Breaking News

લગ્નના 4 જ મહિનામાં પતિએ અડધી રાત્રે પત્નીનું ગળુ દબોચીને કરી હત્યા, કારણ છે ભલભલાને હચમચાવી દે તેવું.. વાંચો..!

મોટા ભાગના ઘરેલુ ગુનાઓ ગેર સમજણ અથવા વિશ્વાસની કમીના કારણે ઉત્પન્ન થતા હોઈ છે. જો એકબીજા પ્રત્યેનો વિશ્વાસ વધી જાય તેમજ ગેરસમજણ દુર થતી જાય તો ગુનાઓ ધીમે ધીમે ઘટી શકે તેમ છે. કોઈ વ્યક્તિ પર સમજ્યા અને જોયા વગર જ શંકા કરવી એ મગજ અને કાનનું ઝેર ગણવામા આવે છે.

શંકા એ એવી વસ્તુ છે કે તેના લીધે ઘણા સંબંધો અને કુટુંબોને બરબાદ કરી નાંખે છે. આવી જ એક ઘટના રાજકોટ જિલ્લામાં બની છે. રાજકોટના જસદણમાં એક પતિને તેની નવી નવેલી પત્ની ઉપર શંકા ગઈ કે તેને કોઈ સાથે સંબંધ છે. બસ આજ વાતને લઈને પતિના મનમાં પોતાની જ પત્ની વિષે ખુબ ગેરસમજણ ઉભી થઈ હતી.

ઘટના રાજકોટ જિલ્લાના જસદણની છે. જ્યાં એક પતિએ તેની પત્નીને બીજા સાથે સબંધ છે તેની શંકા રાખીને તેની ગળું દબાવીને હત્યા કરી છે. જસદણના ગઢડીયા રોડ પર અહેમદશા બચુભા પઠાણ તેના પરિવાર સાથે રહેતો હતો. તેના લગ્ન થયા એના 4 મહિના જ થયા હતા.

આટલા જ સમયમાં ઘરમાં એવી ઘટના બની ગઈ કે જેના કારણે સમગ્ર પરિવારને નીચું નમવાનો વારો આવ્યો છે. લગ્ન બાદ બંને પતિ પત્ની વચ્ચે ઝગડાઓ શરુ જ રેહતા હતા. એકવાર પતિ પત્ની બંને જ્યારે તેમના બેડરૂમમાં હતા અને તેઓ ઝગડો કરી રહ્યા હતા. તેનો ઝઘડો બહાર સૂતેલા તેના માતા પણ સાંભળતા હતા. પરંતુ પતિપત્ની વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો છે તેની ખબર તેમને ન હતી.

થોડી વાર બાદ અહેમદશાએ રૂમમાથી બહાર આવીને માતાને કહ્યુ કે, તેણે પત્નીની હત્યા કરી છે. ઝગડાથી ઉશ્કેરાયેલ પતિએ તેની પત્નીને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. પતિએ આપો ખોઈ બેસીને પોતાની જ પત્નીની હત્યા કરી હતી. ત્યાર બાદ તરત જ અહેમદશા પઠાણ જસદણ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો અને પોતે કરેલ પત્નીની હત્યા અંગે પોલીસને જાણ કરી હતી.

જસદણના રહેવાસી એવા એહમદશા બચુભા પઠાણના લગ્ન ભાવનગર જિલ્લાના રંઘોળા પાસે આવેલ ગડુલા ગામે આશિયા નામની યુવતી સાથે 4 મહિના પહેલા થયા હતા. હજુ લગ્ન જીવનન માત્ર 4 મહિના જ થયા હતા, આશિયાના અને એહમદશા એકબીજાને પૂરતા ઓળખી પણ નહોતા શક્યા, ત્યારે જ એહમદશાએ પત્ની આશિયાનાની હત્યા કરી હતી.

ઘણા દિવસોથી એહમદશાને તેની પત્ની બીજા અન્ય પુરુષ સાથે વાત કરે છે તેની શંકા હતી. એહમદશાને પત્ની આશિયાના મોબાઈલ ઉપર સતત કોઈ બીજા સાથે વાત કરતી હોવાની વાતને લઈને મગજમાં ગુસ્સો ભરાઈ ગયો હતો, ત્યારે રાત્રે પત્ની આશિયાના સાથે આ બાબતે ઝગડો થયો હતો અને તેણે પત્નીની હત્યા કરી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *