આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગત દિવસોમાં અકસ્માતો ખૂબ જ બની રહ્યા છે તેમાં અમુક અકસ્માતો આપના રૂંવાડા ઊભા કરી દે તેવા પણ બનતા હોય છે અને ઘણી બધી વખત તો અકસ્માતમાં આખો પરિવાર જ પોતાનો જીવ ગુમાવી દે છે તેઓને ખ્યાલ પણ નથી રહેતો અને અકસ્માત ઘટી જાય છે અને તેઓનું આખો પરિવાર મૃત્યુ પામે છે.
ઘણા કારણોસર પોતાના હોવાના કારણે અને બીજાના ભૂલોના કારણે પણ અકસ્માત થતા હોય છે પરંતુ આપણે ક્યારે તેનો ભોગ બની જઈએ તેનું કંઈ જ નક્કી રહેતો નથી.આવું છું કંઈક બન્યું હતું ગત દિવસોમાં ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાના સેદરડા ગામ માં અકસ્માત એક યુવક રોઝકી ડેમમાં પડી ગયો હતો. બાળકને આવી રીતે પડતો જોય તેની માતા પણ ડેમમાં પડી હતી .
પરંતુ તેની માતા પણ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગી હતી તેને બચાવવા માટે તેની બહેન પણ તરત જ તે ડેમમાં પડી હતી પરંતુ ડેમમાં પાણીનો પ્રવાહ એટલો હતો કે માતા કે ભાઈ કોઈપણ હાથમાં જ આવ્યો અને આ બધું જ તેમના ભાભી પણ જોઈ રહ્યા હતા એટલે તેઓને બચવા માટે પણ ઊંડા પાણીના ડેમમાં કૂદી પડયા હતા અને તેઓએ પોતાના જીવની પરવા ન કરી હતી.
પરંતુ ડેમમાં પાણીનો પ્રવાહ એટલો વધુ હોવાના કારણે તે કોઈ પણ બચી શકયા નહિ અને તેઓનું મોત થઈ ગયું હતું અને ચારેય લોકોનું મોત ડેમમાં જ થઈ ગયું હતું જેની મહુવા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને દરેકના રુવાડા ઉભા કરી દે તેવો બનાવ બન્યો હતો કારણકે એક સાથે પરિવાર ડૂબી જતું હોય તો ગમે તે વ્યક્તિ હોય તેને આશ્ચર્ય તો થાય જ.
પરંતુ પરિવારના દરેક વ્યક્તિને ધન્યવાદ જોઈએ કે તેઓએ પોતાના જીવનો પરવા કર્યા વગર પોતે ઊંડા ડેમમાં કૂદીને પોતાના પરિવાર બચાવવા માટે કૂદી પડયા હતા આ હૃદયદ્રાવક ઘટના અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર છેલ્લા ઘણા દિવસોથી જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા ગામે રહેતા અને ખેતી પશુપાલન સાથે સંકળાયેલા એક પરિવારની મહિલાઓ બપોરના સમયે અમારા ગામની સીમમાં આવેલ રોઝકી ડેમ ખાતે કપડાં ધોવા માટે આવતા હતા.
જેમાં મંજુબેન આનંદભાઈ બારૈયા તેઓની ઉંમર હતી 45 વર્ષ તેઓની સાથે તેમની પુત્રી પણ હતું તેમનું નામ છે દક્ષાબેન મનુ તેઓની ઉંમર ૨૨ વર્ષ હતી અને તેમના ભાભી પણ હતા કાજલબેન પ્રદીપ બારીયા તેઓની ઉંમર ૨૧ વર્ષ સુધી અને તેમનો પુત્ર તે પણ ૨૧ વર્ષીય હતો અને તેમનું નામ નિકુલ આણંદભાઈ બારીયા હતું. આ વ્યક્તિઓ ડેમ પાસે કપડાં ધોતા હતા તેઓ ત્યાંના ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ દરમિયાન નિકુલ ડેમ ના પાળે આંટો મારવા ગયો હતો જ્યારે તેનો પગ લપસી પડતા તે ઊંડા પાણીના ડૂબવા લાગ્યો હતો આટલું જોય માતા એ પણ જલાંગ લગાવી તે પણ ઊંડા ડેમમાં ડૂબવા લાગી હતી તેને બચાવવા માટે તેઓને પુત્રી પણ તેમાં કૂદકો માર્યો પણ તે પણ ડૂબવા લાગી હતી અને આખરે તેમને ભાભી પણ તેમને બચાવવા માટે ગયા ગામના લોકોને જાણ થતા મોટી સંખ્યામાં ગ્રામ્યજનો કેટલા થઈ ગયા હતા.
મોટા ખુંટવડા પોલીસ તથા મહુવા ફાયર બ્રિગેડને અને મામલતદારને જાણ કરતાં સમગ્ર કાફલો ઘટના સ્થળે દોડી આવી હતી એક જ પરિવારના પુત્ર માતા બહેન અને ભાભીની લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ ગોજારી ઘટનાને પગલે સેદરડા ગામ માં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મોટા ખુંટવડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]