Breaking News

ખેડૂતોના મહાન નેતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા પર ખેડૂત સંઘના પ્રમુખનો મોટો આરોપ, જાણો શું છે આ મામલો..!

ખેડૂતોના મહાન નેતા વિઠ્ઠલ રાદડિયા ના પુત્ર જયેશ રાદડિયા પર કિસાન સંઘના પ્રમુખે એવા આક્ષેપ લગાવ્યા છે કે જે વાંચતા જ તમારી આંખો ફાટી નીકળશે. આ સમગ્ર મામલો સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટયાર્ડ બેડી ની ચૂંટણી સાથે જોડાયેલો છે.

બેડી માર્કેટ યાર્ડની ચૂંટણી પાંચ તારીખે એટલે કે આવતીકાલે યોજાવાની છે. જ્યારે રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ઉમેદવારીપત્રક પરત ખેંચવાનો સમય પુરા થઇ ચૂક્યો છે. જ્યારે ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જયેશ રાદડીયા પર આક્ષેપો લગાવ્યા છે. આક્ષેપો લાગતા જ બેડી યાર્ડ ની ચૂંટણીમાં ઘરમાં ગરમાહટો આવી ગયો છે.

બીજેપીના નેતા જયેશ રાદડિયા નો વિડીયો વાયરલ થયો છે. જેમાં તેઓ બોલે છે કે ,કયો વ્યક્તિ કોને મત આપે છે એ બાબત હું ચૂંટણી પતે તેના ઘણા મહિનાઓ સુધી પણ જઈ શકું છું… તેઓની આ વાતને લઈને કિસાન સંઘના ખેડૂત પેનલ ના સભ્યો મેદાન પર આવી ચૂક્યા છે.

જયેશ રાદડિયાના આ વિડીયોને લીધે ખળભળાટ મચી ગયો છે. ચારેકોર ચર્ચા ઓ તેજ બની છે. આજે કિસાન સંઘ ચૂંટણી અધિકારીઓને રજૂઆત કરવા જવાના છે કે, મતદાન કાપલી પર નંબર ન રાખવામાં આવે. સૌરાષ્ટ્રના સૌથી મોટા બેડી માર્કેટ યાર્ડ માં કિસાન સંઘની 2 અને વેપારીની ચાર એમ કુલ થઇને ૧૬ બેઠકો પૈકી ની બે બેઠકો બાદ કરતા બાકીની તમામ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.

જ્યારે કિસાન સંઘની બેઠકો પર કેશુભાઈ નંદાણીયા બિનહરીફ થયા છે તેમજ પરસોતમ ભાઈ સાવલિયા પણ બિનહરીફ થયા છે. ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ આક્ષેપ કરતા કહ્યું છે કે, મતદારોને ખોટી રીતે દબાવવામાં આવ્યા છે.

તેઓને સ્વતંત્ર રીતે અધિકાર છે કે કોઈ પણને વોટ આપી શકે છે. તેમજ એ લોકોએ કોને વોટ આપ્યો છે તે બાબત ગુપ્ત રાખવાની બદલે જયેશ રાદડિયા પોતે જોઈ શકે છે એવા આરોપો નાખ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *