Breaking News

ખુલ્લા પ્લોટમાં પડેલા છકડામાંથી વાસ આવતા રહીશો નજીક ગયા, છકડામાં પડેલો ધાબળો ઉંચો કરતા જ મોઢે હાથ દઈને ભાગવું પડ્યું..!

અમુક વખત એવી ઘટના બની જતી હોય છે કે, જેને જાણ્યા બાદ આપણેએ સ્થળ મૂકીને ત્યાંથી ભાગવું પડતું હોય છે. કેટલાક લોકો આવું દ્રશ્ય જોઈને હચમચી ઊઠે છે. તો કેટલાક લોકો એટલા બધા ડરી જાય છે કે, ફરી પાછા ક્યારે તેઓ આવી ચીજ વસ્તુઓની નજીક જતા નથી. અત્યારે એક ખુલ્લા પ્લોટમાંથી અતિશય ભયંકર મામલો સામે આવ્યો છે..

આ ઘટના ચંદ્રવન સોસાયટીની છે. સોસાયટીના પાછળના ભાગે આવેલા ખુલ્લા પ્લોટમાં એક છકડો છેલ્લા ઘણા સમયથી પડ્યો હતો. આ છકડાનો માલિક સોસાયટીનો વોચમેન હતો, તે વોચમેનની ફરજ પૂરી કર્યા બાદ આ ઝઘડાને ચલાવીને પૈસા કમાતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ છકડો સોસાયટીના ખુલ્લા પ્લોટની અંદર જ પડ્યો હતો..

આસપાસના રહીશોને થોડાક સમયથી હવાની સાથે-સાથે કેટલીક દુર્ગંધ પણ આવવા લાગી હતી. તેઓ વિચારમાં મુકાઈ ગયા કે આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે, જ્યારે તેને તપાસ શરૂ કરી ત્યારે આસપાસના પડોશીઓને ખબર પડી કે, પાછળના પ્લોટની અંદર પડેલા છકડામાંથી આ ખરાબ દુર્ગંધ આવી રહી છે..

એક દિવસ સવારના સમયે રહિશો ભેગા થયા અને આ છકડાની પાસે નજીક જઈને જોવાની કોશિશ કરી હતી કે, એવું તો શું છે કે છકડામાંથી ખૂબ જ ખરાબ વાસ આવી રહી છે. સૌ કોઈ લોકો પોતાના મોઢે હાથ દઈને આગળ વધી રહ્યા હતા. જ્યારે છકડા પાસે પહોંચે ત્યારે છકડાના પાછળના ભાગે એક સડી ગયેલો ધાબળો મળી આવ્યો હતો..

જ્યારે આ ધાબળો ઊંચો કરીને જોયું તો સૌ કોઈ લોકોને મોઢે હાથ લઈને ત્યાંથી ભાગવું પડ્યું હતું. કારણકે ધાબળા નીચેથી એક વ્યક્તિની ખૂબ જ ખરાબ હાલતની અંદર લાશ મળી આવી હતી. વ્યક્તિને કોઈએ મોતને ઘાટ ઉતરીને અહી ફેંકી દીધો હોય અને ત્યારબાદ તેના ઉપર ધાબળો ઓઢાડી દીધો હોય તેવું લાગતું હતું..

અને તરત જ છોકરા પાસેથી દૂર ભાગવા લાગ્યા હતા. ત્યારબાદ તેઓએ પોલીસને જાણકારી પહોંચાડી કે, તેમની સોસાયટીના પાછળના ભાગે રહેલા ખુલ્લા પ્લોટમાંથી છકડાની અંદર લાશ મળી આવી છે. આ લાશ તેમના સોસાયટીમાંથી કોઈપણ વ્યક્તિની હતી નહીં. આ વ્યક્તિ બહારનો કોઈ અજાણ્યો વ્યક્તિ હોય તેવું લાગતું હતું..

પોલીસને જ્યારે આ લાશની તલાશી લેવાની શરૂ કરી ત્યારે તેના પાકીટમાંથી એક આઇડી કાર્ડ મળી આવ્યું હતું. જેમાં આ યુવકનું નામ હરેશ સામે આવ્યું છે. જેની ઉંમર 27 વર્ષની છે, અને તે જીવરાજ પાર્ક સોસાયટીનો રહીશ હતો. આ યુવકના સરનામે પહોંચીને પોલીસે તપાસ શરૂ કરી તને ખબર પડી કે, હરેશના માતા પિતા તેને છેલ્લા ઘણા સમયથી શોધી રહ્યા છે..

હરેશ છેલ્લા બે મહિનાથી ઘરે આવ્યો નથી. તે હંમેશા રખડતી જિંદગી જીવતો હતો અને કોઈપણ પ્રકારનું કામ ધંધો ન કરવાને કારણે તેના માતા-પિતા ને ઠપકો આપીને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. પરંતુ અત્યારે તેના મૃત્યુના સમાચાર મા-બાપની સામે આવતા સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે. આ યુવકને કોણે મોતને ઘાટ ઉતારીને કોણે ફેંકી દીધો હશે..? તેની પણ તપાસ ચાલી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *