Breaking News

લગ્નની સીઝન આવે એ પહેલા સોનાના ભાવમાં મોટી ઉથલ પાથલ, વાંચો આજનો તાજો ભાવ..!

આજકાલ સોના-ચાંદીના ભાવ ની ચર્ચા ચારેય તરફ ચાલી રહી છે. સોનાનો ભાવ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે પરંતુ ધનતેરસ ના સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હવે દિવાળી નો સમય પૂરો થતાં ધીમે ધીમે લગ્નની સીઝન નજીક આવી રહી છે.

ત્યારે સોના અને ચાંદીના ભાવમાં પાછો વધારો જોવા મળ્યો છે. લગ્નની સિઝન પહેલા સોના-ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળે છે. ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં ઘણો વધારો જોવા મળ્યો છે. હાલના સમયમાં સોનુ 49 હજાર પ્રતિ ગ્રામ કરતા પણ મોંઘુ થઈ ગયું છે. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ ૬૬ હજાર રૂપિયા સુધી આવીને અટક્યો છે.

ગઈકાલે સોનાના ભાવમાં 770 રૂપિયાના વધારા સાથે સોનુ 49150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પાસે આવીને અટક્યો છે. જ્યારે બે દિવસ પહેલા સોનાનો ભાવ 48371 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ગઈકાલે ચાંદીના ભાવમાં 1792 રૂપિયાનો વધારો થઈને 66348 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.

તેમજ બે દિવસ પહેલા તેમજ ચાંદી નો ભાવ બે દિવસ પહેલા 64556 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યો હતો. બે દિવસ પહેલા માર્કેટમાં 24 કેરેટ શુદ્ધ સોનું પ્રતિ 10 ગ્રામ 49140 રૂપિયા, 23 કેરેટ સોનુ પ્રતિ 10 ગ્રામ 48943 રૂપિયા, 22 કેરેટ સોનું 45012 રૂપિયા, 18 કેરેટ સોનુ 36855 રૂપિયા તેમજ 24 કલાક 14 કેરેટ સોનાનો ભાવ 28747 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો.

સોનાના આટલા વધુ ભાવ છતાં પણ સોનુ મહત્તમ કિંમત કરતા 7060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જેટલું સસ્તું વેચાઈ રહ્યું છે. કારણકે વર્ષ ૨૦૨૦ના ઓગસ્ટ મહિનામાં સોનુ પોતાની મહત્તમ કિંમત 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જેટલા સ્થળે પહોંચ્યું હતું જે અત્યાર સુધીના સમયની સોનાની સૌથી મહત્તમ કિંમત જોવા મળે છે.

આ ઉપરાંત ચાંદી પણ પોતાના મહત્તમ કિંમત કરતા લગભગ 13721 રૂપિયા પ્રતિ કિલો જેટલી સસ્તી વેચાઈ રહ્યું છે, કારણ કે ચાંદી નો સૌથી મહત્તમ ભાવ 79980 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *