Breaking News

ખેડૂતો માટે સારા સમાચાર : હવે મળશે આટલા કલાક સુધી સતત વીજળી, ક્યારેય નહી અટકે વીજળી.. વાંચો..!

ખેડૂતોને ખેતી કરવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કારણકે ખેતી નો આધાર કુદરતી પરિસ્થિતિઓ પર રહેલો હોય છે. તો વરસાદ સારો વરસ્યો હોય તો ખેતી સારી થાય છે. પરંતુ જો વરસાદ ગાં.ડોતુર વાવાઝોડા અને પવન સાથે વરસાદ થયો હોય તો ખેતીમાં ખૂબ મોટું નુકસાન થતું હોય છે…

આ સાથે સાથે વરસાદ સારો થવાથી વરસાદના પાણી ભૂગર્ભમાં ઉતરે છે. અને કૂવા અને બોરવેલમાં પાણીનો વધારો થતાં ખેડૂતો ખુશખુશાલ બની જતા હોય છે. પરંતુ જુઓ વરસાદ એક ઓછો પડે તો ભુગર્ભમાં પાણી પણ ખૂબ ઓછું થતું હોય છે.. જેના કારણે ખેડૂતોને થોડા દિવસો બાદ પાણીની ઘટ પાડવાથી પાક સુકાઈ જવાને કારણે નુકસાન અનુભવવાનો વારો આવે છે.

આ સાથે સાથે કૂવાને બોરવેલ માં રહેલા પાણીને સિંચાઈ રૂપે બહાર કાઢવા માટે વીજળીની પણ ખુબ મોટી જરૂરિયાત હોય છે. આજ દિન સુધી ખેડૂતોને વીજળીનો ખૂબ મોટો પ્રશ્ન રહેલો હતો. પરંતુ વિધાનસભામાં આજે કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે એક મહત્વનું નિવેદન આપ્યું છે. અને મહત્વનો નિર્ણય લીધો છે..

એ નિર્ણય બાદ ખેડૂતોનો વીજળી નો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. હકીકતમાં ખેડૂતોને વિજળીયા કોઈપણ પ્રકારનું ટાઈમ ટેબલ અનુસરવામાં આવતું નહોતું. કોઈ પણ સમયે ખેડૂતોને વીજળી આપવામાં આવતી હતી અને કોઈ પણ સમયે વીજળી કાપી લેવામાં આવતી હતી. તેમજ વારંવાર ખોડખાપણ ને કારણે ખેડૂતો સુધી જોઇએ તેટલી માત્રામાં વીજળી નો જથ્થો પહોંચતો નહોતો..

પરંતુ આજે વિધાનસભામાં કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે, આજથી ખેડૂતોને સતત ૮ કલાક સુધી વીજળી મળી રહેશે. જેથી કરીને ખેડૂતો સમયસર પોતાના પાકને કૂવાને બોરવેલ પાણી વીજળી મારફતે ખેંચીને સિંચાઈ કરી શકશે. આ નિવેદન આવતાની સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે..

આ ઉપરાંત રાઘવજીભાઇ પટેલે કહ્યું છે કે મેં ઊર્જામંત્રી સાથે મીટિંગ કરી હતી. જેમાં મેં નિર્ણય લીધો છે અને આ નિર્ણયનો અમલ આજથી જ કરવામાં આવશે. જેથી કરીને કોઇપણ ખેડૂત મિત્રોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ ખેડૂતોને રાત્રિના સમયે વીજળી આપવામાં આવતી હતી..

તો અમુક ખેડૂતોને દિવસના સમયે વીજળી આપવામાં આવતી હતી. પરંતુ તેઓને પૂરતા જથ્થામાં વીજળી મળતી ન હતી. જો ક્યારેક પાંચ કલાક સુધી વીજળીનો જથ્થો આવવાનો હોય તો અધવચ્ચે વીજળી બંધ થઇ જતાં પાક માં વધુ પાણી સિંચાઈ થતું હતું જેના કારણે ખેડૂતોને ખૂબ મુશ્કેલી અનુભવાતી હતી..

તેમજ સમયસર પાણી ન મળવાને કારણે પાકને પણ નુકસાન થતું હતું. આ તમામ પ્રશ્નોના ઉકેલ કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી આપ્યા છે સતત આઠ કલાક સુધી વીજળી મળવાથી ખેડૂતોને હવે આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નોનો સામનો નહીં કરવો પડે કારણ કે સતત વીજળી મળવાને કારણે તેઓ એક સાથે સમગ્ર ખેતરમાં સિંચાઈ કરી શકશે અને જોઈએ તેટલો ભાગ ઉત્પાદન કરી શકશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *