નાની બાળકી મહિલાને તરુણીઓ ઉપર .દુ.ષ્ક.ર્મ. શારીરિક અડપલા અને અત્યાચાર કરવાના બનાવો દિન પ્રતિદિન એટલા બધા વધવા લાગ્યા છે કે, હવે આવનારા સમયની અંદર સમાજ માટે ખૂબ મોટો પ્રશ્ન ઉભો થઈને નડતરરૂપ બનવા પામ્યો છે. હકીકતમાં રોજબરોજ એવા ઘણા બધા કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે..
જેમાંથી મોટાભાગના કિસ્સો પરપ્રાંતના લોકો સાથે બન્યા છે. પરંતુ ઘણા વર્ષોથી ગુજરાતમાં રહેતા લોકો સાથે પણ હવે રોજબરોજની જિંદગીમાં આ પ્રકારના બનાવોનો ક્યાંકને ક્યાંક સામનો કરવાનો વારો આવી રહ્યો છે. અને હાલ કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાંથી વધુ એક હચમચાવી દેતો બનાવો સામે આવ્યો છે કે, જેમાં માત્ર 14 વર્ષની દીકરીને નરાધમ યુવકનો સામનો કરવાની ફરજ પડી હતી.
14 વર્ષની આ દીકરી અને તેના માતા પિતા ખેત મજૂરી કામ કરીને રાજી ખુશીથી હસતી ખેલતી જિંદગી જીવે છે. તેઓ પહેલા બોડેલી વિસ્તારમાં રહેતા હતા. પરંતુ એક મહિના અગાઉ વર્ષ જેવો ભુજ તાલુકાના એક ગામડાની અંદર ખેત મજૂરી કામ કરવા માટે આવ્યા હતા. ભુજ થી 50 કિલોમીટર દૂર એક ગામ આવેલું છે..
તેના સીમ વિસ્તારમાં આ પરિવાર રહેતો હતો. અને ત્યાં જ ખેત મજૂરી કામ કરીને રહેતો હતો. પરંતુ આ પરિવાર જ્યારે બોડેલીમાં રહેતો હતો ત્યાં તેમની પડોશમાં મહેશ નામનો એક યુવક રહેતો હતો. મહેશ નામનો યુવક પરિવારની 14 વર્ષની દીકરી ઉપર નજર માંડીને બેઠો હતો. અને પોતાના કાળા કર્મો આચરવાની ફિરાકમાં હતો..
પરંતુ એક મહિનાથી આ દીકરી અને તેનો પરિવાર ભુજ આવી જતા તે આ પરિવારની પાછળ પાછળ આવી પહોંચ્યો હતો. અને એક વખત તેણે આ 14 વર્ષની દીકરીને પોતાની વાતોમાં ફોસલાવીને કોઈ અજાણી જગ્યા પર લઈ જઈ તેના પર .દુ.ષ્ક.ર્મ. આચાર્યું હતું. આ સાથે સાથે જ તેને મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી..
અને જો કોઈ વ્યક્તિને જણાવશે તો તેને તેમજ તેમના આખા પરિવારને ખલાસ કરી દેશે. તેવું જણાવ્યું હતું. જેથી 14 વર્ષની આ દીકરી ખૂબ જ ડરી ગઈ હતી. અને તેને કોઈને આ બાબતની જાણ કરી હતી નહીં. પરંતુ એક દિવસ અચાનક જ રાત્રિના સમયે આ દીકરીને પેટમાં દુખાવો પડ્યો હતો. જેના કારણે તેના માતા-પિતા ભુજ તાલુકાની જીકે જનરલ હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈ ગયા હતા..
પરંતુ ત્યાં ડોક્ટરે ચેકિંગ કર્યું અને ચેકિંગ કર્યા બાદ રિપોર્ટ માતા-પિતાને સંભળાવ્યો, તે સાંભળતાની સાથે જ માતાપિતાના હોશ ઉડી ગયા હતા તેમજ પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કારણ કે ડોક્ટરે જણાવ્યું કે, તેમની 14 વર્ષની આ દીકરીને પેટમાં દુખાવો ગ.ર્ભ.વ.તી હોવાને કારણે થઈ રહ્યો છે.
આ સાંભળતા જ માતા પિતા ખુબ જ મુંજવણમાં મુકાઈ ગયા હતા અને વિચારમાં પડ્યા કે આખરે આ કેવી રીતે શક્ય બન્યું અને તેમની દીકરી સાથે શું વીત્યું છે. તેની જાણ મેળવવા માટે તેઓએ દીકરીની પૂછતાછ શરૂ કરી હતી. એવામાં દીકરી ખૂબ જ ભાંગી પડી અને તેણે રડતા રડતા પોતાની ઉપર વીતેલી તમામ બાબતોની જાણ પોતાના માતા-પિતાને કરી હતી..
ત્યારબાદ દીકરીના માતા પિતાએ પડદર પોલીસ સ્ટેશનમાં આ મહેશ નામના નરાધમ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ તાત્કાલિક કામગીરી હાથ ધરીને આ યુવકને પકડી પાડવામાં જરૂરી સુત્રો ગતિમાન કરી દીધા છે. હકીકતમાં આ પ્રકારની કાળીકરતુતો આચરનાર લોકોને ક્યારેય બક્ષવા જોઈએ નહીં..
તેઓને કડકમાં કડક સજા આપવી જોઈએ. જેથી કરીને તેઓ ક્યારેય આ પ્રકારની ખરાબ હરકતો કરવાનું વિચારે પણ નહીં. 14 વર્ષની આ દીકરીની જિંદગી ખરાબ કરવામાં યુવકનો મોટો હાથ હોવાને કારણે તેને કડકમાં કડક સજા આપવામાં આવશે. તેવી સૌ કોઈ લોકોને આશા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]