Breaking News

ગુજરાતના ખેડૂતોની ચીમકી : આવતીકાલ સુધી પાણી ન મળ્યું તો ઉપવાસ પર ઉતરશે ખેડૂતો -વાંચો વિગતવાર માહિતી…

પેહલા કોરોનાનું ટેન્શન પછી વરસાદની ટેન્શન.. વરસાદ તો જાણે સંતાકુકડી રમતો હોઈ તેમ ક્યાંક સંતાઈને બેસી ગયો હોઈ એવું લાગી રહ્યું છે. ગુજરાતની સાથે સાથે ભારતના ઘણા બધા રાજ્યોમાં વરસાદ સમયસર ન વરસતા દુકાળ પડશે એવું લાગી રહ્યું છે. ખેડૂતો બોવ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. વરસાદ ન થતા ખેડૂતોને ખેતરમાં સિંચાઈ માટેના પાણીની ઘટ પડે છે.

આ વર્ષે રાજ્યના મોટા ભાગના ડેમોમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે નહી એ પ્રકારની નિવેદન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આપી ચુક્યા છે. આ નીવેદનથી ખેડૂતોમાં ભારે નારાજગી હોઈ એવું લાગી રહ્યું છે. ખેડૂતો સિંચાઈના પાણી ન મળતા તેમજ વરસાદ ન થતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે. એવામાં ગુજરાતના મોરબી જીલ્લાના 14 જેટલા ગામોના ખેડૂત મિત્રોએ સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે.

આંદોલનની ચીમકી : અમને મળેલા અહેવાલ મુજબ સૌરાષ્ટ્રના મોરબી જીલ્લાના 14 ગામોના ખેડૂત મિત્રોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે જો અમને આવતીકાલ સુધી સિંચાઈ માટેનું પાણી નહી મળે તો ખેડૂતો અંદોલન પર ઉતરશે. મોરબી જીલ્લાના બરવાળા , જેપુર , વનાળીયા , માંનસર , નાનીવાવડી , ગોરખીજડીયા જેવા નાના મોટા 14 ગામોના ખેડૂતો સરપંચો સાથે 12 તારીખે નાયબ કાર્યપાલક ઈજનેરને મચ્છુ 2 ડેમ સિંચાઈ વિભાગના કમાંડ એરિયામાં સામેલ થતા ગામોમાં પાણી છોડવા માટેની રજૂઆત કરી છે. આ અંગે કોઈ ઉકેલ નહી આવે તો ખેડૂતો આંદોલન કરવા મજબુર બનશે તેવી ચીમકીઓ ઉચ્ચારવામાં આવી છે.

વરસાદે સરકારને પણ મુંઝવી દીધી : આ તમામ ઘટના જોતા એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં વરસાદ ઓછો થયો છે એ એક મોટો અને ગંભીર પ્રશ્ન છે. સૌ કોઈને આશા છે કે ઓગસ્ટ મહીનાના છેલા વિકમાં વરસાદ જરૂર આવશે. જો આમ નહી થાય તો ગુજરાત રાજ્યઅ ખેતી ક્ષેત્રને ભારે નુકસાની વેઠવી પડશે એવું જણાઈ રહ્યું છે. આપડે સૌ કોઈ ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ આવે અને આપડા અન્નદાતા એવા ખેડૂત મિત્રોની તમામ મુશ્કેલીઓ દુર થાય.

એક આગાહી મુજબ આ વર્ષે ભારત દેશમાં વરસાદ ૬૦ ટકા જેટલો ઓછો વરસશે. દેશના ગુજરાત સહીત ઓડીશા, રાજસ્થાન, કેરલ જેવા રાજ્યોમાં વરસાદ એકંદરે નબળો રહ્યો છે તો બીજીબાજુ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. ત્યાં તો અતિવૃષ્ટિ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. જયારે ગુજરાતમાં હાલ તો દુકાળ જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે.

ઓગસ્ટ મહિનાની આગાહી :  ભારત સરકારની આગાહી કરતી બ્રાંચ IMD એ આગાહી કરતા જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં વરસાદ પડવાની સંભાવના ખુબ જ ઓછી દેખાઈ રહી છે. અમુક અમુક જગ્યા એ થોડોક થોડોક વરસાદ પડી શકે છે પરતું દરેક જગ્યાએ વરસાદની આગાહી હજુ આપી નથી. IMDએ એક સારા સમાચાર આપતા જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ પડશે એવા આગામી સંકેતો દેખાઈ રહ્યા છે. પરતું કુલ વરસાદના આંકડાઓ ગત વર્ષ કરતા નબળા જ રહેશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *