Breaking News

લાશઘરમાં રાખેલી લાશ 7 કલાક પછી જીવતી થઈને ચાલવા પણ લાગી, હોશ ઉડાવી દે તેવી ઘટના

હકીકતમાં હાલના સમયમાં એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જે સાંભળતા જ આપડા હોશ ઉડી જાય.. થોડા દિવસ પહેલા એક વ્યક્તિની લાશનું અંતિમ સંસ્કાર વિધિ કરવા ગયા ત્યારે ખબર પડી કે આ લાશ કોઈક બીજા જ વ્યક્તિની છે. ત્યાર બાદ મૃતક વ્યક્તિના પરિવારજનોને મોટો હંગામો કર્યો હતો..

અત્યારે ઉત્તર પ્રદેશમાં મુરાદાબાદ વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જે સાંભળીને બે ઘડી તમે પણ ગહેરા વિચારમાં મુકાઈ જશો કે શું આ શક્ય છે કે નહિ? આટલી મોટી બેદરકારી કોઈ કેવી રીતે કરી શકે? હકીકતમાં 40 વર્ષનો શ્રીકેશ કુમાર અને તેનો પરિવાર ઉત્તર પ્રદેશના મુરાદાબાદ વિસ્તારમાં વસવાટ અને વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

શ્રીકેશ કુમાર પોતે ઈલેક્ટ્રિશિયન છે. તે સર્વિસ માટે એક જગ્યાએ થી બીજી જગ્યાએ પોતાની બાઈકથી અવરજવર કરે છે. પારણું એક દિવસ સાંજે તેઓએ વિચાર્યું પણ નહી હોઈ કે મારી સાથે અકસ્માતનો બનાવ બનાવાનો છે. તે જયારે સર્વિસ પૂરી કરીને સાંજે ઘરે આવતા હતા ત્યારે બીજા કોઈ બાઈક ચાલકે ટક્કર મારી દીધી હતી.

જેના કારણે શ્રીકેશ કુમાર ઘટના સ્થળે જ બેભાન થઈ ગયા હતા. તેથી તેને તે જિલ્લાની હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોકટરે તપાસ બાદ જણાવ્યું કે શ્રીકેશ કુમારનું મોત થયું છે. આ સાંભળતા જ તેના પરિવાર પર શોકના વાદળો છવાઈ ગયા હતા.

ડોકટરે કહ્યું કે અકસ્માતનો બનાવ છે એટલા માટે પોસ્ટમોર્ટમ કરવું પડશે જે બીએ દિવસે સવારે જ શક્ય બનશે. તેથી શ્રીકેશ કુમારની લાશને શબઘરમાં ફૂલ ઠંડા તાપમાનની વચ્ચે રાખવામાં આવી હતી. બીજા દિવસે જયારે બોડીને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી ત્યારે શ્રીકેશ કુમારની ભાભીએ જોયુ કે શ્રીકેશ કુમારનો હાથ હાલે છે.

નક્કી તેનામાં હજુ પણ જીવ છે. શરૂઆતમાં તો સૌ કોઈએ તેની વાત નકારી કાઢી હતી. પરંતુ બીજી વાર પણ હાથ હાલતો દેખાયો હતો તેથી ડોકટરે ફરીવાર તપાસ કરવા જણાવ્યું હતું. તપાસ બાદ ડોકટરને પણ પરસેવો વળી ગયો કે આ કેવી રીતે પોસીબલ છે? કારણકે તેઓની તપાસમાં જણાયું હતું કે હકીકતમાં શ્રીકેશ કુમાર જીવિત છે.

તેનામાં હજુ પણ જીવ હતો. હોશ આવતા જ તરત થોડી જ વારમાં તો તે સ્ટ્રેચર પરથી ઉભો થઈને ચાલવા પણ લાગ્યો હતો. ડોકટરે તપાસ બાદ જણાવ્યું કે હવે તેને કોઇપણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. તે બિલકુલ સ્વસ્થ છે. માત્ર ને માત્ર ડોક્ટરની એક ખોટા નિર્ણયના લીધે જીવિત માણસને મૃત જાહેર કરી દેવો તે કેટલું યોગ્ય છે?

હકીકતમાં જો શ્રીકેશ કુમારની ભાભીની નજર તેના હાથ પર ન પડી હોત તો આજે શ્રીકેશ કુમારની જીવતા પોસ્ટમોર્ટમ થઈ જાત. આ ઘટના પછી સૌ કોઈ લોકોએ હંગામો મચાવી દીધો હતો અને તપાસ કરીને ખોટો નિર્ણય જાહેર કરનાર ડોક્ટર સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *