Breaking News

લીલા ચણાના પોપટા શેકીને ખાતી વખતે બન્યો એવો બનાવ કે 2 વર્ષના દીકરાનો જીવ તાળવે ચોંટી ગયો, માં-બાપે રાત્રે 12 વાગ્યે દોડતા થયા..!

જ્યારે પણ લીલા ચણાની સીઝન આવે છે, ત્યારે લીલા ચણાના રસિકો તેને શેકીને ખાય છે. લીલા ચણાના પોપટા સ્વાદમાં આટલા બધા મીઠાં લાગે છે કે, એક વખત ખાવા બેસ્યા બાદ ઊભું થવાનું મન થતું નથી. પરંતુ આ લીલા ચણાના પોપટા શેકીને ખાતી વખતે એક એવો બનાવ બની ગયો છે કે, જેના કારણે માત્ર બે વર્ષના દીકરાનો જીવ તાળવે ચોંટી ગયો છે..

આ ઘટના ભીવાનીના ગીતાંજલિ વિસ્તારની છે. આ વિસ્તારમાં આવેલી ધનરાજ પાર્ક સોસાયટીના મકાન નંબર 35માં રહેતા ચંદ્રકાંતભાઈ તેમના પરિવાર માટે લીલા ચણા લારીએથી ખરીદીને લાવ્યા હતા. ચંદ્રકાંતભાઈને લીલા ચણાના પોપટા ખૂબ જ વધારે ભાવતા હોવાથી તેઓ વારંવાર લીલા ચણા ખરીદીને ઘરે લાવતા અને ઘરના ફળિયાની અંદર તાપણું કરી તેમાં લીલા શેકીને પરિવારજનો સાથે બેસીને ખાતા હતા..

પરંતુ એક દિવસે આ લીલા ચણાના પોપટા બે વર્ષના દીકરા માટે ખૂબ જ ભયંકર સાબિત થયા છે. તેઓ રાત્રિના લગભગ 11:30 વાગ્યા આસપાસ પરિવાર સાથે ફળિયામાં બેસીને તાપણાનો ભઠ્ઠો જમાવ્યો હતો અને ત્યારબાદ લીલા ચણાના પોપટા તેમાં શેકવા લાગ્યા હતા, અને ત્યારબાદ તેમને ખાવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી..

તેઓ જ્યારે લીલા ચણા ખાતા હતા. ત્યારે તેમના અન્ય કોઈ મિત્રોનો ફોન આવતો હોવાથી તેઓ ઘરની અંદર ચાલ્યા ગયા, જ્યારે તેમની પત્ની પણ બાથરૂમમાં ગઈ હતી અને આ તાપણાના ભઠ્ઠા પાસે માત્ર તેમનો બે વર્ષનો દીકરો ત્યાં એકલો બેઠો હતો અને ધીમે ધીમે તે આગળ વધવા લાગ્યો અને તાપણાના ભઠ્ઠાની ઉપર ચડી ગયો..

આ તાપણા નો તાપ આ બાળકને લાગી જતા તેના હાથ પગ અને કાન પાછળની ચામડી બનીને ખાખ થઈ ગઈ હતી અને જોર જોરથી તે ચીસા ચીસ કરવા લાગ્યો હતો. માતા અને પિતા બંને આ બાળકને રેઢો મૂકીને પોતપોતાના કામ માટે ચાલ્યા ગયા, જેને કારણે આ બાળક ઉપરથી ધ્યાન હટી ગયું અને તાપણાની અંદર આ બાળકની ચામડી બળી ગઈ હતી..

આ દીકરાની હાલત એટલી બધી ખરાબ થવા લાગી કે, જેની ન પૂછો વાત. દીકરાને લઈને રાતના બાર વાગ્યે તેના માતા પિતાને હોસ્પિટલે દોડતું પડ્યું હતું. કારણ કે તેનો દીકરો આ પીડાને સહન કરી શકતો હતો નહીં, અને તે ખૂબ જ રડતો હતો. તાત્કાલિક ધોરણે દવાખાને પહોંચ્યા અને ત્યાં હાજર રહેલા ડોક્ટરે સારવાર ચાલુ કરી હતી..

ડોક્ટરે જણાવ્યું કે નાના બાળકો દાઝના ઘા સહન કરી શકતા નથી. જો તમને વધારે પડતી પીડા થવા લાગે તો કદાચ તેમનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. તેમને તાત્કાલિક ધોરણે સારવાર આપવી પડશે, તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. માતા પિતાની આ ચૂકને કારણે આજે તેના દીકરાને હાથ પગ અને કાનના પાછળના ભાગની ચામડી મળીને ખાખ થઈ ગઈ છે..

સદનસીબે તેમનો જીવ બચી ગયો છે. પરંતુ માતા-પિતાનો હોશ છૂટી ગયા હતા. આ ઘટનાએ સૌ કોઈ લોકોને ખૂબ જ સારી શિખામણ પૂરી પાડી છે કે, જ્યારે પણ બાળક નાના અને અણસમજુ હોય છે. ત્યારે માતા-પિતા બંનેમાંથી કોઈ એક વ્યક્તિએ તેના ઉપર અખંડ નજર રાખીને બેસવું પડે છે..

અને તેમની દરેક કામગીરી ઉપર ડગલેને પગલે ધ્યાન આપવું પડે છે. નાના બાળકોનું ધ્યાન ખૂબ જ વધારે રાખવું પડતું હોય છે. જો સહેજ અમથી પણ ચૂક થઈ જાય તો આજીવન પછતાવાનો વારો પણ આવી જાય છે. કદાચ એ દિવસે જો ચંદ્રકાંતભાઈને તેમના મિત્રનો ફોન આવ્યો ન હોત તેમજ તેમની પત્ની બાથરૂમમાં ગઈ ન હોત તો આજે આ દીકરો હસતો ખેલતો હોત..

પરંતુ અત્યારે આ દીકરાની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના ડોક્ટરનું કેહવું છે કે, તેની સારવાર દરમિયાન બાળકની રિકવરીમાં ઘણો બધો સુધારો પણ થયો છે. છાશવારે એવી ઘટનાઓ ઘટતી હોઈ છે કે જેમાં નાના બાળકો અજાણતા કોઈ મોટી ઘટનાનો શિકાર બની જતા હોઈ છે, જે માં-બાપ માટે દુખદાયી સાબિત થઈ જાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *