Breaking News

ખીચોખીચ 50 મજુરોથી ભરેલી ટ્રેકટરની ટ્રોલી પલટી ખાઈ જતા 2 નાના બાળકો સહીત 5 લોકોના જીવ ગયા, અંતિમ ચીખો સાંભળી સમસમી જશો..!

વ્યક્તિઓ પોતાના પરિવારના ભરણપોષણ માટે આજકાલ કામ કરીને રોજગારી મેળવી રહ્યા છે. એક જ પરિવારના લોકો રોજગારી માટે બીજા ગામોમાં જતા હોય છે પરંતુ ક્યારે તેની સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. અવારનવાર આવા કિસ્સાઓ ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં વધુ એક ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના મહારાષ્ટ્રમાં પંઢરપુર તહસીલમાં બની હતી. જેમાં એકસાથે ઘણા બધા વ્યક્તિઓએ પોતાના જીવને જોખમમાં મૂક્યા હતા. ગ્રામ પંચાયત કોલકીના જામનીયા પાણી ફળિયાના રહેવાસી લોકો સાથે જીવલેણ ઘટના બની હતી. બે મહિના પહેલા એક જ ગામના 50 થી 60 મજૂરો મહારાષ્ટ્ર અને કર્ણાટકના પંઢરપુર ગયા હતા.

કોલકી ગામના લોકો દર વર્ષે પંઢરપુર ગામમાં આવેલા તહસીલના કરકમ ગામ પાસે શેરડીની કાપણી માટે જતા હતા. ગામમાં બીજી કોઈ રોજગારી ન હોવાને કારણે ગામના લોકો મજૂરી કામ કરવા માટે દર વર્ષે શેરડીની કાપણી માટે જતા હતા અને તેઓ ત્યાં જ રહીને મજૂરી કામ કરતા હતા. ત્યારબાદ શેરડીની કાપણી તેમજ શેરડીની વાવણીનો સમય પૂરો થતાં તેઓ ફરી પાછા પોતાના ગામ પરત આવતા હતા.

અને બીજા વર્ષે આ જ રીતે સમય થતાં શેરડીની કાપણીનો સમય થતાં એકસાથે દરેક મજૂરો જતા હતા. દર વર્ષની જેમ તેઓ આ વર્ષે પણ બે મહિના પહેલા શેરડીની કાપણી માટે કરકમ ગામ પાસે ગયા અને તેઓ શેરડીની વાવણી પૂરી થતા પોતાના નિવાસ્થાને એટલે કે કોલકી ગામમાં પરત આવી રહ્યા હતા. તે સમયે તેઓ ટ્રેક્ટરમાં બેસીને આવી રહ્યા હતા.

ટ્રેક્ટરની ટોલીમાં 50 લોકો બેઠા હતા. જેમાં અમુક મજૂરોનું ગામ રસ્તામાં જ આવી જતા 35 જેટલા મજૂરો ટ્રોલી માંથી નીચે ઉતર્યા અને જે સ્થળે ઘટના બની હતી તે ઘટના સ્થળથી બે કિલોમીટર પહેલા આ મજૂરો ઉતરી ગયા હતા. જેના કારણે ટ્રોલીમાં 15 લોકો જ બેઠા હતા. જેમાંથી બીજા 3 મજૂરો તેમનું ગામ ફરી આવી જતા તેઓ ઉતરી ગયા હતા.

ત્યારબાદ ટ્રેક્ટરની ટોલીમાં 12 જેટલા મજૂરો બેઠા હતા અને વરસાદને કારણે રસ્તા પર કાદવ અને પાણી ભેગું થઈ ગયું હતું. જેના કારણે ટ્રેક્ટર ચાલકે પોતાના ટ્રેક્ટર પરનું કાબુ ગુમાવ્યું હતું. અચાનક કાબુ ગુમાવતા ટ્રેક્ટરની ટ્રોલી લપસી જતા પલટી મારી ગઈ અને ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા બાર જેટલા મજૂરો એક સાથે ચીસ પાડી બેઠા હતા.

12 મજૂરોમાં મહિલાઓ, પુરુષો અને બાળકો હતા. જેમાં મજૂરોનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તરત જ આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટ્રેક્ટરની ટોલીમાં એકસાથે ઘણા બધા વ્યક્તિઓ ઘાયલ થયા અને ઘણા બધા વ્યક્તિઓએ તો પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા તરત જ સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી.

જેના કારણે 2 મહિલા, 1 યુવતી અને 2 બાળકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ અકસ્માત સર્જાતા પાંચ વ્યક્તિઓએ ઘટના સ્થળે પોતાનો જીવ ગુમાવી દીધો હતો અને બાકીના મજૂરો ખૂબ જ ઈજાગર્સ્ત થયા હતા. જેના કારણે તેમને હોસ્પિટલ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે મૃત્યુ પામેલા પાંચ લોકોમાં રામતાના નવલસિંહ, પ્રિયા નવલસિંહ, સોનીતા રાજીરામ, અરવિંદ રાજીરામ અને સુરેખા ભેરસિંહ હતા. આ પાંચ વ્યક્તિઓ એક જ ફળિયાના રહેવાસી હતા. જેમાં બે મહિલાઓ એક યુવતી અને બે બાળકોએ માસુમ જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પરિવારના લોકોને આ ઘટનાની જાણ થતા તેઓ આઘાતમાં આવી ગયા હતા. અને ખૂબ જ રડી રહ્યા હતા કોલકી ગામમાં એક સાથે પાંચ લોકોના મોત થયાને કારણે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને બીજા સાત વ્યક્તિઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓની તબિયત પણ સુધરી રહી છે. જેના કારણે એક જ પરિવારના પાંચ વ્યક્તિઓનું મૃત્યુ થતા પરિવારના લોકો બે ધાર આંસુએ રડી રહ્યા હતા. આજકાલ આવા અકસ્માતો ખૂબ જ સર્જાઈ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *