Breaking News

કૃષિ કાયદાના વિરોધ વચ્ચે ગુજરાતની APMCની હાલત ખરાબ, 114 APMC થઈ જશે બંધ ?

સરકારના કૃષિ કાનુનનો વિરોધ દેશભરના ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે આ કાયદાની અસરો ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. આ કાયદાના વિરોધની અસર મારફતે 224 APMC માં દેખાઈ રહી છે તેવું અનુમાન છે. કૃષિના આ બદલાયેલા કાનુનને કારણે ગુજરાતની 15 જેટલી APMCને તાળા મારવાનો વારો આવી ગયો છે.

માત્ર આટલું જ નહી પરતું હજુ પિક્ચર બાકી છે કારણકે, 114 જેટલી APMCને બંધ કરવી પડે તેવી નોબત આવી પડી છે. ત્યારે આ બાબતે દક્ષીણ ગુજરાતના જાગૃત ખેડૂતો સરકાર સામે આવ્યા છે. નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે રાકેશ ટિકેત અને તેના ખેડૂત સાથીદારો દિલ્હીની બોર્ડર પર વિરોધ પ્રદશન કરી રહ્યા છે.

ખેડૂતોની ખેતપેદાશોની આઝાદી છીનવી લેનાર તેમજ લોકલ APMCને તાળા લગાવનાર આ નવા કૃષિ કાયદાઓને રદ કરવા માટે દરેક ખેડૂતો પોતાથી બનતી શકિતોથી લડી રહ્યા છે. APMC મંડળીના પ્રમુખે જણાવ્યું હતું કે નવા કાયદાનો અમલ થતા જ ગુજરાતની 224 APMC બંધ થઇ જશે. દર વર્ષે કરોડો રૂપિયાનું ટનઓવર કરતી બજાર સમિતિની આવકને ભરપુર માત્રામાં અસર પડી છે. આવક બિલકુલ ઘટી જતા તેને તાળા મારી દેવાની ફરજ પડી છે.

કેટલીક બજાર સમિતિએ અડધા કર્મીઓને છૂટા કરી બાકીના કર્મચારીઓના પગાર ઘટાડી પોતાના ફંડમાંથી પગાર ચૂકવવા પડી રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતની બજાર સમિતિના કર્મચારીઓની આજીવિકાની સલામતી માટે ગાંધીનગરના દરવાજા ખખડાવ્યા છે.રાજ્યની 15 APMCમાં ખેતપેદાશનું ખરીદ-વેચાણ બંધ થઇ જતાં તાળાં મારી દેવાની નોબત ઊભી થઇ છે.

નવા કૃષિ કાયદાનો શરૂઆતથી જ વિરોધ કરી રહેલા ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખે ભયસ્થાન બતાવવા જણાવ્યું કે, કેન્દ્રના આ કાયદાથી ધનિક વેપારીઓ વધુ ધનિક બનશે. જ્યારે રાત-દિવસ કાળી મજૂરી કરતો જગતનો તાત વધુને વધુ પાયમાલ બનશે. APMC બંધ થવી એ નવા કાયદાની આડઅસરની શરૂઆત છે.

ખેડૂતોએ લોહીના આંસુએ રડવું પડે તો દિવસો દૂર નથી. ગુજરાત ખેડૂત સમાજનાનું આવું કહેવું છે. રાજ્યની 224 એપીએમસીના 3000 કર્મચારીને સરકાર અથવા માર્કેટ બોર્ડ હસ્તક લઇ લેવા રજૂઆત કરી છે. આવી ડામાડોળ પરિસ્થિતિ વચ્ચે સરકાર કર્મચારીઓની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી અપીલ સુરત બજાર સમિતિ કર્મચારી મંડળના પ્રમુખે કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *