Breaking News

ખીચોખીચ ભરેલી BRTS સીટી બસમાં 17 વર્ષની દીકરી સાથે 3 કંડકટરોએ કરી એવી હરકતો કે જે જાણતા જ માં-બાપના પગ ધ્રુજવા લાગશે..!

સુરતમાં સીટી બસને લઈને કેટલી ચર્ચા માં આવે છે. કારણ કે છેલ્લા છ મહિનાની અંદર અંદર સીટી બસ દ્વારા કુલ ત્રણ લોકોને લઈને મોતને ઘાટ ઉતારી દેવાના બનાવો સામે આવી ચૂક્યા છે. અને હવે સીટી બસની અંદર મહિલાઓ સુરક્ષિત ન હોવાનો મામલો સામે આવ્યો છે.

મહિધરપુરા વિસ્તારમાં રહેતી 17 વર્ષની એક દીકરી પોતાની બહેનપણી સાથે સાંજના સમયે ડુમસ રોડ ગોવર્ધનનાથજી ની હવેલી પાસેથી સીટી બસમાં બેસીને પોતાના ઘરે આવી રહી હતી. ત્યારે તેને મુસાફરીનો ખૂબ જ માઠો અનુભવ થયો છે. બસમાં સાંજના સમયે ખૂબ વધારે પડતી ભીડ હોવાને કારણે તે ને બેસવાની જગ્યા મળી હતી નહીં..

એટલા માટે તે પોતાની બહેનપણીની સાથે બસની પાછળના ભાગે ઉભી હતી. એવામાં ત્યાં કંડકટર આવી પહોંચ્યો અને તેને કહ્યું કે, આગળ જગ્યા છે, તમે આગળ ચાલ્યા જાઓ.. એટલા માટે આ દીકરી અને તેની બહેનપણી બંને બસની આગળ ચાલ્યા ગયા હતા. પરંતુ ત્યાં બસ ચાલકે અચાનક જ બ્રેક મારી દેતા સ્ટીલનો પોલ આ તરુણીના માથા પર વાગી ગયો હતો..

એટલા માટે ફરી એકવાર આ દીકરી અને તેની બહેનપણી બંને બસના પાછળના ભાગે ઉભા રહેવા માટે આવી ગયા હતા. જ્યાં કંડક્ટરે તેને ખરાબ નજરથી જોવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તેને ખૂબ જ ખરાબ રીતે અડકવા પણ કરવા લાગ્યો હતો. આ ઉપરાંત તે ખૂબ જ ગંદી ગંદી કોમેન્ટ કરવા લાગ્યો અને આ દીકરીને જોઈને સ્માઈલ કરીને કહ્યું કે તું ખૂબ જ સરસ લાગે છે..

આ ઉપરાંત તેને આંખ પણ મારતો હતો. આ દીકરીએ તાત્કાલિક તેણી માતાને ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી દીકરીને તેની માતાએ અમિષા ચાર રસ્તા પર ઉતરી જવાનું કહ્યું હતું. જ્યાં તેની માતા મોપેડ લઈને આવી પહોંચી હતી. પરંતુ જ્યારે અમીષા ચાર રસ્તા સર્કલ આવ્યું ત્યારે સગીરાએ બસ ચાલકને બસ ઉભી રાખવા માટે જણાવ્યું હતું..

પરંતુ કંડક્ટરે બસ ઉભી રાખવાની ના પાડી દીધી હતી અને બસ ચાલકે પણ બસ ઊભી ન રાખી. અને સ્ટેશન વિસ્તારમાં લઈ ગયા હતા. સગીરાની માતાએ આ બસને રોકવાનો પણ પ્રયત્ન કર્યો હતો છતાં પણ નજર બગાડી બેઠેલા આ કંડકટર અને ડ્રાઇવરની મીલી ભગતના કારણે બસ ઊભી રહી નહીં અને છેવટે બસ સ્ટેશન સુધી ચાલી ગઈ હતી..

ત્યારબાદ સગીરાની માતાએ કંડકટર તેમજ બસના ડ્રાઇવરને બરાબર ઘા એ લીધા હતા અને બરાબરની બોલાચાલી કરી હતી. પરંતુ તેઓને મોઢા પર કોઈ પણ પ્રકારનો ફરક ન હોય તેવું લાગી રહ્યું હતું. કંડકટરને ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. કંડક્ટરે જણાવ્યું કે તમે શું કરી લેશો ..?

17 વર્ષની દીકરીની માતા તાત્કાલિક પોતાની દીકરીને લઈને મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. જ્યાં શાહરૂખ ફારૂક શેખ કે જેની ઉંમર 22 વર્ષની છે. જે ઉંમરવાળા વિસ્તારમાં રહે છે. તેમ જ જયદીપ ખીમજીભાઇ પરમાર જે ૧૯ વર્ષનો છે. જે વેડ રોડ વિસ્તારમાં રહે છે. આ ઉપરાંત સમીર નાસીર જે 18 વર્ષનો અને ઉધના યાડ વિસ્તારમાં રહે છે..

આ તમામ સામે છેડતીનો ગુનો નોંધીને તેની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. 17 વર્ષની આ દીકરીની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો તેમજ તેના શરીરને પણ અડકવા લાગ્યા હતા છતાં પણ એફઆઇઆર માં તેમની સામે પોક્સોની કલમ લગાવવામાં આવી નથી. આ એક પણ તપાસનો વિષય સામે આવ્યો છે.

હકીકતમાં આ મામલે ખૂબ જ કડકમાં કડક તપાસ થવી જોઈએ તેમજ આરોપીઓને કડકમાં કડક સજા આપવી જોઈએ. કારણ કે જાહેર સેવાઓમાં કોઈ પણ વ્યક્તિની સુરક્ષામાં છેડછાડ ક્યારેય પણ ચલાવી લેવામાં આવશે નહીં. જો આજે આ કેસને દબાવી દેવામાં આવશે તો આવતીકાલે ખૂબ જ મોટો બનાવ બનશે તો તેની જવાબદારી કોના માથે જશે..? વગેરે સહિતના સવાલો પર લોકો જવાબ માંગી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *