Breaking News

લારીએ પાણીપૂરી ખાવા ગયેલી બહેનનોની સાથે રખડું નરાધમોએ કર્યું એવું કામ કે મામલો લોહીયાળ બનતા જીવ ગયો, બહેનને બચાવવા સગા ભાઈએ… વાંચો..!

અત્યારે રોજ રોજ આપડા માથા હલબલાવી નાખે તેવી ચોંકાવતી ઘટનાઓ બનવા લાગી છે. ભણતર અને ડીજીટલ યુગના આ જમાનામાં લોકો સારી જગ્યાએ મગજ વાપરવાને બદલે ઓછા સમયમાં મોભો પાડવા ન કરવાના કામો પણ કરવા લાગ્યા છે, પરતું વ્યક્તિએ કરેલા કાળા કામોનું પાપ તેઓને ભોગવવું જ પડે છે..

ગઈકાલે અમિરાનગરના જન્ખીડા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના બની છે. આ વિસ્તારના હનીશ પાર્ક સોસાયટીમાં મોનિકા તેના પરિવાર સાથે રહે છે. મોનિકા અને તેની બહેનપણી સાથે એ વિસ્તારમાં આવેલી પાણીપુરીની લારી ઉપર પાણીપુરી ખાવા માટે ગઈ હતી. પરંતુ હાલના સમયમાં મહિલા દીકરીઓ ઉપર કેટલાક નરાધમો ખરાબ નજર તાકીને બેઠા હોઈ એ પ્રકારે ગુનાઓ બનવા લાગ્યા છે..

કારણ કે તેઓ ઘરની બહાર નીકળતાની સાથે જ કોઇને કોઇ બનાવ બનવા લાગે છે. દીકરી જેવી પાણીપુરીની લારી ઉપર પહોંચી અને પાણીપુરી ખાતી હતી એ સમય દરમિયાન એ વિસ્તારમાં રહેતો માથાભારે લુખ્ખો કે જેનું નામ લલ્લન હતું. તે પણ ત્યાં પાણીપુરી ખાવા માટે પહોંચી ગયો હતો.

ધીમે ધીમે તે મોનીકાની એકદમ નજીક આવીને તેની અડકવાની કોશિશ કરતો હતો. તેમજ વાત વાતમાં તેની મશ્કરી પણ કરતો હતો. આ જોતાની સાથે જ પાણીપુરીવાળા ભાઈએ પણ લલ્લનને આ દીકરીઓથી દૂર રહેવા માટે કહ્યું હતું. છતાં પણ લલ્લન મોનીકાની વારંવાર નજીક આવી રહ્યો હતો.

અને અડપલાં કરવાની કોશિશ કરી રહ્યો હતો. એ સમય દરમિયાન મોનિકાએ તેના ભાઈને કોલ કરીને જણાવ્યું હતું કે, પાણીપુરીની લારી ઉપર લલ્લન નામનો લુખ્ખો તેની સાથે ખરાબ હરકતો કરી રહ્યો છે. એટલા માટે મોનિકાનો ભાઈ કેયુર તાત્કાલિક ધોરણે પાણીપુરીની લારી ઉપર પહોંચી આવ્યો હતો..

અને લલ્લનને આ પ્રકારનું વર્તન ન કરવા માટે જણાવ્યું હતું. પરંતુ લલ્લન પોતાને ખૂબ મોટો ભાઈ સમજતો હોય એ રીતે કેયુરની સાથે વાત કરતો હતો. અને વાતવાતમાં તે ખૂબ જ ઉશ્કેરાઈ ગયો હતો. ઘડીકમાં તો તેણે પોતાના ખિસ્સામાંથી ધારદાર સાધન કાઢ્યું હતું. અને મોનિકાના ભાઈ કેયુરને ઘા મારી દીધા હતા.

લાલ્લને કેયુરને પેટના ભાગ ઉપર ઘા મારી દેતા કેયુર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. અને ઘટના સ્થળે તે લોહીલુહાણ થઇ ગયો હતો. પોતાની બહેનને લુખા અને ગુંડા માથાભારે તત્વોથી બચાવવા જતા કેયુર ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ ઘટના બન્યા બાદ આસપાસના તમામ લોકો ત્યાં દોડી આવ્યા હતા…

પરંતુ લલ્લન નામનો લુખ્ખો તત્વ આ ઘટના બનતાની સાથે જ ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ નજીકના પોલીસને કરી હતી એટલા માટે પોલીસનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો પણ બનાવી હતી…

પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપીને પકડી પાડયો છે. હાલ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોજ રોજ સામે આવતા આવા બનાવોને પગલે લોકો ધમધમી ઉઠ્યા છે કે હવે આવી ઘટનાઓ બનવાની ક્યારે રોકાશે..! એ વિચારવા ઉપર દરેક સામાન્ય વ્યક્તિ વિચાર કરી રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *