Breaking News

લાલ મરચાની આવકથી સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ છલકાયા, ભાવ આસમાનની ઉંચાઈએ અડકતા APMCએ લીધો મોટો નિર્ણય..!

આ વર્ષે ખેડૂતોને માર્કેટયાર્ડમાં દરેક પાકોના ભાવ ખૂબ સારા મળી રહ્યા છે. કારણ કે કુદરતી આફતો જેવી કે વાવાઝોડા, માવઠા, તોફાની ચક્રવાત તો ના લીધે દરેક પાકનું ઉત્પાદન ખેતરોમાં ખૂબ ઓછા પ્રમાણમાં થયું છે. તેમજ માર્કેટમાં દરેક પાકોની માં ખૂબ વધારે બોલાતા દરેક પાક ના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે..

અમુક અમુક વાતો તો અત્યાર સુધીના સૌથી વધુ બ્રેકિંગ સપાટી પર પહોંચી ગયા છે. હાલ સૌરાષ્ટ્રમાં લાલ મરચાનું ઉત્પાદન થયું છે, જેના પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટ યાર્ડોમાં લાલ મરચા ની સારી આવક થઈ રહી છે. રાજકોટના ગોંડલ સહિતના માર્કેટયાર્ડમાં મરચાની વધારે પડતી આવ્યા બાદ જામનગરના હાપા માર્કેટ યાર્ડ તેમજ મોરબી, ઉના, વિસાવદર, ભાવનગર, બોટાદ ,અમરેલી ,ગઢડા, મહુવા વગેરે જેવા માર્કેટયાર્ડમાં લાલ મરચાની આવક ખૂબ વધારે પ્રમાણમાં થઈ રહી છે.

લાલ મરચાનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીમાં ખૂબ ઓછું છે. પરંતુ આ વર્ષે ભાવો પણ ખૂબ ઊંચા બોલાઇ રહ્યા છે. રાજકોટની આસપાસના વિસ્તારોમાં લાલ મરચાનું ઉત્પાદન ખૂબ વધારે પ્રમાણમાં થયું છે. તેથી રાજકોટ અને જામનગરના માર્કેટયાર્ડોમાં લાલ મરચાંની આવક ખૂબ વધી ગઈ છે…

આવક એટલી બધી વધી ગઈ છે કે માર્કેટયાર્ડમાં મરચા ને સમાવવા માટે પુરતી જગ્યા મળી રહી નથી. જેના પગલે આગામી વેચાણ બંધ કરવામાં આવ્યું છે. ખેડૂતોને બે અઠવાડિયા સુધી વેચાણ કરવા માટે લાઈનમાં રહેવું પડે છે. સમગ્ર ગુજરાતના ખેડૂતો જામનગર અને રાજકોટ જિલ્લાના માર્કેટયાર્ડોમાં લાલ મરચાનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે.

કારણ કે અહીં લાલ મરચાનો સૌથી વધુ ભાવ મળી રહ્યો છે. આ માર્કેટ યાર્ડમાં છેલ્લા એક મહિનાથી લાલ મરચાંની આવક શરૂ થઇ હતી જે અત્યાર સુધીમાં ૩૦ હજારથી પણ વધારે ભારીની આવક થઈ ગઈ છે. એક જ દિવસમાં ૧૧ હજાર બોરીની આવક થઈ છે. જેના પગલે નવી આવક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે…

કારણકે માર્કેટયાર્ડમાં મરચાને સમાવવા માટે જગ્યા મળતી નથી. હાલ સુકા મરચાનો ભાવ એક મણના રૃપિયા 800 થી લઈને 4000 રૂપિયા સુધી મળી રહ્યો છે. જે ખુબ સારો ભાવ ગણી શકાય છે. સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં મરચાની ખૂબ વધારે પડતી આવક ને જોતા મરચાનું વાવેતર કરનાર ખેડૂતો ખૂબ ખુશ થઈ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *