આ વર્ષે ગુજરાતમાં ચોમાસું ખુબ જ નુકસાન કારક નીવડ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે વરસાદ અનિયમિત રીતે ખુબ જ વરસ્યો હતો એટલે ખેતરોના ખેતરો સીધા મેદાનની જેમ ધોવાઈ ગયા હતા.
કપાસ અને મગફળીના પાકમાં ભરપુર નુકસાન થતા આ વર્ષે મગફળી અને કપાસના ભાવ પણ સાતમા આસમાને પહોચી ગયા છે તેમજ શીંગ તેલના ભાવ પણ ધાર્યા કરતા વધારે પ્રમાણમાં વધી જશે. તેથી સરકારે ખેડૂતોના નુકસાનને ઓછા કરવા માટે સહાયની જાહેરાત કરી દીધેલી હતી.
પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના મુજબ નોંધાયેલા દેશના 12.13 કરોડથી વધુ ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે. મોદી સરકાર ટૂંક સમયમાં જ તેમને મોટી ભેટ આપવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની રકમ બમણી કરવાનું વિચારી રહી છે.
ગુજરાત પર પેહલા તાઉ-તે વાવાઝોડું આવ્યું , ત્યાર બાદ અતિભારે વારસદ ખાબક્યો અને એ પછી શાહીન તેમજ ગુલાબ વાવાઝોડા આવ્યા.. આ તમામ આફતોની અસર ખેતી પર પુષ્કળ પ્રમાણમાં પડી છે. નુકસાનની કોઈ સીમા જ નથી રહી. પાકનું ઉત્પાદન ઓછું થતા આ વર્ષે ભાવવધારો પણ વધારે રેહશે..
દેશમાં અને રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં તાઉતે વાવાઝોડા અને અતિવૃષ્ટિની કુદરતી મારમાં તબાહ થયેલાં ગુજરાતના ખેડૂતોને હજુ કળ વળ નથી ત્યારે રાસાયણિક ખાતરના ભાવમાં વધારો ઝિકાયો છે. આ ભાવ વધારાને લીધે મારા દેશના ખેડૂતો પર મોટી આફત આવી પડી છે.
પીએમ કિસાન હેઠળ, સરકાર દર વર્ષે 2000 રૂપિયાના 3 હપ્તામાં ગરીબ ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. બીજી બાજુ, જો તેના ખાતાધારકો પેન્શન યોજના PM કિસાન માનધનમાં ભાગ લે છે, તો નોંધણી સરળતાથી થઈ જશે.
બીજું, જો તમે વિકલ્પ લો છો, તો પેન્શન યોજનામાં દર મહિને કપાતું યોગદાન પણ આ 3 હપ્તામાં પ્રાપ્ત થતી રકમમાંથી કાપવામાં આવશે. પેન્શન યોજનામાં દર મહિને ઓછામાં ઓછા 55 અને મહત્તમ 200 રૂપિયા ફાળો આપવો પડે છે. આ અર્થમાં, મહત્તમ યોગદાન રૂ. 2400 અને લઘુતમ યોગદાન રૂ 660 છે. રૂ. 6 હજારમાંથી 2400 નું મહત્તમ યોગદાન બાદ કરવામાં આવે તો પણ 3600 રૂપિયા સમ્માન નિધિના ખાતામાં બાકી રહેશે.
તે જ સમયે, 60 વર્ષની વય પ્રાપ્ત કર્યા પછી, તમને દર મહિને 3 હજાર રૂપિયા પેન્શનનો લાભ મળવાનું શરૂ થશે. તે જ સમયે, 2000 ના 3 હપ્તા પણ આવતા રહેશે. 60 વર્ષની ઉંમર પછી કુલ લાભ 42000 રૂપિયા વાર્ષિક હશે.
જો તમે એક ખેડૂત છો અને આ યોજનાથી વંચિત રહો છો તેમજ એમાં જોઈન્ટ થવા માંગો છો તો આ લેખ આંખો વાંચજો.
પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધણી કરાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે બધા જ પગલાઓ પુરા કરેલા હોવા ખાસ જરૂરી છે. આ યોજનાની નોંધણી માટે, તમારી પાસે ખેતીની જમીનના કાગળો હોવા જોઈએ. આ સિવાય, આધાર કાર્ડ, અપડેટ કરેલું બેંક ખાતું, સરનામાંનો પુરાવો, ક્ષેત્રની માહિતી અને પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ જરૂરી છે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધણી માટે આ પગલાં અનુસરો.
પહેલું પગલું : પ્રધાન મંત્રી કિસાનની સત્તાવાર વેબસાઇટ (https://pmkisan.gov.in/) ની વિઝીટ કરો. અહીં નવા રજિસ્ટ્રેશનનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો. હવે એક નવું પેજ ખુલશે.
બીજું પગલું : જે નવું પેજ ખુલે તેમાં તમારો આધાર નંબર દાખલ કરો, ત્યારબાદ નોંધણી ફોર્મ ખુલશે.
ત્રીજું પગલું : નોંધણી ફોર્મ ખુલ્યા બાદ તમારે રાજ્ય, જિલ્લા, બ્લોક અથવા ગામની માહિતી આપવી પડશે. આ સિવાય ખેડૂતોએ પોતાનું નામ, લિંગ, શ્રેણી, આધાર કાર્ડની માહિતી, બેંક ખાતા નંબર કે જેમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે.
આઈએફએસસી કોડ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ વગેરે આપવાના રહેશે. તમારે તમારા ખેતરની માહિતી આપવાની જરૂર પડશે. આમાં સર્વે અથવા એકાઉન્ટ નંબર, ઓરી નંબર, કેટલી જમીન છે, આ બધી માહિતી આપવી પડશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]