દિન પ્રતિ દિન ચોંકાવનારા બનાવ સામે આવતા હોય છે. એવામાં વધુ એક બનાવ બિહારના બકસર જિલ્લામાંથી સામે આવ્યો છે. આ ઘટના બકસર જિલ્લાના ગીરીધર બનાવ ગામમાંથી સામે આવતા જ ગામમાં રહેતા તમામ લોકોના હોશ છૂટી ગયા હતા. આ ગામમાં ધનેશ્વર મહાતો પોતાના પરિવારજનો સાથે રહે છે..
અને બીજાના ખેતરમાં મજૂરી કામ કરીને પરિવારનું જીવન ગુજારે છે. ધનેશ્વર મહાતો તેની પત્ની મહીસી દેવી અને તેનો પુત્ર ભીમ બિહાર સાહ અને હરિહર સાહના ખેતરમાં શાકભાજીની ખેતી કરી રહ્યા હતા. જ્યારે બહિસી દેવી જઈએ ખેતરમાં ખોદકામ કરવાનું શરૂ કર્યું ત્યારે અચાનક જ રણકાર પેદા થયો હતો.
શરૂઆતમાં તો લાગ્યું કે, આ કોઈ નકામી વસ્તુ હશે. એટલા માટે તેઓ ફરી વખત ખોદકામ કરવા લાગ્યા હતા. પરંતુ તડકાના પ્રકાશથી આ વસ્તુ ચમકવા લાગી હતી. નજીક જઈને જોયું તો આ સોના અને અન્ય ધાતુના સિક્કાઓ હતા. જ્યારે તેણે તેના પતિને જણાવ્યું કે, ખેતરમાંથી સોનાના સિક્કા મળ્યા છે..
જ્યારે શરૂઆતમાં કોઈએ વિશ્વાસ કર્યો હતો નહીં. પછી આ સોનાના સિક્કાને ગામ લોકો સમક્ષ પણ રજૂ કરવામાં આવ્યા હતા. જો જોતામાં આ ખેતરની ફરતે લોકોની ભીડ ઉમટી પડી હતી. એવામાં ત્યાં પોલીસ પણ આવી પહોંચી હતી. પોલીસે લોકોને ખેતરની આસપાસ જવા માટે મનાઈ ફરમાવી હતી..
તેમજ ખોદકામ કરવાની પણ ના પાડી હતી. પોલીસે આ ઘટનાની જાણ પુરાતત્વ વિભાગની એ કરી છે. પુરાતત્વ વિભાગની ટીમ આ ખેતરે દોડી આવી છે. આ સોનાના સિક્કા કેટલા જૂના છે. અને તેનો શું ઇતિહાસ છે. તે સમગ્ર હાલ માહિતી મેળવાઈ રહી છે. આ સોનાના સિક્કાને સોની પાસે લઈ જવામાં આવ્યા હતા. અને આ હકીકતમાં સોનાના સિક્કા છે કે નહીં..? તેની પરખ કરવામાં આવી રહી છે..
ગામ લોકો ખેતરમાંથી નીકળેલા સિક્કાને લઈને ખૂબ જ ચોંકી ઉઠ્યા છે. બહીસી દેવી અને તેના દીકરાને લોકો કહી રહ્યા છે કે, તેઓ ખૂબ જ ભાગ્યશાળી હશે કે તેમને ખોદકામ કરતી વખતે જ આ સોનાના સિક્કા મળ્યા. પરંતુ આ સિક્કા પ્રાચીન કાળ સાથે જોડાયેલા હોવાથી પુરાતત્વ વિભાગ સિક્કાને લઈને જતા રહ્યા છે. આ ઘટનાની જાણ આસપાસના તમામ ગામડાઓમાં થતા દૂર દૂરથી લોકો આ ખેતરને જોવા માટે પડ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]