Breaking News

ખેતરમાં બાથરૂમ જતી મહિલાને અધૂરા મહીને બાળક જન્મી જતા મહિલા ચક્કર ખાઈને બેભાન થઈ ગઈ, ભાનમાં આવી ત્યાં તો બાળકને જાનવરે… જાણો..!

સ્વચ્છતા અને સુખ સગવડના નામે સરકાર મોટી મોટી યોજનાઓ તો જાહેર કરી આપે છે, પરંતુ યોજનાનો લાભ ગામડાના દરેક વ્યક્તિ સુધી પહોંચતો નથી. મોટાભાગે ભ્રષ્ટાચાર કરનાર લોકો સહાય યોજના ના પૈસા ખાઈને મોજશોખ કરે છે. જ્યારે અમુક ગામડાઓમાં હજુ પણ લોકોને ભારે અગવડતાનો મારો સહન કરવો પડી રહ્યો છે..

અત્યારે આવી અગવડતાને કારણે જ એક હચમચાવી દેતી ઘટના બની ગઈ છે, આ ઘટના આગરાના પિનાહટ વિસ્તાર પાસે આવેલા જોધાપુર ગામની છે. આ ગામમાં સુનિલ નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે. સુનિલની પત્ની શિલ્પી એક બાળકને જન્મ આપવા જઈ રહી હતી. તેમના ગામને સુખ સગવડ અને સલામતી વાળું ગામ તરીકે ઘોષિત કરી દેવામાં આવ્યો હતો..

પરંતુ તેમના ઘરની અંદર હજુ પણ સૌચાલય બન્યું હતું નહીં, આ સૌચાલય માટે સરકાર તરફથી પૈસાની ફાળવણી તો કરી દેવામાં આવી હતી. પરંતુ સુનિલ ચૌધરીના ઘરમાં હજુ સુધી શૌચાલય ન હોવાને કારણે તેની પત્નીને ખૂબ જ મુશ્કેલીના સમયમાં પણ ખુલ્લા ખેતરની અંદર બાથરૂમ માટે જવું પડતું હતું..

ઘણી બધી ફરિયાદો પણ કરી પરંતુ દરેક ફરિયાદોના અંતે કહેવામાં આવતું કે, થોડા સમયની અંદર જ તેમના ઘરે સૌચાલય બનાવી દેવામાં આવશે. પરંતુ સૌચાલય બને એ પહેલા તો તેમના ઘરે એવી હચમચાવી દેતી ઘટના બની ચૂકી છે. જેને જાણ્યા બાદ મોટા મોટા અધિકારીઓ પણ તાત્કાલિક ધોરણે દોડતા થઈ ગયા હતા..

શિલ્પીને એક દિવસ અચાનક જ પેટમાં દુખાવો ઉપડ્યો હતો, અને ત્યારબાદ તે બાથરૂમ જવા માટે ખુલ્લા ખેતર તરફ જતી હતી અને ત્યાં બાથરૂમમાં બેસતી વખતે અચાનક જ તેને પ્રસુતિની પીડાવું પડવા લાગી, અધૂરા મહીને જ તેણે એક બાળકને જન્મ આપી દીધો હતો. આ વખતે ત્યાં આસપાસ માન્ય કોઈ વ્યક્તિ હાજર હતું નહીં..

શિલ્પીના મોઢામાંથી ચીખો અને બૂમ બરાડા સાંભળીને પણ કોઈ વ્યક્તિ ત્યાં હાજર થયું નહીં. પરિણામે આવી મુશ્કેલ ભરીએ પરિસ્થિતિની અંદર શિલ્પી ત્યાં ને ત્યાં જ બેભાન થઈ ગઈ હતી. જ્યારે તાજું જન્મેલું બાળક પણ ત્યાં ખૂબ જ ખરાબ હાલતમાં નીચે પટકાયુ હતું. શિલ્પી બેભાન થઈ ગયા બાદ જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તેણે જોયું તો તેની પાસે તેણે જન્મ આપેલું બાળક હતું નહીં..

અને ત્યાં કેટલાક જંગલી જાનવરોના પણ નિશાન દેખાઈ આવ્યા હતા. આ જોતાની સાથે જ તે સમજી ગઈ કે, આ ખુલ્લા ખેતરમાં ઘણી બધી વખત જંગલી જાનવરો આંટા લગાવતા હોય છે. કદાચ જંગલી જાનવર એ આ બાળકનો અવાજ સાંભળીને અહી આવી પહોંચ્યા હશે અને બાળકને ઉઠાવીને ચાલ્યા ગયા હશે..

આ બાળકને આસપાસના વિસ્તારમાં પણ શોધવામાં આવ્યું પરંતુ ક્યાંય થી આ બાળકનો હતો પતો મળ્યો નહીં તો બીજી બાજુ શિલ્પીની તબિયત ખૂબ જ બગડવા લાગી હતી. એટલા માટે તેને સારવાર માટે લઈ જવામાં આવી આ ઘટનાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચાડવામાં આવી હતી..

અને ઘટના આટલી બધી ચોંકાવનારી છે કે, જગ જાહેર થતાની સાથે જ મોટા મોટા અધિકારીઓના માથે દોશના ટોપલા ઢોળાઈ ગયા હતા. કારણકે આ ગામની અંદર દરેક ઘરોમાં શૌચાલય બનાવવા માટે પૈસાની ફાળવણી કરી દેવામાં આવી હતી. પરંતુ સુનિલ ચૌધરી નામના વ્યક્તિના ઘરમાં હજુ સુધી સૌચાલય બન્યું હતું નહીં..

આ સૌચાલય બનાવવાના પૈસા કોણ રાજનેતા ખાઈ ગયા છે કે પછી કોઈ અધિકારીની કાળી કરામતને કારણે આ ગામ પછાત રહી ગયું છે. તેની પણ જાણકારી મેળવવામાં આવશે. આ ઘટના બનતા ની સાથે જ સમગ્ર ગામમાં ફફડાટનો માહોલ સર્જાઈ ગયો હતો. ચારે કોર સૌ કોઈ લોકો આ ઘટનાની જ ચર્ચા કરવા લાગ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *