Breaking News

કોયલ કંઠ ધરાવતી ઉર્વશી રાદડિયા પર નોટો નો વરસાદ, વિડીયોમાં જુઓ ગુજરાતી લોકગીતોનો પાવર..

ગુજરાતમાં લોક ડાયરાના કાર્યક્રમમાં લોકો ખુબ ઉત્સાહ અને ઉમંગથી હાજરી દેતા જી છે અને સંસ્કૃતિક ઝાંખીઓ નિહાળતા હોઈ છે.  જેમાં ઘણા કલાકારો પર પૈસાનો વરસાદ પણ થતો હોય છે. હમણાં થોડા દીવસ પહેલા જ ફેમસ કલાકાર કીર્તીદાન ગઢવી પર અમેરિકામાં ડોલરનો વરસાદ થયો હતો.

અત્યારે થોડા દિવસો પહેલા ગુજરાતી ગાયિકા અને લોક ડાયરાનાં કલાકાર ઉર્વશી રાદડિયાએ એક કાર્યક્રમ કર્યો હતો. તે દરમિયાન ચારે તરફથી મંચ પર પૈસાનો વરસાદ થયો હતો. આ સાથે જ એક વ્યક્તિ રુપિયાથી ભરેલું મોટું વાસણ લઇને આવ્યો અને લોક ગાયિકા પર તેનાથી વરસાદ કર્યો.

ઉર્વશી રાદડિયાએ પોતે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો. જે હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ઉર્વશી રાદડિયા સ્ટેજ પર બેસીને ભજન ગાતા દેખાઇ રહ્યા છે. બીજી બાજુ તેમના ચાહકો તેમના શાનદાર અવાજ અને અંદાજથી પ્રભાવિત થઈને પૈસા વરસાવી રહ્યા છે.

ઉર્વશી રાદડિયા જે સ્ટેજ પર ગીત ગાઈ રહ્યા છે તે પહેલેથી જ રૂપિયાથી ભરાયેલુ છે. ત્યારે એક વ્યક્તિ આવે છે અને તેમની પર રુપિયાથી ભરાયેલુ વાસણ નમાવીને રુપિયાનો વરસાદ કરે છે. જે બાદ ગાયિકા હાર્મોનિયમમાંથી નોટ્સ કાઢીને એક સ્મિત સાથે પોતાનું સોંગ ચાલુ રાખે છે, પરંતુ તેના સોંગથી ખુશ થઈને લોકો તેના પર પૈસાનો વરસાદ ચાલુ રાખે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. એક અંદાજ પ્રમાણે આ વીડિયોને અનેક લાઈક્સ, કોમેન્ટ મળી ચૂકી છે. વીડિયો જોઈને એક યુઝરે લખ્યું – બાપ રે પૈસા કી વરસાદ, બીજાએ લખ્યું – ગુજરાતી લોકગીતોમાં પાવર છે.

ઉર્વશી રાદડિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયો શેર થતાની સાથે જ કોમેન્ટ્સ આવવા લાગી. વીડિયો પોસ્ટ કરીને ઉર્વેશી રાદડિયાએ લોકોના અપાર પ્રેમ બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે ગુજરાતમાં શ્રી સમસ્ત હીરાવાડી ગ્રુપ દ્વારા આયોજિત તુલસી વિવાહ સમારોહ દરમિયાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉર્વશી રાદડિયા એક ગુજરાતી લોક ગાયિકા છે. લોકો તેમને પ્રેમથી કાઠિયાવાડની કોયલ કહે છે. તેમનો જન્મ 25 મે 1990ના રોજ થયો હતો. તેણે પોતાનું શિક્ષણ અમદાવાદથી પૂર્ણ કર્યું છે. ઉર્વશી છ વર્ષની ઉંમરથી ગીતો ગાય છે. તેઓ સોશિયલ મીડિયામાં ઘણાં જ એક્ટિવ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *