સુરતમાં હત્યાના બનાવમાં ધીમે વધતા જાય છે. રોજ એવા કેટલાક કિસ્સાઓ સામે હોય છે કે જેમાં નાના ઝઘડા ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે. અને અન્ય એવું પગલું ભરે છે કે, જેના કારણે સમગ્ર પરિવાર ના મોઢા ફાટેલા રહી જાય છે. સુરતમાં એક એવો ચોંકાવનારો કિસ્સો બન્યો છે…
સુરતના કીમગામમાં આવેલી પંચવટી સોસાયટીમાં એક મહિલાની લો.હી.થી લથ.બથ થી લાશ મળી આવી છે. પંચવટી સોસાયટીમાં રહેતી મહિલા કિરણ ના લગ્ન છ મહિના પહેલા જ હરિશ્ચંદ્ર સાથે થયા હતા. તેમનું લગ્નજીવન શરૂઆતમાં તો ઘણું સારું ચાલી રહ્યું હતું. પરંતુ ધીમે ધીમે નાની નાની બાબતમાં ગેરસમજણ ઉભી થતા…
તેઓના વચ્ચે નાના મોટા ઝઘડા ચાલતા હતા જેના કારણે કિરણ તેના માતા-પિતાના ઘરે પંચવટી સોસાયટીમાં આવી ગઈ હતી. હરિશ્ચંદ્ર કોઈ કામ ધંધો કરતો ન હતો. અને તે ઘણા દિવસોથી ગાયબ હતો. ગઈકાલે રાત્રે હરિશ્ચંદ્ર કિરણના ઘરે આવ્યો હતો તેણે આખી રાત ત્યાં વિતાવી હતી…
સવારમાં કિરણ ના માતા પિતાએ જોયું તો રૂમની બહાર તાળું લાગેલું હતું. આ જોઈને તેને નવાઈ લાગી કે, અમારા ઘરમાં અંદરના રૂમમાં તાળું કોણે માર્યું હશે. તપાસ કરતાં જણાયું કે, કિરણ નો પતિ હરિશ્ચંદ્ર રુમની બહારથી તાળુ મારીને ફરાર થઇ ગયો છે. કિરણ ના માતા પિતા એ દરવાજો તોડીને જોયું તો તેઓ હક્કાબક્કા રહી ગયા હતા…
કારણ કે તેમની નજર ની સામે લો.હીના ખાબોચિયામાં તેમની જ દીકરીની લાશ પડી હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના પડોશીઓ તરત જ દોડી આવ્યા હતા અને સોસાયટીમાં અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો હતો, પરિવારે તરત જ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.
તેમજ પરિવાર એ તેમના જમાઈ હરિશ્ચંદ્રને ઉપર આ મહિલાની હત્યાનો આરોપ લગાવ્યો છે. પરંતુ હકીકતમાં શાના કારણે બની તે ચોક્કસપણે જાણી શકાયું નથી. પરંતુ ઘરેલું કંકાસને કારણે આ ઘટના બનવા હોવાનો પ્રાથમિક અહેવાલ મળ્યો છે. કિરણ ને તીક્ષ્ણ હથિ.યારના ઘા મારીને હ.ત્યા થઇ હોવાનું જણાયું છે.
લગ્નના માત્ર છ જ મહિનામાં એવું તો શું બન્યું હશે કે કિરણ ના પતિ હરિશ્ચંદ્ર તેને સાવ પતાવી દેવા પર ઉતરી આવ્યો હતો. આ બાબત જાણવા સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે. કિરણના પરિવાર પર ખુબ મોટું દુખ આવી પડ્યું છે. કિરણના માતા-પિતા ખુબ જ રડી રહ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]