Breaking News

કોલેજના લેડીઝ ટોઇલેટમાંથી મોબાઈલ લઈને બહાર નીકળતા પટ્ટાવાળાને જોઈને અંદર તપાસ કરી તો દેખાયું એવું કે ભલભલાના ડોળા ફાટી ગયા, આવા લોકોથી ચેતજો..!

મહિલાઓની સુખાકારી અને સુરક્ષાનો પ્રશ્ન દિન પ્રતિ દિન દરેક લોકો માટે માથાનો દુખાવો સાબિત થતો હોય તેવું લાગી રહ્યું છે. શહેરનું તંત્ર આવી ગુનાખોરીઓને ડામવા માટે ઘણા બધા પ્રયાસો કરે છે. છતાં પણ કેટલાક નરાધમ લોકો પોતાના મનમાં રહેલા ખરાબ વિચારોને કારણે ન કરવાના કારનામાંઓ કરી બેસે છે..

અને પોતાની ઈજ્જતના કાંકરા કરી નાખતા હોય છે. અત્યારે મુરાદાબાદની એક કોલેજના લેડીસ ટોયલેટની અંદરથી હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. મુરાદાબાદ વિસ્તારમાં આવેલી કેજીકે કોલેજમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એક દિવસ મહિલા પ્રોફેસરે પોતાની નજરથી જોયું કે, કોલેજના મહિલા શૌચાલયની અંદરથી પટાવાળો એક યુવક મોબાઈલ ફોન લઈને બહાર નીકળી રહ્યો છે..

બસ આ દ્રશ્યો પોતાની સાથે જ તેઓને શંકા જવા લાગી હતી. પરંતુ એ વખતે તેઓએ આ ઘટનાને નજર અંદાજ કરી દીધી હતી. જ્યારે બે કે ત્રણ દિવસ બાદ ફરીવાર આ પટાવાળા વ્યક્તિને પોતાનો મોબાઈલ ફોન લઈને ટોયલેટની અંદર પ્રવેશ કરતો જોયો એટલે મહિલા પ્રોફેસરની શંકા સત્યમાં પરિવર્તન પામી હતી..

અને તેણે આ પટ્ટાવાળાનો પીછો કર્યો હતો અને મહિલા ટોયલેટની અંદર ઘૂસી ગયા હતા અને ત્યાં તેઓએ જોયું કે પટાવાળો આ યુવક પોતાના મોબાઈલ ફોનમાં કેમેરો શરૂ કરીને કોલેજના ટોયલેટના ઉપરના ભાગે પોતાનો મોબાઈલ ફોન ગોઠવી રહ્યો છે. આ ટોયલેટ ની અંદર કોલેજમાં ભણાવનારા તમામ મહિલા શિક્ષકો અવર-જવર કરતા હોય છે..

આ ઉપરાંત કોયલાજમાં ભણતી વિદ્યાર્થીનીઓ પણ આ ટોયલેટનો સહારો લે છે અને આ ટોયલેટની અંદર આ પટાવાળા યુવકે પોતાનો મોબાઈલ ફોનનો કેમેરો ગોઠવી દીધો હતો. જેથી તે તમામ ખરાબ હરકતોની ફૂટેજ મેળવી શકે, મહિલા પ્રોફેસરએ પોતાની નજરથી આ તમામ ઘટનાઓ જોતાની સાથે જ તેઓ હચમચી ગયા હતા..

અને આસપાસના દરેક લોકોને ત્યાં એકઠા કરી દીધા હતા. ત્યારબાદ તેઓએ પટાવાળા તરીકે કોલેજની અંદર કામ કરનાર રાજેશકુમાર નામના વ્યક્તિને પકડીને પોલીસ સમક્ષ રજૂ કરી દીધો હતો. પોલીસે આ વ્યક્તિને પકડી પાડ્યો અને તેની પાસેથી મોબાઇલ ફોન પણ મેળવી લેવામાં આવ્યો હતો..

જ્યારે તેના મોબાઇલમાં તપાસ કરવામાં આવી તો સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. કારણ કે તેણે ઘણા બધા વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરીને રાખેલા હતા. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને જણાવ્યું કે, તેણે માત્ર વિડિયો ઉતાર્યા છે. પરંતુ આ વીડિયોને એક પણ જગ્યાએ તેણે શેર કર્યા નથી..

તે પોતાની મનમાં એવી બધી ખરાબ વિચારધારાઓ ધરાવતો હતો કે, આવા લોકોને તાત્કાલિક ધોરણે સમાજના વ્યક્તિઓથી દૂર રાખવા જોઈએ કારણકે જૂની કહેવત મુજબ એક સડેલું ફળ આખા ટોપલામાં રહેલા ફળને બગાડી નાખે છે. એ મુજબ આવા લોકોને તરત જ પકડી પાડીને કડકમાં કડક સજા આપવી જોઈએ કારણ કે તેણે મહિલાઓને સન્માનને ઠેસ પહોંચાડી છે..

પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. હાલ તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં ઉભેલા કેટલાક લોકો કહેવા લાગ્યા કે, હવે જાહેર શૌચાલય તેમજ મહિલાઓ માટે ખાનગી જગ્યાઓ પણ હવે સુરક્ષિત રહી નથી. દિન પ્રતિદિન જ્યારે આવી ઘટનાઓ સામે આવવા લાગી છે. ત્યારે ભારે હોબાળો મચી જવા પામ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *