કેટલાક લોકો પોતાનું મન એટલી બધી હદે ખરાબ કરીને બેઠા હોય છે કે તેઓને તીરછી નજર અને ખરાબ માનસિકતાને કારણે ઘણા બધા બનાવો નોંધાયા છે. ખરાબ વિચારો અને ખરાબ પ્રવૃત્તિઓને કારણે માણસ હવસખોર થતો જતો હોય છે. એવા ઘણા બધા બનાવો સામે આવી ચૂક્યા છે. અને જેમાં વધુ એક બનાવ તારાપુર તાલુકાના ગલીયાણા ગામથી સામે આવ્યો છે.
મધ્ય ગુજરાતના તારાપુર તાલુકાના ગલીયાણા ગામે એક ખૂબ જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જે સામે આવતાની સાથે જ સમગ્ર ગામના લોકોમા ભારે અફડાતફડીનો માહોલ મચી ગયો છે. આ ગામમાં રહેતા એક નરાધમ યુવકે એક પરણિત મહિલાને આબરૂ લેવાની કોશિશ કરી છે. આ ઉપરાંત તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી છે.
ગલિયાણા ગામમાં એક પરણિત મહિલા પોતાના પરિવારજનો સાથે સુખ શાંતિથી રહે છે. દરરોજની જેમ તે પોતાના ખેતરે ઘાસચારો લેવા માટે જતી હતી. પરંતુ આ મહિલાને એવી તો શી ખબર હશે કે, તેના ગામનો એક યુવક તેની આબરૂ લેવાની કોશિશ કરશે. તે પોતાના ખેતરે ઘાસ ચારો લેવા ગઈ તેની પાછળ પાછળ તેના ગામમાં રહેતો એક યુવક પીછો કરીને જતો હતો…
યુવક રોજ મહિલાને દૂરથી નિહાળતો હતો. અને પોતાના મનમાં રહેલી ખરાબ મનોવૃત્તિને બહાર લાવવાની કોશિશ કરતો હતો. આ મહિલાનો પીછો કરીને તે જોતો હતો કે આ મહિલા ક્યાં જાય છે. મહિલા પોતાના ખેતરે જઈને ઘાસચારો લેવા લાગી હતી. એવા મા પાછળથી મહિલાના ખેતર માં પ્રવેશ કર્યો હતો. અને વાડી વિસ્તારમાં બપોરનો સમય હોવાથી કોઈપણ વ્યક્તિ હાજર ન હતો..
એટલા માટે એકલતાનો લાભ લઇને તેણે મહિલાને હાથ પકડી લીધો હતો. અને પૂછ્યું હતું કે તારે મારી સાથે સંબંધ રાખવાની ઈચ્છા છે કે નહીં..? આ ઉપરાંત તે ન બોલવાના શબ્દો પણ બોલવા લાગ્યો હતો. મહિલાએ જેમ તેમ કરીને પોતાનો હાથ આ નરાધમ યુવક ના હાથમાંથી છોડાવ્યો હતો અને તાબડતોબ ચારો લીધા વગર જ પોતાના ઘરે ચાલી ગઈ..
અને પોતાના પરિવારજનોને આ બાબતની જાણ કરી હતી કે ગામનો જ એક યુવક તેને હેરાન ગતિ પહોંચાડી રહ્યો છે. અને તેની આબરૂ લેવાની કોશિશ કરી છે. પરિવારજનો ખૂબ જ ગુસ્સે ભરાઇ ગયા હતા. પરંતુ મહિલાને વધુમાં જણાવ્યું કે, તે જ્યારે આ નરાધમ યુવકની પકડમાથી છૂટવાની કોશિશ કરતી હતી અને જોરથી બુમ કરવા લાગી ત્યારે…
આ યુવક ખૂબ જ ગભરાઈ ગયો હતો અને ત્યાંથી ભાગવા લાગ્યો હતો. પરંતુ તે ભાગતા ભાગતા બોલતો હતો કે, હું તને જીવતી નહીં રહેવા દઉં. હું તને જાનથી મારી નાખીશ. આવી ધમકીઓ પણ આપી હતી એટલે પરિવારજનો મૂંઝાયા હતા કે, હવે પોલીસની પાસે જવું જોઈએ કે ન જવું જોઈએ..? પરંતુ હિંમત કરીને તેઓ તારાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચી ગયા હતા.. પોલીસે આ બાબતને લઈને ગુનો નોંધ્યો છે એને આ યુવક સામે કાયદેસરના પગલાં થી કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]