Breaking News

ખેતરમાં વીજળી પડી અને બધો જ પાક બળી ગયો, ટેન્શનમાં આવીને ખેડૂતે ભરી લીધું આ પગલું.. જરૂર વાંચજો..!

આ વર્ષે એવો ગાંડોતુર વરસાદ વરસ્યો છે કે જેની ન પૂછો વાત. સૌરાષ્ટ્રના ખેડૂતો માટે તો આ વરસાદ નુકસાનની સર્જે તેવો બોજા રૂપ બનીને સાબિત થયો છે કારણ કે આ વર્ષે સૌરાષ્ટ્રમાં જયારે જરૂર હતી ત્યારે વરસાદ વરસ્યો નોહતો અને જયારે જરૂર નોહતી લાગતી ત્યારે દે ધના ધન 25 થી 30 ઇંચ વરસાદ ખાબકી જતા ખેતીમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

રાજકોટ, જામનગર, જુનાગઢ અને ભાવનગર તેમજ અમરેલીમાં એટલો ભયંકર વરસાદ વરસ્યો છે કે જેના લીધે ખેડૂતોને નુકસાનીનો ભોગ બનવું પડ્યું છે. પોતાના સગા દીકરાને ઉછેરે તેની જેમ જ પાકને વાવીને ઉછેર કર્યો હતો પરતું મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી તેમાં બધી મેહનત પર પાણી ફેરવાય ગયું છે.

વરસો વરસ ખેડૂતો સાથે મેઘરાજા નારાજ હોઈ છે તો કોઈક વર્ષે સરકાર બરાબર ભાવ નથી આપતી. એટલે ખેડૂતો કંટાળીને એવા પગલા ભરી લે છે જેના લીધે જગતના તાત મુશ્કેલીમાં મુકાઈ જાય છે પરતું આ સરકારને કોઈ ફેર જ નથી પડતો. હમણા જ એક ઘટના સામે આવી છે જે વાંચીને તમારા રુંવાડા ઉભા થઈ જશે.

જુનાગઢના  વિસાવદર તાલુકાના મોટા ભલગામના એક ખેડૂત ગોકળભાઈ નાગજીભાઈ વેકરીયા ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને શાંતિ વાળી જિંદગી જીવતા હતા. તેઓની ઉંમર આશરે ૭૦ વર્ષની હતી. થોડાક દિવસ પેહલા જયારે વિસાવદર તાલુકામાં આભ ફાટ્યું હતું અને 30 ઇંચ જેટલો વરસાદ અરસી ગયો હતો.

એ દરમિયાન મોટા ભલગામ વિસ્તારઅ વધારે પડતો વરસાદ વીજળીના કડાકા અને ભડાકા સાથે નોંધાયો હતો. વીજળી ના કડાકા પણ એટલા ભયાનક હતા કે જેના અવાજથી જ માણસના ધરબાઈ જાય. એ ગામમાં કોઈકના ઘર પર વીજળી પડી હતી તો કોઈકની ગાડી પર કે બજારમાં પણ વીજળી પડવાની ઘટના સામે આવી હતી.

પરતું એ રાત્રે ગામના નેકદિલ ધરાવતા ખેડૂત મિત્ર શ્રી ગોકળભાઈ નાગજીભાઈ વેકરીયાના ખેતરમાં વીજળી પડી હતી. મોટો કડાકો બોલ્યો હતો એટલે ગામના લોકોને અણસાર તો આવી જ ગયો હતો કે આ વીજળી નક્કી કોઈકના ખેતરમાં પડી હશે. બીજા દિવસે વરસાદ બંધ થતા તેઓએ ખેતરે જઈ ને જોયુ તો.. તેઓ તો સાવ ગભરાઈ જ ગયા.

ખરેખર એ વીજળી તેમના ખેતર માં પડી હતી અને જેના લીધે તેમનો બધો જ પાક બળી ગયો હતો. તેઓએ પોતાના ખેતરમાં કપાસ નો પાક કર્યો હતો. તેઓની સમગ્ર રોજી રોટી તેમના એક ખેતર પર જ નિર્ભર હતી. તેઓ આ દ્રશ્ય જોઈને એટલા ટેન્શનમાં આવી ગયા કે છેવટે તેઓએ પોતાનો જ જીવ ગુમાવી દીધો.

પાક બળી જતા રોજીરોટીના સ્ત્રોતો ખતમ થઈ ગયા હતા જે તેઓ સહન કરી શક્યા નોહતા તેથી તેઓએ ઝેરી દવા પી ને જીવ ટૂંકાવી દીધો હતો. આ વાતની જાણ ગામના લોકો તેમજ આજુબાજુના ગામમાં થઈ તો લોકોમાં પણ અરેરાટી મચી ગઈ હતી. તેમજ તેમના પુત્ર  મનસુખભાઈ ને આ વાતની જાણ થતા જ તેઓ હોશ ગુમાવી બેઠા હતા.

ખરેખર આ બનાવ ભલભલાના રુવાડા બેઠા કરી દે તેવો છે. પુત્ર મનસુખભાઈએ વિસાવદર પોલીસ સ્ટેશને ઘટના ની જાન કરતા પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે. હકીકતમાં આ દુઃખ કોઇપણથી સહન થાય તેવું નોહતુ..

પરતું જેવી રીતે વીજળી પડી અને કુદરતે બધું છીનવી લીધુ તો આવતા વર્ષે કુદરત આના કરતા પણ બમણું આપશે જ. ટેન્શનમાં આવ્યા બાદ આ પ્રકારનું પગલું ભરી લેતા લોકો સામે દુઃખ દાયક કિસ્સો નજરે ચડ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *