Breaking News

ખોડલધામ મંદિરે વીજળીના જોરદાર કડાકાના, જુવો વીજળીના ચોંકાવનારા દ્રશ્યો

ગઈ રાત થી જ  કાગવડ સહીત સૌરાષ્ટ્રની અનેક જગ્યાએ મેઘરાજાની તોફાની બેટિંગ ગત રાત્રે 12:00 વાગ્યાની આસપાસ શરૂ થયેલો વરસાદ ઘણો લાંબા સમય સુધી ચાલુ રહ્યો હતો વાત કરવામાં આવે તો સમગ્ર જસદણ પંથકમાં ગઈકાલે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં દોઢ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

તેવામાં કાગવડ નજીક ખોડલધામમાં મોડી રાત્રે વીજળીના કડાકાનો અદભુત નજારો કેમેરામાં કેદ થયો છે. કાગવડ ખોડલધામ મંદિર પર વીજળીના કડાકાનાં અદભુત આકાશી દ્રશ્યોનો વિડીઓ વાયરલ થયો છે. સાથે રાજકોટમાં પણ લોકો એ કદાચ ક્યારેય ન જોયું હોય એવું ગત રાત્રે આકાશમાં વાદળોનું તાંડવ જોવા મળ્યું છે.

રાત્રે 12:30 વાગ્યા આસપાસ આકાશમાં જાણે કે વાદળો વચ્ચે ભારે ખેલ મચી ગઈ હોય એવી રીતે ભારે ગડગડાટ સાંભળવા મળતાં રાજકોટ અને જસદણ પંથકના લોકો મીઠી નિદ્રા માણી રહેલા સફાળા જાગી ઊઠ્યા હતા. આ પછી થોડી જ મિનિટોમાં ભારે વરસાદ શરૂ થઈ જતાં લોકોની ઊઘ ઊડી ગઈ હતી.

વરસાદની સાથે સાથે વાદળોની ગર્જના યથાવત્ રહેતાં મોડી રાત્રે જાણે કે ભયાવહ માહોલ છવાઈ જવા પામ્યો હતો. બીજી તરફ, કાગવડ નજીક ખોડલધામમાં મોડી રાત્રે વીજળીના કડાકાનો અદભુત નજારો કેમેરામાં કેદ થયો છે. જેમાં ખરેખરા વીજળીના કડાકા ને ભડાકા સાથે સાથે કુદરતની રચનાનો અંદાજો આવી શકે એવો માહોલ બનવા પામ્યો હતો.

માત્ર ખોડધામમાં જ નહીં પરંતુ સમગ્ર ખોડલધામ પંથકમાં આ પ્રકારના વીજળીના કડાકા ને ભડાકાના દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં ખોડલધામ નજીક નું વીરપુરમાં પણ આ આકાશી વીજળીની અસરો થવા પામી હતી વાદળોમાં દેખાતી કરતબ અને વીજળીના કડાકાના દ્રશ્યોને જોવા લોકો પણ ઉમટી પડ્યા હતા સાથે આ દ્રશ્યોને કેમેરા માં કેદ પણ કર્યા.

બીજી બાજુ વાત કરવામાં આવે તો વરસાદ અને વાદળોનું આટલું અટલ રૌદ્ર સ્વરૂપ જોઈને ઘરમાં રહેલા અને સૂતેલા લોકો પણ સફાળા જાગી ગયા હતા રાત્રે 12:30 વાગ્યા આસપાસ મેઘરાજાએ ધમરોળવાનું શરૂ કરતાં જાગી ગયેલા લોકો જ્યાં સુધી વરસાદે વિરામ ન લીધો ત્યાં સુધી સૂતા નહોતા. જોકે વહેલી સવારે વરસાદ રોકાઈ જતાં રાહતનો શ્વાસ લીધો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પહેરો જમાવીને રંગીન કપડામાં પોલીસે કારને પકડી પાડી, ડીકી ખોલતા જ મળ્યું એવું કે લોકોના ટોળા એકઠા થઈ ગયા..!

આજના સમયમાં સરળતાથી જીવન જીવવાને બદલે ખોટું અને દેખાદેખી વાળું જીવન ખૂબ જ વધારે પ્રચલિત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *