Breaking News

કુવામાં પડીને મરી ગયેલી દીકરી 12 કલાક બાદ ઘરેથી જીવતી મળી આવતા જોનારા લોકોના ડોળા ફાટીને હાથમાં આવી ગયા, સૌ કોઈ ધ્રુજવા લાગ્યા..!

નાના બાળકો સાથે આજકાલ એવા ચોકાવનારા કિસ્સાઓ બની રહ્યા છે. જેના કારણે તેમના માતા-પિતા મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. બાળકોના જીવ રમવામાં હોય છે, અને રમત રમતમાં બાળકો ક્યારે પોતાની સાથે જીવલેણ ઘટનાઓ કરી નાખે તે પરિવારના લોકો વિચારી પણ શકતા નથી. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના સતના જિલ્લાના રામનગર વિસ્તારમાં આવેલા જગનગ્રા ગામમાં બની હતી. પરિવારની દીકરીએ પોતાના પરિવારને મુશ્કેલીમાં મૂકી દીધું હતું. પરિવારમાં માતા-પિતા અને તેમની દીકરી રહે છે. દીકરીનું નામ સેજલ છે અને તેમના પિતાનું નામ રામનરેશ સિંહ છે. દીકરીની ઉંમર 10 વર્ષની હતી. દીકરી ગામમાં જ શાળામાં અભ્યાસ માટે જતી હતી.

સેજલના ઘરથી તેમનું ખેતર નજીક હોવાને કારણે દીકરી ઘણીવાર ખેતરે પાણીમાં નાહવા માટે પણ જતી હતી. એક દિવસ પોતાના ખેતર નાહવા ગઈ હતી અને સેજલની માતાને લાગ્યું કે તે સમયસર પાછી આવતી રહે છે, જેના કારણે આ દિવસે પણ સેજલ લોટો અને ડોલ લઈને ખેતરે ગઈ ત્યારબાદ ઘણો સમય થઈ જતા સેજલ ઘરે આવી નહીં જેના કારણે માતા-પિતા ચિંતામાં મુકાઈ ગયા હતા.

માતાએ સેજલના પિતા રામ નરેશને આ ઘટનાની જાણ કરી, જેને કારણે માતા-પિતા સેજલ ને શોધવા માટે ખેતરે પહોંચ્યા હતા, ત્યારે ખેતરે જઈને માતા પિતાએ જોયું તો સેજલ ક્યાંય પણ દેખાઈ ન હતી અને કુવા પાસે સેજલના કપડા ચપ્પલ અને લોટો, ડોલ મળી આવ્યું હતું. જેના કારણે માતા-પિતાને લાગ્યું કે સેજલ કુવામાં પડી ગઈ છે.

તરત જ માતા-પિતા ચિંતા કરવા લાગ્યા અને ગામના લોકોને ભેગા કર્યા હતા. ગામના લોકોએ તરત જ ભેગા થઈને સ્ટેટ કમાન્ડર સેન્ટરને આ ઘટનાની જાણ કરી હતી. કે તરત જ ટીમ સાથે જગનગ્રા ગામમાં પહોંચ્યા અને પહોંચીને સેજલને કૂવામાંથી બહાર કાઢવા માટે ઓપરેશન ચાલુ કર્યું હતું. બપોરના સમયે SDRFની ટીમ અને હોમગાર્ડના જવાનો 80 કિલોમીટર દૂર ગામમાં પહોંચી ગયા હતા.

ત્યારબાદ બાળકીને કૂવામાંથી બહાર કાઢવા માટે ઘણા બધા વ્યક્તિ કમાન્ડરો કુવામાં ગયા હતા અને બાળકીને શોધવાની તપાસ હાથ ધરી હતી. દરેક જગ્યાએ પાણીમાં બાળકીને શોધવામાં આવી પરંતુ બાળકી મળી ન હતી. પંપની વ્યવસ્થા કરીને પાણીને બહાર કાઢવામાં આવ્યું હતું. કુવામાંથી પાણી ખાલી કરી દેવામાં આવ્યું હતું.

સાંજ પડી ગઈ છતાં પણ બાળકી કુવામાંથી મળી ન હતી, જેના કારણે પણ આશ્ચર્ય થયું કે બાળકી કુવામાં પડી છે તો મળી કેમ નહિ ત્યારબાદ ગામના લોકોએ વિચાર્યું કે ગામમાં પણ બાળકીને શોધવામાં આવે જેના કારણે ગામના લોકો ગામમાં ગયા હતા અને બાળકીના ઘરની પણ તપાસ કરવામાં આવી હતી. તે સમયે બાળકી ઘરમાં સૂઈ રહી હતી.

બાળકી ને જોતા જ પરિવારના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બાળકીના માતા પિતાએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ બાળકીને અહીંયા સંતાવાનું કારણ પૂછ્યું હતું તે સમયે બાળકીએ જણાવ્યું હતું કે તેને પોતાના માતા-પિતાના ખીજાવાનો ડર લાગી રહ્યો હતો જેના કારણે તેણે કપડા ત્યાં જ મૂકીને બીજાના ખેતરમાં સંતાઈ ગઈ હતી.

ત્યારબાદ દરેક લોકોને પોતાના ખેતરમાં આવતા જોઈને તે ડરી ગઈ હતી અને ત્યાંથી છુપાઈને ઘરે આવીને તે સૂઈ ગઈ હતી. આ જોઈને ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને હસી રહ્યા હતા. આજકાલ આવી ઘટનાઓ બાળકો ખૂબ જ કરી રહ્યા છે. નાની નાની વાત તેઓને રમત જેવી લાગે છે પરંતુ પરિવારના જીવ અધ્ધર થઈ ગયા હતા અને ગામના લોકો પણ ચિંતામાં આવી ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *