લત્તા મંગેશકરની ઉંમર 92 વર્ષને પાર થઈ ગઈ છે. તેમના સુરીલા આવાજ લાખો કરોડો લોકોના દિલમાં વસે છે. લત્તાજીને કોરોના થયા બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.થોડા દિવસો પહેલા લતાજી ઠીક થઇ ગયા હોવાના સમાચારો આવતા ચાહકોમાં ખુશી વ્યાપી હતી પરંતુ હવે ફરીથી ચિંતાજનક સમાચાર આવ્યા છે.
થોડા દિવસ પહેલા લતાજીને વેન્ટીલેટર સપોર્ટ પરથી ઉતારી દેવામાં આવ્યા હતા પરંતુ આજે સમાચાર મળ્યા છે કે તેમની તબિયત ફરી બગડી છે. છેલ્લા 27 દિવસથી તેઓ વેન્ટીલેટર પર હતા. થોડા દિવસ પહેલા લતાજીને વેન્ટીલેટર સપોર્ટ પરથી ઉતારી દેવામાં આવ્યા હતા પરંતુ આજે તાજા જ સમાચાર મળેલા છે કે, લતાજીની તબિયત ફરીએક વાર લથડી છે અને તેથી તેમને ફરીએક વાર વેન્ટીલેટર સપોર્ટ પર લઇ લેવામાં આવ્યા છે.
સમાચાર મળ્યા બાદ દેશ વિદેશમાંથી લાખો કરોડો ચાહકો લતાજીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. મોટા મોટા અભિનેતાથી લઇને નેતાઓ સુધી દરેક વ્યક્તિ પ્રાર્થના કરી રહ્યા છે કે લતાજી જલ્દીમાં જલ્દી સાજા થઈ જાય તેઓ અત્યારેના સમયે ICUમાં દાખલ છે. તેમજ ડોક્ટરો સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખીને જ બેઠા છે. ડોક્ટરોની એક ટીમ તો લતાજીના સ્વાસ્થ્યને લઇને 24 કલાક તેમની સારવારમાં તહેનાત છે.
આ પહેલા પણ લતાજીએ પોતાના ટ્વીટર અકાઉન્ટથી તેમના પરિવારે એક મહત્વનું નિવેદન બહાર આપ્યું હતું કે, લતા મંગેશકરની તબિયતમાં પહેલા કરતા હાલ ઘણો વધારે સુધારો જોવા મળી રહ્યો છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, લતા દીદી બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ છે. તેમની સારવાર ખુબ સારી રીતે ચાલી રહી છે.
આજે સવારે તેમણે વેન્ટીલેટર પરથી હટાવીને ટ્રાયલ કરવામાં આવ્યું હતું. હાલ તેમની તબિયત સુધારા પર છે. પરંતુ હજુ પણ તેઓ ડોક્ટર પ્રતીત સમદાની અને ટીમના નિરીક્ષણ હેઠળ રહેશે. તમારી દુઆઓ માટે આભારી છીએ. લતા મંગેશકરને ગત આઠમી જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કોરોનાનો રિપોર્ટ પોઝીટિવ આવ્યા બાદ કેટલાય ચાહકો ખુબ નારાજ હતા. પરતું તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તબિયત વધુ બગડતા તેમને વેન્ટીલેટરનો સપોર્ટ આપી દેવામાં આવ્યો હતો. જોકે, છ-સાત દિવસ પહેલા તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. જોકે, તેમને રજા આપવામાં આવી ન હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]