લગ્નની સિઝનમાં સગા સંબંધીઓને આમંત્રણ આપવાની જૂની પરંપરા અનેક વર્ષોથી ચાલતી જ આવે છે પરિવારના લોકો સાથે લગ્ન પ્રસંગમાં સગા સ્નેહીઓ અને ગામના લોકોને પણ આમંત્રણ પાઠવવામાં આવતું હોય છે અને લોકો પોતાના વ્યવહારને સાચવવા માટે અને લગ્નની ખુશી ને માણવા માટે પ્રસંગમાં પોતાની હાજરી પણ આપતાં હોય છે.
આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં આકર્ષણનું કેન્દ્ર આવજો બનવા પામ્યો હોય તો તે છે જમણવાર નો કાર્યક્રમ લોકો વિવિધ ભાત-ભાતના ભોજનો મહેમાનોને જમાડવા માટે ઉત્સુક રહેતા હોય છે અને તેમાં ખૂબ મોટા પાયે ખર્ચ પણ કરી નાખતા હોય છે. લગ્નના જમણવારમાં પ્રખ્યાત કેટરસ ના લોકોને ભોજન ની જવાબદારી સોંપવામાં આવતી હોય છે,
ત્યારબાદ જેમના લગ્ન થતા હોય છે તેમને અને તેમના કુટુંબીજનોને કોઈપણ પ્રકારની ચિંતા રહેતી હોતી નથી પરંતુ આ કેટરસ ના લોકો ઘણી વખત બે જવાબદારી પૂર્વક કાર્ય કરતા ઝડપાતા હોય છે અને તેના કારણે ખૂબ જ ગંભીર પરિણામો સામે આવતા હોય છે ક્યારેક ક્યારેક તો વ્યક્તિને હોસ્પિટલ સુધીના દરવાજાઓ સુધી પહોંચવાના વારા ભોજન લીધા બાદ આવતા હોય છે.
હાલમાં એવા જ પ્રકારની ઘટના સામે આવી છે આ ઘટના સુરતમાં બનવા પામી છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં પણ એક ગામના વિસ્તારમાં એક સાથે બસ્સો વ્યક્તિઓને માત્ર છાશ પીવા ના કારણે દાખલ કરવામાં આવ્યા હતા, હાલમાં જ ઘટના બની છે તે કતારગામ પાસે બનવા પામી છે કતારગામના ઘનશ્યામ પાર્ક માં લગ્ન પ્રસંગમાં ખુબ સુંદર આયોજન થયું હતું,
જેમાં નિત્યાનંદ નામક ફાર્મમાં અંદાજીત 1500 જેટલા વ્યક્તિઓને ભોજન પણ આયોજિત કરવામાં આવ્યું હતું આયોજન મુજબ તમામ પંદરસો વ્યક્તિઓએ એક સાથે ભોજન પણ લીધું હતું અને આ ભોજન લેતાની સાથે જ લગ્ન પ્રસંગમાં જમણવાર પત્યા બાદ આમંત્રણને માન આપીને આવેલા લોકોને તબિયત અચાનક જ બગડવા લાગી અને ધીમે ધીમે કરતાં 500 લોકોફુડપોઇઝીંગ નો શિકાર બન્યા બાદ,
લોકોને અલગ અલગ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે દાખલ કરવામાં આવ્યા હતા એક સાથે આટલી મોટી સંખ્યામાં ઘટના બનતાની સાથે જ આરોગ્ય તંત્ર પણ સફાળો બેઠો થઈ ચૂક્યું હતું ભોજનની જવાબદારી રાજ કેટરર્સ ને આપવામાં આવી હતી અને તેમને જમણવારનો સંપૂર્ણ વર્ણન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે લગ્ન પ્રસંગમાં કેટલાય મહેમાનો બહારના ગામથી પણ આવ્યા હતા,
તેના કારણે બહારગામથી આવેલા મહેમાનોને પણ તબિયત બગડવા પામી હતી ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે લગ્ન સ્થળ પર જઈને તાત્કાલિક ધોરણે opd શરૂ કરી હતી આરોગ્ય અધિકારી ખુદ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા ભોજન સમારંભમાં વપરાયેલ તમામ વાનગીઓ ના નમૂના લઇને તેને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા,
આ ઉપરાંત 92 લોકોને ફુડ પોઈઝનીંગ થયું હતું તેમાંના 42 લોકોને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ તમામ કાર્યને પાર પાડવા માટે કોર્પોરેશને જુદી-જુદી સાત ટીમોને કામે લગાડી હતી અને આ બારણું લોકોને તો ઝાડાઊલટી થવાને ફરિયાદો પણ સામે આવી હતી આ ઉપરાંત આર ટી સી કટર્સ હતું તે જગ્યા પણ હાલ સીલ કરવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]