પતી અને પત્ની વચ્ચેના ઝગડાઓ વારંવાર ચર્ચામાં આવતા હોઈ છે. પરંતુ તે બધા ઝઘડા આજે અમે જે ઝગડાની વાત કરવાના છીએ તેની સામે સાવ સામાન્ય છે. કારણકે આ ઘટના વાંચીને ભલભલા લોકોના હોશ ઉડી જશે. હકીકતમાં આ ઘટના સાણંદ વિસ્તારની છે, જ્યાં પતિએ તેના લગ્નના માત્ર 4 જ દિવસમાં પોતાની પત્નીની બેરેહમીથી મોતને ઘાટ ઉતારી દીધી છે.
મૂળ કચ્છ જીલ્લાના રાપર ગામના રહેવાસી હિતેશ નામનો યુવક આજથી ચાર દિવસ પહેલા જ હંસા નામની મહિલા સાથે પરણ્યો હતો. નવા નવા લગ્ન કરીને તે ચાર દિવસ અગાઉ જ સાણંદ ખાતે ભાડે મકાન રાખીને રહેવા આવ્યા હતા. નવું જોડકું ખુબ ખુશીથી જીવન વિતાવશે તેવું સમજીને તેમના માં-બાપે તેમને સાણંદ મોકલ્યા હતા.
પરંતુ હજી તો આ બંને યુગલોના જીવનની શરૂઆત થઈ હતી ત્યાં તો અંત આવી ગયો છે. પતિએ પત્નીના મોબાઈલમાં એવું તો શું જોઈ લીધું કે જેના લીધે આવેશમાં આવીને કે પછી બીજા કોઈ અન્ય કારણોસર પતિએ પોતાની પત્નીની કરપીણ હ,ત્યા કરી નાખી છે. જેના પગલે સમગ્ર સાણંદ વિસ્તારમાં અરેરાટી ભર્યો માહોલ વ્યાપી ગયો છે.
પતિ તેની પત્નીનું માથું ધડથી અલગ કરી નાખીને ફરાર થઈ ગયો છે. હાલ સાણંદ પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે. ખાનગી કંપનીમાં સિક્યોરિટી તરીકે નોકરી કરનારા હિતેશ નામના વ્યક્તિએ ક્રૂરતાની તમામ સીમાડાઓ વટાવી નાંખ્યા છે.
હંસા નામની પોતાની પત્નીને કોઈ તિક્ષણ હથિયાર વડે માથું ધડથી અલગ કરી નાખીને મોતને ઘાટ ઉતારી દીધી છે. બીજી તરફ પોલીસ તપાસમાં બનાવ સ્થળના આસપાસના લોકોના નિવેદન લીધા તેમાં જાણવા મળ્યું છે કે, બનાવના થોડા દિવસ એટલે કે ચારેક દિવસથી આ લોકો આ જગ્યા પર રહેવા આવ્યા હતા.
ત્યારે પોલીસને પણ બનાવ સ્થળના વિઝીટી દરમ્યાન પરિસ્થિતિ જોતા કમકમાટી ઉઠી ગઈ હતી. પોલીસનું માનવું છે કે, આરોપી પતિએ આ મર્ડર ખૂબ શાંતિપૂર્વક કર્યું છે. પરંતુ હવે બીજા ખુલાસા અને કારણ તો ત્યારે જ ખબર પડશે કે શા માટે આરોપી હિતેશે આ અરેરાટીભર્યું કૃત્ય આ કૃત્ય આચર્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]