Breaking News

ખેતરમાં રાત્રે પાણી વાળતા ખેડૂતની ઓરડીમાંથી પાક વેચાણના પૈસાની થઈ ચોરી, ખેડૂત માથે આવી પડ્યા સંકટના વાદળો..!

દીન રાત મહેનત કરીને સમગ્ર દેશને અન્ન પૂરું પાડનાર આપડા જગતના તાત ખેડૂતો સાથે છેલ્લા કેટલાક સમયથી અણબનાવો બનવાના દાખલાઓ વધવા લાગ્યા છે. ખેડૂત પોતાના ખેતરમાં દિન રાત મહેનત કરીને પૈસા કમાતો હોય છે. અને સમગ્ર દેશને અન્ન ઉત્પાદન કરીને આપતો હોય છે..

પરંતુ આ ખેડૂત સાથે જ ખૂબ મોટી ચોરી થઈ છે. ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં આવેલા રૂપાલ ગામમાં રહીને ખેડૂત ખેતી કરતો હતો દિવસ-રાત પોતાના ખેતરમાં મહેનત કરીને તેઓ જુદાજુદા પાક લેતા હતા અને પાક વેચીને કમાણી કરતા હતા. તેઓ થોડા દિવસ પહેલાં જ પોતાના ખેતરમાં પરસેવો પાડીને વાવેલા એરંડા અને રાયડાનો પાક ઉછેર કર્યા બાદ તેને વેચાણ કરી તેના આવેલા પૈસા ને બેન્કમાંથી ઉપાડ્યા બાદ પોતાની ખેતરની ઓરડીમાં મુક્યા હતા..

અને રાત્રીના સમયે ખેડૂત પોતાના ખેતરમાં વાવેલા પાકને પાણી આપવા માટે કામ કરી રહ્યા હતા. એવામાં ખેડૂત વિનુજી એ જોયું કે તેમના ખેતર ની ઓરડી પાસેથી એકાએક રીક્ષા પસાર થઈ રહી છે. રીક્ષા નો પ્રકાશ જોઇને તેઓને કંઈક ઉંધી શંકા ગઈ હતી. એટલા માટે તાત્કાલિક ધોરણે તેઓ પોતાની ઓરડી પાસે પહોંચ્યા હતા..

એવામાં તો રીક્ષા ત્યાંથી દૂર ચાલી ગઈ હતી. તેઓએ ઓરડી પાસે લાઈટ કરીને જોયું તો ઓરડીની અંદર રહેલા તમામ સામાન વેરવિખેર હતા અને તેઓએ પાક વેચીને મુકેલા પૈસા ગાયબ હતા. આ સાથે જ અંદરની રૂમની ખડકી પણ ખુલ્લી હતી. રૂમમાં મૂકેલા તમામ ડબ્બાઓ પણ વેરવિખેર કરી નાખવામાં આવ્યા હતા.

પૈસા ન મળતાની સાથે જ ખેડૂત વિનુજી રામાજી પઢાર કે જેવો રૂપાલ ગામમાં રહીને ખેતી કરે છે. તેઓ ખૂબ જ દુખની લાગણીમાં ચાલ્યા ગયા હતા. કારણ કે દિવસના જ પોતાના ખેતરમાં પરસેવો પાડીને કમાયેલા લાખ રૂપિયા ની ચોરી થઇ ચૂકી હતી. સ્વાભાવિક વાત છે કે સમગ્ર વર્ષ દરમિયાન મહેનત કરીને કમાયેલા પૈસા જો કોઈ વ્યક્તિ ચોરી જાય તો કોઈ પણ વ્યક્તિનું મગજ કામ કરતું બંધ થઈ જાય છે..

કારણ કે પરિવારની તમામ જવાબદારી વિનુજી રામાજી પઢાર નામના મોભી ઉપર હતી. તેઓ ખેતીકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે અને તેમના જ ખેતરમાંથી ચોરી થઇ જતાં તેઓ પર આફતના વાદળો ઘેરાયા હતા. આ બાબતને લઈને ખેડૂત બીજા દિવસે સવારે તાત્કાલિક પેથાપુર પોલીસમથકમાં હાજર થઈને આ ચોર સામે ફરિયાદ નોંધાવી હતી.

આપણે આશા રાખીએ કે મહેનત કરીને પરીવારનું ગુજરાન ચલાવતા ના ખેડૂત ના તમામ પૈસા પાછા મળી જાય અને ચોરને કડકમાં કડક સજા થાય. ખેડૂતોની એક પછી એક ઘણી બધી આફતોનો સામનો કરવો પડતો હોય છે. જેમાં મોટાભાગનો આધાર કુદરતી આફતો ઉપર રહેલો હોય છે..

કારણ કે જો એક કુદરતી આફત પણ ખેતરમાંથી પસાર થઈ જાય કે ખેતરમાં ઉભેલા તમામ પાકને તહેસ મહેસ કરી નાખતી હોય છે. આ સાથે ઉનાળાના સમયમાં ખેતરમાં પાકમાં આગ લાગવાનો બનાવ પણ ખૂબ વધવા લાગ્યા હતા. આવા માહોલની વચ્ચે ખેડૂતોને ખેતી કરીને પૈસા કમાવા ખૂબ જ અઘરા બનતા જાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *