Breaking News

કન્યા હોસ્ટેલમાં થયું એવું કે એક જ સાથે 100 વિદ્યાર્થીનીઓને તાત્કાલિક કરવી પડી હોસ્પિટલ ભેગી, વાલીઓ ખાસ વાંચજો આ ચોંકાવનારો બનાવ..!

નાના બાળકોની શાળા કે હોસ્ટેલમાં તેઓની ખૂબ જ દેખરેખ રાખવી પડતી હોય છે. કારણ કે વાલીઓએ શાળા સંચાલક અને હોટેલ સંચાલકોના ભરોસે તેમના બાળકને ત્યાં ભણવા માટે મૂક્યા હોય છે. પરંતુ જો તેઓની સાચવણી એમાં કોઈ બેદરકારી રાખવામાં આવે તો વાલીઓ ક્યારેય ચલાવી લેતા નથી. અને જરૂરી તજવીજ હાથ ધરી લે છે.

હાલ વાત કરીએ તો જામનગરના ધ્રોલ તાલુકામાં જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયની હોસ્ટેલ આવેલી છે. જેમાં ઘણી વિદ્યાર્થીનીઓ રહીને અભ્યાસ કરે છે. એક દિવસ બપોરના સમયે ભોજન લીધા બાદ અંદાજે ૧૦૦ કરતાં વધુ વિદ્યાર્થીનીઓની તબિયત અચાનક લથડી ગઇ હતી. તેઓ બરાબર શ્વાસ લેવાની સાથે તેમના પેટમાં ગરબડ થવા લાગી હતી..

એટલા માટે તેઓને તાત્કાલિક ધોરણે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક સાથે ૧૦૦ વિદ્યાર્થીઓને એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડતા જ વાલીઓના જીવ અધ્ધર થઇ ગયા હતા. તો આસપાસના લોકો પણ વિચારવામાં મજબૂર થયા હતા કે, આખરે આ હોસ્ટેલમાં એવું તો શું બન્યું છે કે, એક સાથે સૌ વિદ્યાર્થીઓને દવાખાને ભરતી કરવી પડી છે..

આ હોસ્પિટલમાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ બાદ તેઓની તબિયત ખૂબ જ સારી થઈ જતા તેઓને રજા પણ આપી દેવામાં આવી હતી. ઊંડી તપાસ કર્યા બાદ જણાવ્યું છે કે, ધ્રોલની આ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીઓને બપોરના ભોજનમાં ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું. જેના કારણે એક સાથે સો વિદ્યાર્થીઓની તબિયત લથડી ગઇ હતી..

અને તેઓને સારવાર માટે ખસેડવાની ફરજ બની હતી. પરંતુ સ્થિતિ કાબૂમાં આવી જતાં તેઓને ચેક અપ કર્યા બાદ છોડી દેવામાં આવી છે અને હોસ્ટેલ સંચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. તબિયત સારી થતાની સાથે ડિસ્ચાર્જ કરી દેવામાં આવી છે. અને હોસ્પિટલમાંથી રજા મળતા જ શાળા સંચાલકોની સાથે-સાથે વાલીઓ ની પણ ચિંતા દૂર થઇ છે.

આ અગાઉ એક નર્સરી શાળામાંથી બપોરના સમયે આપવામાં આવતા નાસ્તામાં બે વિદ્યાર્થિનીઓએ ભેળ ખાધી હતી અને ત્યાર બાદ તેઓને પોઈસનીંગ થઈ જતાં તેઓની હાલત ખુબ જ લથડી ગઇ હતી. તેમના માતા પિતાએ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.જ્યાં લાંબી સારવાર બાદ તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત જ્યારે ઋતુ બદલાય છે. ત્યારે ખાવા-પીવાની બાબતોમાં ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. જે જગ્યા પર સમૂહમાં ખાવાનું બનતું હોય તે જગ્યા પર ખૂબ વધારે માત્રામાં ધ્યાન રાખવું પડે છે. કારણકે જમતી વખતે થયેલી સહેજ અમથી ભૂલ કે જેના કારણે સમગ્ર વિદ્યાર્થીઓ કે સમગ્ર વ્યક્તિઓ કે જેવો જમવા માટે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તે તમામને સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *