Breaking News

ખેતરે જતી વખતે વહેણના પાણીમાં બાઈક તણાઈ જતા લાંબા વર્ષો બાદ થયેલા એકના એક દીકરા અને પિતાનું મોત, લોકો નજર માંડીને જોતા રહ્યા અને…

કોણ જાણે ક્યારે કયા વ્યક્તિનું મોત ઉડતું ઉડતું માથે ત્રાટકી પડે તેનું નક્કી હોતું નથી, અત્યારે એક યુવક તેના નાનકડા દીકરાને સાથે લઈને પોતાના ખેતરે જવા માટે નીકળ્યો હતો. બિચારા યુવકને એવી તો શું ખબર કે ઘરેથી નીકળ્યા બાદ હવે તે પાછો ક્યારેય પણ ઘરે જીવતા હાલતમાં પહોંચી શકશે નહીં..

બિચારો આ યુવક પોતાની બાઈક લઈને પોતાના નાનકડા દીકરાને બાઈકમાં આગળ બેસાડી ખેતરે જવા માટે તો નીકળી પડ્યો પરંતુ રસ્તામાં વચ્ચે વહેણના પાણીમાં તેની બાઈક ત્રણેય તણાઈ જવાને કારણે તેનું કમાટી ભર્યું મૃત્યુ થઈ ગયું છે, આ ચોંકાવી દેતી ઘટના આતરોલી પાસે આવેલા કંટાપુર ગામમાંથી સામે આવી છે..

આ ગામની અંદર મનોજ નામનો 35 વર્ષનો યુવક ખેતી કામકાજ કરીને તેના પરિવાર સાથે વસવાટ કરતો હતો, પરિવારમાં તેને એક ચાર વર્ષનો દીકરો અને તેની પત્નીનો સમાવેશ થતો હતો, મનોજ તેમજ જેની પત્ની દીપિકાના લગ્ન થયા તેના 13 વરસ વીતી ચૂક્યા હતા અને લાંબા સમય બાદ દીપિકાબેન એક દીકરાને જન્મ આપ્યો હતો..

આ બાળકના જન્મતા જ ખુશીનો માહોલ ખીલી ઉઠ્યો હતો, પરંતુ જ્યારે મનોજ તેમજ તેના લાડકા દીકરા પ્રીતમના મૃત્યુના સમાચાર દીપીકાબેન સુધી પહોંચે ત્યારે સૌથી ઊંડો આઘાત તેમને લાગ્યો હતો અને તેઓ ઘટના સ્થળે જ નીચે ઢળી પડ્યા હતા, તેમને પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવા પડ્યા હતા..

હકીકતમાં જ્યારે મનોજ તેના ચાર વર્ષના દીકરા પ્રીતમને બાઈકના આગળના ભાગે બેસાડીને ખેતરે જઈ રહ્યો હતો ત્યારે તેમના ખેતરના રસ્તામાં રસ્તામાં એક વહેણ આવી રહી હતી, આ વહેણમાં ખૂબ જ છીછરું પાણી હોવાને કારણે તેણે પોતાની બાઇક વહેણમાંથી પસાર કરવાનું નક્કી કર્યું હતું..

તે આ વહેણની અંદરથી બાઈક પસાર કરવા જઈ રહ્યો હતો એવામાં તો એક સામટો પાણીનો પ્રવાહ આવી ગયો અને મનોજને બાઈક બહાર કાઢવાનો પણ સમય રહ્યો નહીં અને આ પાણી મનોજ તેમજ તેની બાઈક અને તેના નાનકડા દીકરાને પણ ખેંચીને લઈ ગઈ હતી, વહેણનું પાણીનો પ્રવાહ એટલો બધો ધમધમતો હતો કે, મનોજ આ પાણીમાંથી બહાર નીકળી શક્યો નહીં..

અને તેનો દીકરો તેમજ તેની બાઈક અને તે પોતે પણ તણાઈ ગયા હતા. બહેનની આસપાસના કાંઠાના વિસ્તારોમાં ઘણા બધા મજૂરો કામકાજ કરતા હતા, તે તમામ લોકો જોતાને જોતા જ રહી ગયા તેમજ મનોજ આ પાણીમાં તણાઈ ચુક્યો હતો. આ મજૂરોએ તાબડતોબ ગામમાં જઈને માહિતી આપી હતી કે, મનોજ ભાઈ બાઈક લઈને આ વહેણમાંથી પસાર થઈ રહ્યા હતા..

ત્યારે એક સામટા પાણીનો પ્રવાહ આવી જવાને કારણે મનોજભાઈ તેમની બાઈકની સાથે તેમના બાઈક ઉપર બેઠેલો તેમનો નાનકડો દીકરો પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે અને તેમનો કોઈ અતોપતો મળી આવ્યો નથી, આ ગામથી પાંચ કિલોમીટર દૂર આવેલા અન્ય ગામના પાદર પાસેથી પસાર થતી આ જ નદીમાં જ્યારે શોધખોળ કરવામાં આવી ત્યારે..

મનોજભાઈ તેના નાનકડા દીકરાની સાથે મૃત હાલતમાં ત્યાં મળી આવ્યા હતા, મનોજભાઈની બાઈક આ વહેણથી અંદાજે 1.5 km દૂરથી મળી આવી જ્યારે મનોજભાઈ તેમજ તેમના નાનકડા દીકરાની લાશ અંદાજે પાંચ કિલોમીટર દૂરથી મળી આવતા, આ પરિવાર ઉપર આફતોના આભ નીકળ્યા હતા..

આ બંને વ્યક્તિને મૃત હાલતમાં જોઈને ગામ પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યું હતું, દરેક લોકોએ અશ્રુભીની આંખે આ બંને વ્યક્તિઓને અંતિમ વિદાય પણ આપી હતી. તો બીજી બાજુ આ અંતિમ વિદાયની અંદર મનોજભાઈની પત્ની દીપિકાબેન હાજરી આપી શકે નહીં કારણ કે, તે દુઃખનો આ ઊંડો આઘાત સહન કરી શકે નહીં, અને તેમને પણ હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર લેવાની ફરજ આવી પડી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *