Breaking News

ખોળે બેસારેલી દીકરીને આંસુ ભરી આંખે વળાવીને પરિવાર ઘરે પહોચ્યો અને દરવાજો ખોલતા જ થઈ ગયું એવું કે પરિવાર રાતપાણીએ રડવા લાગ્યો..!

રોજબરોજ ઘણી બધી હચમચાવી દીધી ઘટનાઓ આપણી નજર સામેથી પસાર થતી હોય છે. તેમાંથી અમુક ઘટના તો આપણને ખૂબ જ ઊંડા વિચારની અંદર મૂકી દે છે. અત્યારે એક મા-બાપ માથે આફતોનો આભ ફાટી નીકળ્યું છે. આ ઘટના ધરમશીનગર સોસાયટીની પાછળના ભાગે આવેલી અશ્વમેઘ સોસાયટીની છે..

આ સોસાયટીમાં મહેન્દ્રભાઈ તેમના પરિવાર સાથે રહે છે. મહેન્દ્રભાઈની પત્ની રીના મહેન્દ્ર ભાઈને ખૂબ જ સાથ અને સહકાર પૂરો પાડે છે. પરંતુ તેમને સંતાનમાં કોઈ પણ દીકરી ન હોવાને કારણે તેઓએ તેમના દૂરના મોટાભાઈની દીકરી રીંકલને ખોળે બેસાડી હતી. તેઓએ તેમના મોટાભાઈ ને જણાવ્યું કે, તેઓ રિંકલને અપનાવી લેવા માંગે છે..

તેઓ રિંકલને દુનિયાનું દરેક સુખ પૂરું પાડશે. રીંકલ જ્યારે પાંચ વર્ષની હતી, ત્યારથી જ મહેન્દ્રભાઈએ તેને ખોળે બેસાડી દઈ તેની તમામ જવાબદારીઓ તેમણે તેમના ખભા ઉપર ઉપાડી લીધી હતી. આ દીકરીને જ્યારે લગ્નનો સમય આવ્યો ત્યારે મહેન્દ્ર ભાઈએ તેમની દીકરી માટે ખૂબ જ સારો મુરતિયો શોધ્યો હતો..

અને એવું સાસરુ શોધ્યું કે, જ્યાં તેને ક્યારે પણ દુઃખ કે અગવડતાનો અનુભવ કરવો પડે નહીં. આ દીકરીના લગ્નની તારીખો પણ લેવાઈ ગઈ અને અશ્રુ ભીની આંખે સૌ કોઈ લોકોએ દીકરીને લગ્નની વિદાય પણ આપી હતી અને ત્યારબાદ જ્યારે મહેન્દ્રભાઈ અને તેમની પત્ની રીના ઘરે પહોંચી અને દરવાજો ખોલતાની સાથે જે દ્રશ્ય જોઈ લીધું હતું..

તે જોઈને તેઓને રાતાપાણીએ રડવાનો વારો આવી ગયો હતો. મહેન્દ્ર ભાઈ થોડા સમય પહેલા જ એક જમીન વેચી હતી. જેના કુલ દોઢ કરોડ રૂપિયા તેમની પાસે આવ્યા હતા. આ તમામ રૂપિયાની મૂડી તેમજ સોનાના દાગીના હોય તેમની ઘરની અંદર મૂકેલી તિજોરી ની અંદર મૂકીયા હતા તેઓએ વિચાર્યું કે જ્યારે તેમની દીકરી રીંકલ ના લગ્ન પૂર્ણ થઈ જશે..

ત્યારબાદ તેઓ આ પૈસાની કોઈ બીજી જગ્યાએ રોકાણ કરશે, પરંતુ આ લગ્ન પ્રસંગ પૂર્ણ કરવા માટે તેઓ એક પાર્ટી પ્લોટ માં ગયા હતા અને ત્યાં બે દિવસનો આ પ્રસંગ પૂર્ણ કરીને તેઓ ઘરે પરત આવ્યા ત્યારે જોયું તો તેમના ઘરનું તાળું તૂટેલું હતું અને અંદર રહેલી તિજોરીને પણ કટર વડે કાપી નાખવામાં આવી હતી..

અને અંદરથી તમામ રોકડમ માલ ઉઠાવી લેવામાં આવ્યો હતો. બસ આ દ્રશ્ય જોઈને જ તેઓ હચમાંથી ઉઠ્યા અને વિચારમાં મુકાઈ ગયા કે આ તેમની જીવનની દરેક કમાણી હતી જે માત્ર એક જ ચોરીની અંદર બધું સાફ થઈ ગયું છે. હવે તેઓ શું કરશે અને કેવી રીતે જીવન જીવશે તેમજ કેવી રીતે પરિવારજનોના સપના પૂરા કરશે તેઓ વિચારવા લાગ્યા હતા..

તેમની પત્ની રીનાએ તેમને હિંમત આપી અને જણાવ્યું કે, આપણે પોલીસની પાસે જવું જોઈએ તેઓ પોલીસની પાસે ગયા અને ત્યાં જઈને જણાવ્યું કે તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને ચારે બાજુ તપાસ ચલાવ્યા બાદ અંતે સીસીટીવી કેમેરાની મદદ લઈને આ ચોર લૂંટારા કોણ છે તેની ભાળ મેળવાઈ રહી હતી..

જ્યારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી ત્યારે ખબર પડી કે સોસાયટીનો વોચમેન અન્ય કેટલાક લોકોને તેમના ઘર પાસે લઈ આવે છે અને ત્યારબાદ ત્રણથી ચાર લોકો તેમના ઘરની અંદર ઘૂસીને તોડફોડ મચાવ્યા બાદ ચોરી કરીને જતા રહે છે. આ ઘટનાની અંદર તેમની સોસાયટી નો વોચમેન પણ સામેલ હોય તેવું લાગી રહ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *