Breaking News

લારીની પાણીપૂરી ખાતા જ 25 લોકો અડધી રાત્રે દોડતા થયા હોસ્પિટલ ભેગા, અચાનક જ થવા લાગ્યું એવું કે જીવ થયો અધ્ધર..!

કેટલાક લોકો બહારનું તીખું તમતમતું ખાવાના ખુબ જ શોખીન હોઈ છે. જીભને તીખું અને ચટાકેદાર વસ્તુ અડે તો જ કઈક ખાધુ હોઈ તેવું લાગે તેવું વિચારવા વાળા લોકો ખાણી-પીણીની લારીએ લાંબી લાઈનો લગાવે છે. લારી પર જો આરોગ્યનું ધ્યાન રાખવામાં ન આવતું હોઈ તો ત્યાંથી રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય રહે છે..

બિલ્હા વિસ્તારના દેવકીરી પાસે પાણીપુરીની એક લારી ઉપર કેટલાક લોકો પાણીપૂરી આરોગી રહ્યા હતા. આ લારી ઉપર રોજ રોજ ખુબ જ વધારે લોકની ભીડ ઉમટી પડે છે. કારણ કે આ લારી પર પાણીપૂરીનો ટેસ્ટ સૌથી સારો મળતો હોવાની માહિતી સામે આવી છે. પરતું આ લારી પરથી પાણીપૂરી ખાધા બાદ બીજા દિવસે લોકો હોસ્પિટલ ભેગા દોડતા થયા છે..

જેમાં એક બાળકીનું મોત પણ થયું છે. માહિતી મળી એ મુજબ આ પાણીપૂરી ખાવાથી કુલ 25 કરતા વધારે લોકો હોસ્પીટલે દોડતા થયા છે. પાણીપૂરી ખાનારા તમામ લોકોને ફૂડ પોઈસનીંગ થઈ ગયું હતું. તેમની તબિયત લથડતી જોઈ પરિવારના સભ્યો બાળકોને લઈને બિલ્હાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા.

જ્યારે ચાર બાળકોની સ્થિતિ ગંભીર હતી, તે સૌ કોઈને સિમ્સ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલી નવ વર્ષની બાળકીની હાલત એટલી બધી ગંભીર હતી કે તે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્યુ પામી હતી. જ્યારે તેની મોટી બહેનને પણ સિમ્સમાં જ દાખલ કરવામાં આવી છે.

બે બાળકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પાણીપૂરી ખાધા બાદ એક પછી એક બાળકો અને મહિલાઓની તબિયત રાતે બગડવા લાગી. એકાએક ગામમાં એક સાથે બાળકોની તબિયત લથડતા ગ્રામજનો ભયભીત થઈ ગયા હતા. તેણે 112 અને 108 પર ડાયલ પણ કર્યો હતો.

બીમાર બાળકોને વધુ 112 એમ્બ્યુલન્સ દ્વારા બિલ્હા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. 22 બાળકોને અહીં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. સોમવારે ત્રિવેણીની 9 વર્ષની પુત્રી મીનાક્ષી કોસલે અને 11 વર્ષની સાક્ષી કોસલેની તબિયત બગડવા લાગી હતી.

આ પછી તેને સિમ્સ પાસે રેફર કરવામાં આવ્યો. આ સાથે જ વધુ બે બાળકોને સિમ્સમાં રિફર કરવામાં આવ્યા હતા. સિમ્સ પહોંચતા જ ડોક્ટરોએ મીનાક્ષીને મૃત જાહેર કરી. સાથે જ સાક્ષીને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. સારવાર દરમિયાન સાક્ષીની હાલત સ્થિર છે. વધુ બે બાળકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *