Breaking News

ખોડલધામ અને ઉમિયાધામના આગેવાનો સાથે ભુપેન્દ્ર પટેલની બેઠક, લેવાઈ શકે છે આ મોટો નિર્ણય.. વાંચો..!

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ખૂબ જ નજીક છે. તેથી દરેક સમાજ પોતાનું રાજકીય વર્ચસ્વ મજબૂત કરવા માટે કેટ કેટલા પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે, પાટીદાર સમાજની બે સંસ્થાઓ ખોડલધામ અને ઉમિયા ધામના આગેવાનો આજે સાંજે ગુજરાત રાજ્યના પાટીદાર સીએમ ભુપેન્દ્ર પટેલ ને મળવાના છે.

ત્યારે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. રાજ્યમાં પાટીદાર સીએમ બનતા જ પાટીદાર સમાજ સક્રિય થઇ ગયો છે. તેમજ આજે સાંજે છ વાગ્યે ગાંધીનગર ખાતે પાટીદાર સમાજની બંને સંસ્થાઓ ખોડલધામ અને ઉમિયાધામના આગેવાનોની બેઠક મળવાની છે. 2022 ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આવી ગયો છે.

લેવા અને કડવા પાટીદારની ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ એક સાથે મળીને સીએમ ભુપેન્દ્ર પટેલ ને મળવા જઈ રહ્યા છે. આ બેઠકમાં પાટીદાર સમાજના મુદ્દાઓની ચર્ચા થશે. એટલું જ નહીં પરંતુ પાટીદાર આંદોલન દરમ્યાન યુવાનો પર થયેલા ખોટા કેસ ને પરત ખેંચવા માટેનો પણ મુદ્દો ભુપેન્દ્ર પટેલ સામે મુકવામાં આવશે.

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની શુભેચ્છા મુલાકાત પછી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું કે અમે સીએમને શુભેચ્છા મુલાકાત અને માતાજીના દર્શન કરવા માટે આવવા માટે આમંત્રણ આપ્યું છે. તેઓએ કહ્યું કે પાટીદાર સમાજને જે મુદ્દા સ્પર્શે છે તેઓ નિરાકરણ હજુ પણ આવ્યું નથી.

તે મુદ્દાઓ તેમના તેમજ પડ્યા છે. આગામી દિવસોમાં એક કમિટીની રચના કરવામાં આવશે અને આંદોલન સમયના તમામ ખોટા કેસો અને પરત ખેંચવા માટે રજૂઆત કરવામાં આવે. પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવાની બાબતને લઈને હાલ કોઈ જ ચર્ચા કરવામાં આવી નથી.

અમારી બંને સંસ્થાઓ સાથે મળીને ચર્ચા વિચારણા કરશે અને ત્યાર બાદ યોગ્ય નિર્ણય લેવાશે, એવું નરેશ પટેલે જણાવ્યું હતું. આ બેઠકમાં પાટીદાર સમાજના પ્રશ્નો નિરાકરણ આવશે તેવી અપેક્ષા છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *