતા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *