દરેક ધંધામાં સુખ હોતું નથી. અમુક ધંધાઓ એવા હોય છે કે, જેમાં જીવના જોખમી કામ ધંધો કરવો પડતો હોય છે. ધંધો કરતી વેળાએ કેટલાય વ્યક્તિઓના આકસ્મિક બનાવો પણ છાશવારે સામે આવતા હોય છે. એવામાં વધારે બનાવ ગાંધીનગરના કલોલમાંથી સામે આવ્યો છે. જ્યાં નટ નગર વિસ્તારની અંદર ખૂબ જ કરુણ બનાવો બન્યો છે..
નટ નગર રેલવે વિસ્તારની પાછળ એક મકાનનું બાંધકામ ચાલતું હતું. આ બાંધકામમાં કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા. એવામાં બાંધકામને લગતા અન્ય સામાનોને લઈને પેડલ રીક્ષા લઈને બળદેવભાઈ નામના વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે પોતાની રિક્ષામાંથી તમામ સામાન નીચે ઉતાર્યો હતો.
અન્ય મજૂરો પોતપોતાનું કામ કરી રહ્યા હતા. એવામાં લોખંડની સીડી લગાવવા માટે ફેબ્રિકેશન વાળા વ્યક્તિ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. લોખંડની સીડી ખૂબ જ ભારે હોવાથી કામ કરતા મજૂરો અને પેડલ રીક્ષા ચાલક બળદેવભાઈ સહિતના લોકોને તેઓએ મકાનમાં સીડી ફીટ કરવાની માટે આવા કહ્યું હતું..
એટલા માટે સૌ કોઈ લોકો માનવતાના ભાગરૂપે ફેબ્રિકેશન વાળાની મદદએ પહોંચ્યા હતા. તેઓ પાંચ જણા ભેગા મળીને આ લોખંડની સીડી ઊભી કરી હતી. અને મકાનના ભાગે દિવાલ તરફ સીધી કર્યા બાદ તેને ફીટ કરી રહ્યા હતા. એવામાં લોખંડની સીડી ત્યાં પડેલા વીજ બોર્ડના સંપર્કમાં આવી હતી. જે વીજ બોર્ડમાંથી વીજ પ્રવાહ પસાર થતો હતો..
આ પ્રવાહ લોખંડની સીડી માંથી પણ પ્રવાહ વહેતો થયો જેને કારણે પાંચ મજૂરો કે જે લોખંડની સીડી પકડી હતી. આ તમામ વ્યક્તિના શરીરમાંથી આ કરંટ વહેતો થયો હતો. અને પાંચે પાંચ ત્યાને ત્યાં ચોંટી ગયા હતા. તેઓ વારંવાર જટકા ખાવા લાગ્યા હતા. આ બનાવને લઈને અન્ય લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા..
અને તાત્કાલિક વીજ પ્રવાહ બંધ કર્યો પરંતુ વીજ પ્રવાહ બંધ કરવામાં ખૂબ જ વાર લાગી ગઈ હતી. એવામાં પેડલ રિક્ષા ચાલક બળદેવભાઈનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું. તેઓ મદદ માટે આવ્યા હતા. અને તેમાં તેમનું મૃત્યુ થઈ જતા અન્ય મજૂરો શોકમાં ગરકાવ થયા છે. જ્યારે જ ચોંટી ગયેલા તમામ મંજૂરો ગંભીર હાલતમાં હોવાથી તેમને કલોલની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે..
જ્યારે બળદેવભાઈના પરિવારજનોને જાણ થશે કે, તેમના પરિવારના મોભીનું ચોટ લાગવાને કારણે મૃત્યુ થયું છે. ત્યારે તેમના પર આફતોના વાદળ ફાટી નીકળશે. આ બનાવને લઈને કલોલ પોલીસને પણ જાણ કરવામાં આવી છે. પોલીસ પણ ત્યાં તાત્કાલિક પહોંચી હતી અને જરૂરી તપાસ હાથ ધરી હતી. આ બનાવને લઈને અન્ય બાંધકામ કરતાં મજૂરો પણ ખૂબ જ ચેતી ગયા છે. અને ડગલેને પગલે કામ કરતી સાવચેતી વર્તવા લાગ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]