Breaking News

કમોસમી માવઠાને લીધે ખેડૂતોની હાલત ખરાબ, પાકોમાં ખુબ મોટા નુકસાનની ભીતિ.. ખેડૂતો ખાસ વાંચે..!

હાલના સમયમાં ગુજરાત રાજ્યમાં ઋતુઓનો અનુમાન લગાવવું ખૂબ જ મુશ્કેલ છે. કારણકે એક સાથે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ ઠંડીનો માહોલ છે. જ્યારે બીજી તરફ વરસાદ વરસી રહ્યો છે. આ બેવડી ઋતુના કારણે રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.

હાલમાં શરદી ખાંસી તેમજ તાવના દર્દીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. ખાનગી તેમજ સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સામાન્ય રીતે અગરિયાઓ રણમાં મીઠું પકવતા હોય છે. પરંતુ જો વધુ પ્રમાણમાં વરસાદ પડેતો તેમને માટે પણ મુશ્કેલીઓ સર્જાઇ શકે છે. તેથી જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.

પાટડી અને ધાંગધ્રા ના રણમાં બચાવ માટેની સાધનસામગ્રી માટે બે ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત વધુ વરસાદ પડવાને કારણે ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાના મંદિરે જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. આ ઉપરાંત રણમાંથી કચ્છ તરફ જવાનો રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે.

દિવાળી ની રજાઓ સમાપ્ત થતાં તારે ખાવી અગરિયાઓ મીઠું પકવવા માટે ગયા છે. મળતી માહિતી પરથી જાણવા મળ્યું છે કે કારણમાં અંદાજે ૩૦૦૦ જેટલા અગરિયાઓ મીઠું પકવવા માટે ગયા છે પરંતુ કમોસમી વરસાદને કારણે આગરીયા રણમાં ફસાઇ નહીં તે માટે રાજ્યનું વહીવટી તંત્ર સતર્ક બન્યુ છે. તેમજ વહીવટી તંત્રે અગરિયાઓના બચાવ માટેની તૈયારીઓ અગાવ જ શરૂ કરી દીધી છે.

આ ઉપરાંત કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે કપાસ ડાંગર મગફળી તેમજ એરંડા જેવા પાકમાં ભારે નુકસાની જોવા મળી રહી છે. શિયાળાની ઋતુમાં અચાનક જ વરસાદ પડતા ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

આ ઉપરાંત રાયડા તેમજ અન્ય રવિ પાકોમાં પણ ખેડૂતોને ખૂબ નુકસાની થઈ રહી છે. તેમજ જીરું તથા ડાંગર અને અન્ય કઠોળ પાકોમાં પણ નુકસાની થઇ હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. એકાએક પડી રહેલા કમોસમી વરસાદના કારણે રણમાં મીઠું પકવવા જતા અગરિયાઓની પણ મુશ્કેલી વધી છે ભારે પ્રમાણમાં વરસાદ ને કારણે તેઓ પોતાના ઘરે પરત જવા માટે અસફળ બન્યા છે.

આ સમયે મગફળીનો પાક તૈયાર થઈ ગયો હોય છે. પરંતુ વરસાદના કારણે મગફળીના તૈયાર પાક પણ પરણી ગયો હોવાને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી છે. આ ઉપરાંત વરસાદના કારણે મોરબીમાં બે દિવસો માટે માર્કેટ યાર્ડ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે કપાસના પાકમાં હજુ પણ બે થી ત્રણ વીણી બાકી રહી ગઈ છે.

પરંતુ કમોસમી વરસાદના કારણે કપાસનો પાક નિષ્ફળ ગયો છે તેમજ વરસાદના કારણે કપાસની ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો વરસાદ બાદ એકાએક જ તડકો જોવા મળશે તો પાકના ઉત્પાદનમાં પણ વધારો ઘટાડો જોવા મળી શકે છે.

ખૂબ જ ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં નીંદણ નું પ્રમાણ વધી ગયું છે. ખેતરમાં જ્યાં ત્યાં નીંદણ ઊગી રહ્યું છે જે પાકના ઉત્પાદનમાં પણ ઘટાડો કરી શકે છે. આ નીંદર માટે ખેડૂતોએ નિંદામણ નાશક દવા નું પણ છટકાવ કરવો પડે છે. ખેડૂતોને ખૂબ જ મોંઘો સાબિત થાય છે. આ ઉપરાંત રવિ ભાગમાં જીવાતનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. જેથી ખેડૂતો માટે ડરનો માહોલ સર્જાયો છે.

મહેસાણા જિલ્લાના કડી તાલુકા ના માર્કેટ યાર્ડમાં સાણંદ વિરમગામ કટોસણ તેમજ દેત્રોજ વિસ્તારમાંથી લગભગ 200થી વધારે ખેડુતો ટ્રેકટર લઇને માર્કેટયાર્ડ આવી પહોંચ્યા હતા પરંતુ વરસાદના કારણે માર્કેટયાર્ડ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી આ બધા જ ખેડૂતોએ પોતાનો ભાગ લઇને પરત જવાની ફરજ પડી હતી.

હારિજ તાલુકામાં લગભગ 10 થી વધુ ઓલ ઇન્ડસ્ટ્રી અને 10 જેટલી કોટન ઈન્ડસ્ટ્રી આવેલી છે. પરંતુ ગઈકાલે ખૂબ જ ભારે પ્રમાણમાં વરસાદ પડતા ઇન્ડસ્ટ્રીઓ બંધ કરવાની ફરજ પડી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *