Breaking News

આનંદો : લોક રક્ષક દળ પરીક્ષાની જાહેરાત બહાર પડશે..! આ મહિનાથી શારીરિક કસોટી ચાલુ.. વાંચો..

ગુજરાતમાં સરકારી નોકરી માટે GPSC તેમજ LRD ( લોક રક્ષક દળ ) ની પરીક્ષાઓ માટે લાખો યુવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે. દરેક યુવાનના મનમાં ઈચ્છા હોય છે કે તે પોતે સરકારી અધિકારી બને અને રાજ્યના લોકો માટે સેવા કરે અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે યોગદાન આપે.

પાછળના પાંચ વર્ષથી સરકારી નોકરીની તૈયારીઓમાં ભરપૂર સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ દાખવી રહ્યા છે. તેમજ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હરીફાઈ નું પ્રમાણ પણ દિવસે દિવસે વધતું જાય છે. અનેક ઉમેદવારો સરકારી નોકરીની આશાએ પોલીસ કોન્સ્ટેબલની ભરતી ની પરીક્ષા ની રાહ જોઈ રહ્યા છે.

ત્યારે તેમના માટે એક ખુશીના સમાચાર આવ્યા છે કે, હમણાં જ લોકરક્ષક દળ ભરતી બોર્ડના અધ્યક્ષ પદે નિમણૂક થયેલ IPS હસમુખ પટેલે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે લોક રક્ષક દળ ની પરીક્ષાઓ ટૂંક સમયમાં જ જાહેરાત થશે.

ગુજરાતમાં ટોટલ 10,988 પોલીસની ભરતી કરવા માટે આ પરીક્ષાઓ યોજાશે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઉમેદવારો અને અનેક યુવાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક પ્રશ્નો વાત કરી રહ્યા હતા કે લોક રક્ષક દળ ની ભરતી ની જાહેરાત ક્યારે થશે?

ત્યારે આઇપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરીને જાહેરાત આપતા ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે..આઇપીએસ હસમુખ પટેલે જણાવ્યું છે કે લોકરક્ષક ભરતી ની જાહેરાત પૂર્વે ની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ટૂંક સમયમાં જ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે કે આ પરીક્ષા ક્યારે લેવાશે.

દિવાળી પછીના સમયમાં શારીરિક કસોટી શરૂ થશે તેવી શક્યતાઓ રહેલી છે. હસમુખ પટેલની આ ટ્વીટ્સ લોકો ટ્વીટર પર કૉમેન્ટ કરી રહ્યા છે. જેમાં ભરતીની પ્રક્રિયામાં અમુક સુધારા કરવાની માંગ પણ કરી રહ્યા છે. તેમજ 2018-19 ની ભરતી ને લઈને અનેક વાતો કોમેન્ટ કરવામાં આવી રહી છે.

અગાઉ પણ LRD પરીક્ષામાં પેપર લીક થયા તેમજ મહિલા અનામત ઠરાવ લઈને ઘણો વિવાદ સર્જાઇ ચૂક્યો છે. તેથી આ વખતે શાંતિ પૂર્ણ રીતે તમમા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે અને સારું પરિણામ મેળવે તેવી આશા રાખીએ છીએ…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *