Breaking News

ખેતરમાં પાક વચ્ચે ઉભેલું ઘાસ કાપતી વખતે મજૂરે જોઈ લીધું એવું કે દાંતરડા મૂકીને દોડતું થવું પડ્યું, ખેડૂત માથે આફત ફાટી નીકળી..!

અમુક વખત એવી ઘટના પણ ઘટી જાય છે કે, એ ઘટનાને જોતાની સાથે જ કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર ભાગવાનો વારો આવી જતો હોય છે. અત્યારે વાડીમાં કંઈક એવી જ ઘટના બની જવા પામી છે. બીનાળા ગામની સીમમાં ધનજી શેઠનું 25 વીઘાનું એક ખેતર આવેલું છે. તેમના ખેતર ની અંદર કુલ 10 જેટલા મજૂરો ઓરડીમાં રહીને જીવન ગુજારે છે..

અને તેમના ખેતરની અંદર કામકાજ કરે છે, એક દિવસ ધનજી શેઠની ખેતરની અંદર કામ કરનારા મજૂરો ખેતરમાં ઉભેલા પાકની વચ્ચેથી ઘાસની કાપણી કરતા હતા. એ વખતે એક મજૂરી એવું દ્રશ્ય જોઈ લીધું છે કે, તેને જોતા ની સાથે સૌ કોઈ લોકો દાતરડા મૂકીને ત્યાંથી દોડતા થયા હતા અને ખૂબ જ ડરી ગયા હતા..

તો બીજી બાજુ ખેતરના માલિક ઉપર તો મોટી આફત આવવી પડી હતી. સવારના સમયે ધનજી શેઠ તેમના ખેતરે આવી પહોંચ્યા હતા ત્યારે તેમણે જોયું તો તેમના ખેતરની વચ્ચેથી જ તમામ મજૂરો દાતરડાનો ઘા કરીને ખેતર મૂકીને ભાગવા લાગ્યા હતા. તેઓ તરત જ આ મજુરોની પાસે પહોંચ્યા અને પૂછ્યું કે, શું થયું છે અને શા માટે તમે ભાગી રહ્યા છો..?

ત્યારે તેમના ખેતરમાં કામ કરતા નારાયણ નામના મજૂરે જણાવ્યું કે, તેઓ જ્યારે પાક વચ્ચેથી ઘાસને કાપી રહ્યા હતા. ત્યારે ખેતરની વચ્ચેથી જ તેમને એક અજાણ્યા વ્યક્તિને મૃત હાલતમાં જોઈ લીધો છે. અને તેની લાશ સડેલી હાલતમાં જોતાની સાથે જ તેઓ ખૂબ જ હચમચી ઉઠ્યા છે અને ડર લાગતા તેવો ભાગવા લાગ્યા છે..

તેમના હાથમાં દાતરડા હતા, એટલા માટે તેમને ડર લાગ્યો કે કોઈ વ્યક્તિ તેમને ખોટા કેસની અંદર ફસાવી દેશે કારણ કે તેના હાથમાં દાતરડું હતું અને ખોટી ઊંધી શંકા તેમના ઉપર ન જાય એટલા માટે તેઓ ત્યાંથી ભાગવા લાગ્યા હતા. આ દ્રશ્ય જોતાની સાથે જ ખેતરના માલિક ધનજી શેઠ પણ ખૂબ જ હચમચી ઉઠ્યા હતા..

તેઓએ તરત જ ગામના સરપંચ સહિતના અન્ય અગ્રણી વ્યક્તિઓને ત્યાં બોલાવ્યા અને જણાવ્યું કે, તેમના ખેતરમાં આવી હચમચાવી દેતી ઘટના બની ચૂકી છે. ગામના સરપંચે પોલીસ સ્ટેશનએ જાણ કરી હતી કે, અહીં એક ખેતરમાંથી કોઈ અજાણ્ય વ્યક્તિની લાશ મળી આવી છે. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આ સાથે સાથે એફએસએલની ટીમને પણ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી હતી..

જરૂરી તપાસ કર્યા બાદ આ લાશને નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. આ વ્યક્તિ કોણ છે? તેમજ શા માટે તેને મોતને ઘાટ ઉતારીને અહીં ફેંકી દેવામાં આવ્યો છે..? વગેરે જેવા પ્રશ્નોના જવાબ મેળવવા માટે પોલીસ હાલ કામગીરી કરી રહી છે. જ્યારે પોલીસે ધનજી શેઠને પૂછપરછ કરી કે શું તેમની આસપાસ થી કોઈ વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી ગાયબ હતો કે શું..?

ત્યારે ધનજી શેઠે જણાવ્યું કે, તેમના પડોશના ખેતરમાં રહેતો રૂપક નામનો એક મજૂર છેલ્લા ઘણા સમયથી ગાયબ થઈ ગયો છે. સૌ કોઈ લોકોને લાગ્યું કે રૂપક કામ મૂકીને પોતાને ગામડે ભાગી ગયો છે. પરંતુ કદાચ આ લાશ તેની પણ હોઈ શકે છે, આ લાશ એટલી બધી દુર્ગંધ મારી રહી હતી કે તેનો ચહેરો જોવા માટે પણ કોઈ વ્યક્તિ તેની નજીક આવી શક્યો નહીં…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *