Breaking News

કમોસમી વરસાદ લાવ્યો આફત, પુરના લીધે 24 લોકોના મોત, ઘર તૂટી ગયા તો પશુઓ તણાઈ ગયા.. વાંચો..!

આંધ્રપ્રદેશમાં કુદરતે જબરો કહેર વરસાવ્યો છે. આંધ્રપ્રદેશના અનેક વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદના કારણે ભયંકર નુકસાન થયું છે. એક સાથે ખૂબ જ વધુ પ્રમાણમાં વરસાદ વરસવાથી ચારેય તરફ હાહાકાર મચી ગયો છે. આંધ્રપ્રદેશમાં વરસાદ ના કારણે 24 લોકોના મૃત્યુ થયા છે.

તેમજ કેટલાય લોકો ગૂમ થયાની ખબર મળી છે. આંધ્ર પ્રદેશના હડપ્પા જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. જેમાં ૧૩ લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત અનંતપુર જિલ્લામાં વરસાદને કારણે 7 તેમજ જીતુ જિલ્લામાં 4 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત પૂરમાં ફસાયેલા કેટલાક લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.

જે જે વિસ્તારમાં ખૂબ જ ભારે પ્રમાણમાં વરસાદ પડ્યો છે. ત્યાં નદીઓ તેમજ નાળાઓ છલોછલ ભરાઈ ગયા છે. આ ઉપરાંત ત્રણ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે.

આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર એકદમ અસ્તવ્યસ્ત થઈ ગયો છે. આ વિસ્તારોની તડકો શહેરમાં પરિવર્તિત થઈ ગઈ છે. તેમજ ઘણા વાહનો પણ તણાઈ ગયા છે. આંધ્ર પ્રદેશ રાજ્યના અનંતપુર તેમજ ચિત્તોર વિસ્તાર ના લગભગ 1544 જેટલા ઘરોને નુકસાન પહોંચ્યું છે.

આ ઉપરાંત 3.5 હેક્ટર જેટલી ખેતીલાયક જમીન પાણીમાં સમાઇ ગઇ છે. તેમજ હજારો પશુઓ પાણીમાં તણાઈ ગયા છે. સરકાર દ્વારા મળતી માહિતી અનુસાર રાજ્યની 8208 લાખ રૂપિયાની સંપત્તિનું નુકસાન થઈ ચૂક્યું છે. કડપ્પા જિલ્લાના રાજમપેટા નિર્વાચન ક્ષેત્ર માં વહેતી યેએરુ નદીમાં અચાનક જ પુર આવતા 5 લોકોના મૃત્યુ થયા છે.

જ્યારે અન્ય 12 લોકો પણ લાપતા થયાની ખબર મળી છે. પૂરમાં ફસાયેલા લોકોની મદદ માટે એસડીઆરએફ પોલીસ તેમજ અગ્નિશામક દળના સેવા કર્મીઓ લોકોની મદદ માટે આગળ આવ્યા છે. પૂરથી પ્રભાવિત સ્થળોએ અગ્નિશામક દળ ની ટીમ દ્વારા લગભગ ૧૦ જેટલા લોકો ને બચાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત બપોરના સમયે ચિત્ર આવતી વિસ્તારમાં એક કાર પુર માં ફસાઈ હતી. ત્યારે જેસીબી ને બોલાવીને તેમનો બચાવ કરવામાં આવ્યો હતો પૂરના આ સમયમાં લોકોની મદદ કરવા માટે લગભગ 213 જેટલા રાહત કેમ્પ ખોલવામાં આવ્યા છે. એમાં 20 હજાર જેટલા લોકો રહે છે.

IAF ની ટીમે MI17 હેલિકોપ્ટર દ્વારા જેસીબી માં ફસાયેલા 10 જેટલા લોકોને બચાવવા માટે કાર્ય શરૂ કર્યું છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશની સરકાર ત્યાંના લોકોને બચાવવા માટે ની પૂરે પૂરો પ્રયત્ન કરી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મુખ્યપ્રધાન વાય.એસ જગન મોહન રેડ્ડી સાથે ફોન પર વાત કરીને આંધ્ર પ્રદેશ રાજ્યની સીટી ની સમીક્ષા કરી તેમની તરફથી શક્ય તમામ મદદ નું વચન આપ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *