Breaking News

ખોડલધામ મંદિરના પાંચવર્ષીય પાટોત્સવમાં 10008 જગ્યાએ માં ખોડલની ભવ્ય આરતી, કરી લો ઉજવણીના દર્શન..!

રાજકોટના કાગવડ ખાતે આવેલું ખોડલધામ મંદિર લેઉઆ પટેલ સમાજના ગૌરવ અને આસ્થાનું પ્રતિક છે. ખોડલધમ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતા જ આજે તેનો પંચવર્ષીય પાટોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. લોકો ભારે ભક્તિભાવ સાથે ઉજવણી કરી રહ્યા છે.

આ મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ હાજરી આપવાના હતા. પરંતુ કોરોનાની પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સોશિયલ મીડિયાના માધ્યમથી જ ઉજવણી થશે તેવા સામચાર મળી રહ્યા છે. આજે આ પાટોત્સવની ઉજવણીનું ખોડલધામથી લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. આ લાઈવ પ્રસારણ દ્વારા ગુજરાતના દરેક જગ્યાએ થઈ રહ્યું છે.

આજે સાવરકુંડલા પટેલ વાડી ખાતે સાવરકુંડલા ખોડલધામ સમાધાન પંચ અને સર્વ સમાજ દ્વારા મહાઆરતી કરી હતી. તેમજ નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશો સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી આપવામાં આવ્યો છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે ખોડલધામ મંદિર સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર 10008 થી વધુ સ્થળે મા ખોડલની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ચેન્નાઈ, બેંગલોર સહિતની જગ્યાએ માતાજીની આરતી કરવામાં આવશે. મહાયજ્ઞ, મહાઆરથી, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોને દેશ-વિદેશમાં લોકો નિહાળી શકે તે માટે 10008થી વધુ જગ્યાએ એલઈડી અને ટીવી સ્ક્રીન મુકાશે.

કોરોના ઈફેક્ટ ના હોત તો આ પાટોત્સક્ષવમાં જંગી જનમેદની સર્જાવાની હતી. હવે કોરોના કેસો વધતા સમાજે માર્ગદર્શિકાને અનુસરી વર્ચ્યુઅલ આયોજનો ઘડયા છે. આમ છતાં લેઉઆ પટેલ સમાજમાં ભારે ઉત્સાહ છે, ઘરે-ઘરે રંગોળી કરવામાં આવી છે.

તેમજ નરેશ પટેલનો સમાજ જોગ સંદેશો સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી આપવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે જે મહાસભાનું આયોજન કરેલ છે તે મહાસભા હાલ મોકૂફ રાખેલ છે. જેની નવી તારીખ, સમય, સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર કરવામાં આવશે.

સરકારની ગાઈડલાઈન પ્રમાણે ખોડલધામ મંદિર સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર 10008 થી વધુ સ્થળે મા ખોડલની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ચેન્નાઈ, બેંગલોર સહિતની જગ્યાએ માતાજીની આરતી કરવામાં આવશે.

આજે કાગવડ ખાતે ખોડલધામ પાટોત્સવનું આયોજન થયું છે. આ પાટોત્સવમાં મહાઆરતી તેમજ યજ્ઞનું આયોજન થયું છે. ત્યારે સાવરકુંડલા ખોડલધામ સમાધાન પંચ દ્વારા મહાઆરતીનું લાઈવ પ્રસારણ ખોડલધામથી જોઇ આરતી કરી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *