Breaking News

ખેતરમાં કરંટ લાગતા બાપ-દીકરા સહીત 3 લોકોના મોત થતા માહોલ બન્યો ગમગીન.. વાંચો..!

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે સપાટો બોલાવ્યો છે. ઠેર ઠેર પાણી ભરવાના કારણે વીજળીની લાઈનોમાં વરસાદી પાણી અડવાથી ખામીઓ સર્જાય છે. તેથી ચોમાસાની સીઝનમાં વીજ કરંટ ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ વરસતા કેટલાય લોકોના મોત પણ થયા છે.

જેમાં વૃક્ષ ધરાશાયી થવા, મકાનો પડવાથી, પાણીમાં ડૂબી જવાથી તેમજ વીજ કરંટ લાગવો અને વીજળી પડવી જેવા કારણો સામે આવ્યા હતા. વરસાદી માહોલ જામેલો છે અને મેઘરાજા મન મૂકીને વરસે છે ત્યારે એક દુખદ સમાચાર મધ્યગુજરાતના છોટા ઉદેપુરમાંથી આવ્યા છે.

છોટા ઉદેપુરના સંખેડા તાલુકાના પીપળસટ ગામે ખેતરમાં વીજકરંટ લાગત ત્રણ લોકોના મોત થયા છે…જેમાં પિતા-પુત્રનો પણ સમાવેશ થાય છે. પિતા અને પુત્ર બંને વરસાદ બંધ થયા પછી ખેતરએ આટો મારવા માટે ગયા હતા. રાત્રે વરસાદ વધારે આવ્યો હતો તેમજ પવન પણ ખુબ વધારે હતો તેથી વીજલાઈનોમાં ભંગાણ સર્જાયું હતું.

તેમજ વીજલાઈનો ધરાશાઈ થઈ હતી જેથી તેના વાયર ગમે તેમ નીચે પડ્યા હતા. પિતા ને પુત્ર વાડીએ જતા હતા ત્યારે તેઓને અ વાયર મારફતે કરંટ લાગ્યો હતો જેમાં એક સગા પિતા અને પુત્ર સાથે એક અન્ય વ્યક્તિના મોત નીપજ્યા છે. આ બનાવ બનતા જ ત્યાંના લોકોમાં ભય નો માહોલ પેદા થઈ ગયો હતો.

વીજ કરંટથી મોત નીપજતાની ખબરની જાન પોલીસ સ્ટેશને થતા તેઓ તરત જ ઘટના સ્થળે તપાસ માટે પહોચી ગયા હતા. તેમજ MGVCLઅ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચ્યા હતા. તેઓએ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

થોડાક દિવસ અગાઉ સમગ્ર જામનગરને વરસાદે ઘમરોળી નાખ્યા બાદ હવે વરસાદ બાદની તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે..શહેર હોય કે ગામડુ…સોસાયટી હોય કે મહોલ્લા…દરેક જગ્યાએ ક્યાંકને ક્યાંક  વરસાદ બાદની તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે…સેંકડો ઘરોમાં ગળાડૂબ અને કેડસમા પાણી ભરાઈ જવાના કારણે બારેમાસ ચાલે તેવું અનાજ પલળી ગયુ છે..

અને આ અનાજ પલળી જતા ફેંકવાનો વારો આવ્યો છે..નાના-મોટા દુકાનદારોની દુકાનમાં રહેલુ અનાજ પણ પલળી ગયુ છે..અને તેને પણ ફેંકી દેવામાં આવ્ય છે.જે જગતનો તાત મહામહેનતે અનાજ ઉગાડે તેઓએ પણ ધાન્ય ફેંકવાનો વારો આવ્યો છે..

જામગર શહેરની આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદી પાણી ઓસરતા હવે ગામડામાં મેઘરાજાએ કેવો કેર વર્તાવ્યો તેના પણ દ્રશ્યો જોવા મળ્યા..ગામડામાં આવેલા નાના અને કાચા મકાનોને વરસાદી પાણી ભરાતા વ્યાપક નુકસાન થયુ છે..ખાસ કરીને અનેક ગરીબ લોકોના ઘરની ઘરવખરી પણ પલળી ગઈ છે..

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસ અગાઉ ફરી વળેલા પાણીના કારણે સેંકડો મકાનોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે..અનેક લોકોની ઘરવખરી કાદવકીચડમાં ખુંપી ગઈ છે…વરસાદની રાહત અને વરસાદી પાણી ઓસરતા લોકો ઘરમાં રહેલા કાદવ કીચડને દુર કરવાનો પ્રયત્ન કર્યો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *