લાકડાના કારખાનાનો સેઠ તેના કારીગરને ઢોર માર મારતો, એક દિવસ કારીગરે કંટાળી જઈને ભરી લીધું એવું પગલું કે સેઠ ઉભા રોડે દોડતો થયો..!

આજકાલ આપઘાતના બનાવોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. ઝારખંડ રાજ્ય રાંચી શહેરના મૂળ રહેવાસી મુકેશકુમાર દ્વારા ગઈકાલે લટકાઈને આપઘાત કરી લેવામાં આવ્યો છે. મુકેશકુમાર દ્વારા પોતાની મોતનો જવાબદાર તેના કારખાનાના માલિકને દર્શાવવામાં આવ્યો છે.

ઝારખંડ રાજ્યના રાંચી શહેરમાં મુકેશકુમાર પોતાના પરિવાર સાથે રહેતો હતો. જેમાં તેના માતા-પિતા અને બહેનનો સમાવેશ થાય છે. મુકેશ પોતાનું ગુજરાન ચલાવવા માટે ઘર નજીક આવેલા લાકડાના કારખાનામાં કામ કરતો હતો. પરંતુ કારખાનાનો માલિક તેને ખૂબ જ હેરાન કરતો હતો.

તેમજ મુકેશ સાથે ઘણીવાર મારપીટ પણ કરતો હતો. થોડા સમય પહેલા કારખાનાના માલિકે મુકેશ પર ચોરીનો આરોપ લગાવ્યો હતો. તેમજ પોતાના મિત્રોને બોલાવીને મુકેશ સાથે મારપીટ પણ કરી હતી. જેથી તે ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. પરંતુ મુકેશએ આ બાબતની ફરિયાદ નોંધાવી ન હતી.

આ ઉપરાંત થોડા દિવસો પહેલા કારખાનાના માલિક દ્વારા મુકેશ પર ૩ લાખ રૂપિયાના લાકડાની પ્લાયની ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મુકેશ દ્વારા આ આરોપનો વિરોધ કરવામાં આવ્યો. પરંતુ કારખાનાના માલિક સુબોધ શર્મા દ્વારા  પૈસા ન આપવાને કારણે મુકેશ સાથે મારપીટ કરતો હતો.

મુકેશ મધ્યમવર્ગીય પરિવારમાંથી હોવાને કારણે આટલા રૂપિયા ચૂકવી શકે તેમ ન હતો. જેથી તેણે આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. તેણે પોતાના ઘરે લટકાઈને આપઘાત કર્યો હતો. આ ઉપરાંત મુકેશે આપઘાત પહેલા પોતાના મોબાઈલમાં એક વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો દ્વારા મુકેશએ પોતાના આપઘાતનું કારણ પણ જણાવ્યું હતું.

જેમાં તેણે પોતાની મોતનો જવાબદાર કારખાનાના માલિક સુબોધ શર્મા અને તેના મિત્રોને ગણાવ્યા છે. મુકેશના માતા-પિતા એ કારખાના ના માલિક સુબોધ શર્મા વિરુદ્ધ રાંચી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે સુબોધ શર્માની ધરપકડ કરી છે. તેમજ સુબોધ શર્મા અને તેના અન્ય મિત્રો કે છે મુકેશ સાથે મારપીટ કરતા હતા, તેની પૂછપરછ પણ શરૂ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment