શહેરી વિસ્તારોમાં કુતરાની સંખ્યા વધી જતા અવારનવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેના કારણે માણસોમાં ડર ફેલાઈ જતો હોય છે. અમુક વિસ્તારમાં આટલા બધા કુતરાઓ હોય છે કે અજાણી વ્યક્તિઓને જોતાની સાથે જ તેના પર હુમલો કરી દેતા હોય છે. તો અમુક વિસ્તારમાં રખડતા ઢોરના કારણે પણ ઘણા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે..
પરંતુ હાલ વડોદરા શહેરના વડોદરા ગામમાં એક એવી ઘટના બની છે જેને સાંભળ્યા બાદ તમે પણ વિચારમાં મુકાઇ જશો. વડોદરા ગામમાં કૃણાલ વિજયભાઈ જાદવ રહેતો હતો. તેની ઉંમર ૧૮ વર્ષની હતી. અને તે છોટાઉદેપુરની એક કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો..
ત્રણ મહિના પહેલા કૃણાલ જાદવને રસ્તા પર જતી વખતે એક અજાણ્યા કૂતરાએ જોરદાર બચકું ભરી લીધું હતું. પગ પર બચકું ભરતાની સાથે જ કૃણાલ બુમાબુમ કરવા લાગ્યો હતો. કૂતરાએ તેના બધા દાંત કુણાલના પગ માં બેસાડી દીધા હતા. આ પ્રકારનો બનાવ બન્યાની સાથે કૃણાલ સારવાર માટે હોસ્પિટલમાં જવાને બદલે તે કોઈપણ પ્રકારની સારવાર લીધી ન હતી.
કુતરુ કરવાની આ બાબતને તેને સાવ સામાન્ય ગણીને નકારી કાઢી હતી. અને કુતરા કર્યા બાદ સારવાર માટે લેવા પડતા ઇન્જેક્શનના ડરના કારણે તેને સારવાર લીધી ન હતી. ક્યારે કૃણાલને તેના પરિવારે પૂછ્યું હતું કે, આ પગ પર તને શું થયું છે..? તો કૃણાલે કહ્યું હતું કે સામાન્ય પતરૂ વાગી ગયું છે..
સાવ નાની અમથી ઈજામાં દવાખાને જવાની કોઈ જરૂર નથી એમ કહીને તેણે આ વાતને નકારી કાઢી હતી. પરંતુ તેના મનમાં ઇન્જેક્શનો ખૂબ જ ડર હતો. જેના કારણે તે સારવાર માટે ગયો હતો નહીં. અને ધીમે ધીમે તેના શરીરમાં કુતરા કરડવાથી થતાં હડકવા નામના ગંભીર રોગની અસર થવા લાગી હતી..
ત્રણ મહિના પછી તેને પેટમાં આટલો બધો દુખાવો થયો હતો કે જેની ન પુછો વાત. એમજ તેને પેશાબમાં પણ અટકાવ આવી ગયો હતો અને ખોરાક પણ ખાઇ શકતો હતો નહીં. એટલા માટે તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં મોત થઇ જતા પરિવારે એકનો એક દીકરો ગુમાવી દીધો છે.
હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે પરિવારને જણાવ્યું હતું કે, હકીકતમાં કૃણાલને ત્રણ મહિના પહેલા કૂતરું કરડ્યું હતું. તેનો હડકવો હાલ ત્રણ મહિના પછી તેને થયો છે. પરિવારમાં બે બહેનો અને એક દીકરા નો સમાવેશ થતો હતો. પરંતુ કુણાલનું મૃત્યુ થતાની સાથે જ પરિવારે એકનો એક દિકરો અને બંને બહેનોએ તેનો એક ભાઈને ગુમાવી દીધો છે..
આ બનતાની સાથે જ વડોદરા ગામની આસપાસના વિસ્તારમાં એકાએક અરેરાટી મચી ગઇ છે. આ બનાવ સામે આવ્યા બાદ ડોક્ટરોએ જાહેરાત કરી છે કે કોઈપણ પ્રકારનું જીવજંતુ કે પ્રાણી કર્યા બાદ તાત્કાલિક ધોરણે તેની સારવાર કરાવી નાખવી. આ ઉપરાંત કોઈપણ લોખંડની વસ્તુ વાગે એટલે તેની સારવાર કરાવવી જરૂરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]