Breaking News

ખેતરમાં કામ કરતી 3 મહિલાઓ પર કાળમુખી વીજળી ત્રાટકતા સર્જાઈ મોટી હોનારત, ચારે કોર મચી ગઈ અફરાતફરીનો માહોલ..!

ચોમાસાની સિઝનમાં એક પછી એક આફત આવી પડે છે. કોઈક જગ્યાએ અતિશય વધારે વરસાદ વરસી જતો હોય છે. તો કોઈ જગ્યાએ ખૂબ જ ઓછો વરસાદ નોંધવાને કારણે ખેડૂતો ખૂબ જ ચિંતામાં ચાલ્યા જતા હોય છે. આ વર્ષે ચોમાસાની સિઝન શરૂ થતા જ મનુષ્યની સાથે સાથે પશુઓને પણ ખૂબ મોટી માત્રામાં નુકસાનીઓ પહોંચી છે..

તેમજ જીવના જોખમે કેટલાય વ્યક્તિઓના શ્વાસ અધર થયા છે. આકાશમાં વીજળી થવાને કારણે લોકો ભયભીત થઈ જાય છે. આ વીજળી પડવાથી ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 100 કરતા વધારે લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. જ્યારે 50 કરતાં વધારે પશુઓ પણ મૃત્યુ પામી ચૂક્યા છે. જ્યારે 200 કરતાં વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા છે.

ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભૃગુપુર ગામમાં વીજળી પડી હતી. જેમાં ખેતરમાં કામ કરી રહેલા ત્રણ વ્યક્તિઓ આ વીજળીનો ભોગ બન્યા હતા. આ ત્રણે ત્રણ વ્યક્તિઓ વીજળી પડવાથી તાત્કાલિક સ્તબ્ધ થઈ ગયા હતા. અને તેમના મગજ પણ કામ કરતા બંધ થઈ ગયા હતા. તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દીન પ્રતિ દિન વીજળી પડવાના બનાવવામાં ચિંતાજનક વધારો નોંધાવી રહ્યો છે. એમાં પણ ઝાલાવાડ પંથકની અંદર વીજળી પડવાને કારણે આઠ કરતાં વધુ લોકો મોતને ભેટી ચુક્યા છે. તેમના પરિવારજનો માટે આ દુઃખને સહન કરવું કોઈ પણ કાળે શક્ય નથી. હાલ વીજળી પડવાને કારણે ખેતરમાં કામ કરી રહેલા નીરૂબેન લાલજીભાઈ, ગીતાબેન રાજેશભાઈ તેમજ આરતીબેન રાજેશભાઈ આ ત્રણેય મહિલાઓ ખૂબ જ ઇજાગ્રસ્ત થયા છે..

અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ બનતા જ લીમડીના ચુડા પંથકમાં અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો હતો. આગળ પણ લીમડીમાં ખેતરમાં કામ કરી રહેલા વ્યક્તિઓ પર વીજળી પડવાને કારણે કુલ બે વ્યક્તિઓના મૃત્યુ થવાનો બનાવ સામે આવ્યો હતો. આ ત્રણેય મહિલાઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. અને હાલ હવે તેમની સ્થિતિ સ્થિર જણાઈ રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *